T20 World Cup 2026 : હાર બાદ પણ ભારત સેમિફાઈનલમાં પહોંચી શકે છે, જાણો તમામ સમીકરણ
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં દક્ષિણ આફ્રિકા સામે ભારતનો 76 રને પરાજય થયો છે. 188 રનના લક્ષ્યાંક સામે ટીમ ઈન્ડિયા માત્ર 111 રનમાં સમેટાઈ ગઈ હતી.
ટી20 વર્લ્ડ કપના ઇતિહાસમાં રનના માર્જિનથી ભારતની આ સૌથી મોટી હાર માનવામાં આવે છે. આ હારના કારણે ટીમ ઈન્ડિયાના નેટ રન-રેટ (NRR) પર પણ નકારાત્મક અસર પડી છે.

સુપર-8માં આંચકો લાગવા છતાં સૂર્યકુમાર યાદવની કેપ્ટન્સી હેઠળની ભારતીય ટીમ હજુ પણ રેસમાં છે. ભારત માટે સેમિફાઇનલનો માર્ગ અત્યારે ઝિમ્બાબ્વે અને વેસ્ટ ઇન્ડીઝની મેચો પર ટકેલો છે.
ભારતે જો અંતિમ ચારમાં સ્થાન મેળવવું હોય તો હવે પછીની બંને મેચો જીતવી અનિવાર્ય છે. આ સાથે દક્ષિણ આફ્રિકાની ટીમ બાકીની તમામ મેચો જીતે તે ભારત માટે ફાયદાકારક રહેશે.
જો આફ્રિકા ગ્રુપમાં ટોપ પર રહે તો ભારત 4 પોઈન્ટ સાથે બીજા ક્રમે રહીને ક્વોલિફાય કરી શકશે. આવા સંજોગોમાં વેસ્ટ ઇન્ડીઝ અને ઝિમ્બાબ્વેની ટીમ વધુમાં વધુ 2 પોઈન્ટ સુધી જ પહોંચી શકશે.
પરંતુ જો આફ્રિકા તેની આગામી મેચ હારી જાય તો પોઈન્ટ ટેબલમાં ભારે ગૂંચવણ ઊભી થઈ શકે છે. આવી સ્થિતિમાં ત્રણ ટીમોના 4-4 પોઈન્ટ થવાની પૂરેપૂરી સંભાવનાઓ રહેલી છે.
જ્યારે પોઈન્ટ સમાન હોય ત્યારે રન-રેટ જ સેમિફાઇનલનો ફેંસલો કરશે, જે હાલ ભારતનો ઘણો ઓછો છે. તેથી હવે ભારતે આગામી મેચો માત્ર જીતવી જ નહીં પણ મોટા અંતરથી જીતવી પડશે.
-
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત સરકારે ટુકડા ધારામાં મોટા ફેરફાર કર્યા, લઘુત્તમ 10 ગુંઠાનો એકસમાન નિયમ અમલમાં -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
આજ રાતથી ગુજરાતમાં માવઠાનું જોર વધશે, હવામાનની નવી આગાહી












Click it and Unblock the Notifications
