શહીદની પુત્રીના ભણતરની જવાબદારી ઉપાડશે ગૌતમ ગંભીર

Written By:
Subscribe to Oneindia News

થોડા સમયથી ઇન્ટરનેટ પર એક નાનકડી બાળકીની તસવીર ખૂબ વાયરલ થઇ હતી, જે જોઇને દરેક દેશવાસીની આંખ ભીની થઇ હશે. આ તસવીર જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં થયેલ આતંકી હુમલામાં શહીદ થયેલ એએસઆઇ અબ્દુલ રશીદની પુત્રી ઝોહરાની છે. ઝોહરાની મદદ માટે ક્રિકેટ ખેલાડી ગૌતમ ગંભીર આગળ આવ્યા છે. ગૌતમ ગંભીરે આ અંગે મંગળવારે એક ટ્વીટ કર્યું હતું.

ગંભીર લેશે ઝોહરાના ભણતરની જવાબદારી

ગંભીર લેશે ઝોહરાના ભણતરની જવાબદારી

ગૌતમ ગંભીરે પોતાના ટ્વીટમાં લખ્યું હતું, 'ઝોહરા, હું હાલરડું ગાઇને તને સુવાડી તો નહીં શકું, પરંતુ હું તારા સપના પૂરા કરવામાં તારી મદદ કરીશ. તારા ભણતર માટે જીવનભર મદદ કરીશ.' નોંધનીય છે કે, આ વર્ષે એપ્રિલમાં સુકમામાં નક્સલી હુમલામાં શહીદ થયેલ સીઆરપીએફ જવાનોના પરિવારજનોની મદદ માટે પણ ગૌતમ ગંભીર આગળ આવ્યા હતા. તેમણે શહીદ થયેલ 25 જવાનોના બાળકોના ભણતરનો ખર્ચ આપવાની જાહેરાત કરી હતી. તેમણે 'ગૌતમ ગંભીર ફાઉન્ડેશન' હેઠળ આ બાળકોની મદદ કરવાની જાહેરાત કરી હતી.

ગૌતમ ગંભીરનું સંવેદનશીલ ટ્વીટ

ગૌતમ ગંભીરનું સંવેદનશીલ ટ્વીટ

પોતાના બીજા ટ્વીટમાં ગૌતમ ગંભીરે લખ્યું છે, 'ઝોહરા તારા આંસુઓને જમીન પર ન પડવા દઇશ, ધરતી મા તારા આંસુનું વજન ઝીલી શકશે કે કેમ એ અંગે મને શંકા છે. તારા શહીદ પિતાને સલામ.' રશીદના અંતિમ સંસ્કાર સમયની નાનકડી ઝોહરાની તસવીરોએ તમામ દેશવાસીઓના મનમાં તેના પ્રત્યે અસીમ કુરણા ઉત્પન્ન કરી હતી. સોશિયલ મીડિયા પર પણ અનેક લોકો ઝોહરા પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી ચૂક્યાં છે.

ઝોહરાએ આપ્યો ગૌતમને જવાબ

ઝોહરાએ આપ્યો ગૌતમને જવાબ

ગૌતમ ગંભીરના સહાનુભૂતિપૂર્ણ વર્તનનો ઝોહરાએ પણ આભાર માન્યો હતો. તેણે કહ્યું હતું કે, આભાર ગૌતમ સર, હું અને મારો પરિવાર તમારા વિચારોથી ખૂબ ખુશ છીએ. હું ડૉક્ટર બનવા માંગુ છું.

ઝોહરાના નામે ઓપન લેટર

દક્ષિણ કાશ્મીર પોલીસ તરફથી પણ ઝોહરાના નામે એક ખુલ્લો પત્ર લખવામાં આવ્યો હતો. દક્ષિણ કાશ્મીરના ડીઆઇજી એસપી પાણિએ ઝોહરાની એક તસવીર શેર કરતાં ભાવુક સંદેશ લખ્યો હતો. આ સંદેશ પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. તેમણે લખ્યું હતું, 'તારા આંસુઓએ અનેકના મન પર ઊંડી છાપ છોડી છે. તારા પિતાના બલિદાનને હંમેશા યાદ રાખવામાં આવશે. આ શું થઇ રહ્યું છે, એ જાણવા માટે તું હજુ ખૂબ નાની છે. જે લોકો કાશ્મીરની શાંતિ ભંગ કરવા માંગે છે, તેમની વિરુદ્ધ લડવા માટે તારા પિતાની માફક અમે સૌ હંમેશા તૈયાર રહીએ છીએ.'

English summary
Gautam Gambhir has pledged to support the education of slain ASI Abdul Rashids daughter.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.