For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શોન માર્શથી લઇને વિરાટ કોહલી સુધી, IPL ઓરેન્જ કેપ વિજેતા

આઇપીએલમાં આ નવ લોકોને મળ્યા છે ઓરેન્જ કેપ. જાણો વિગતવાર આ આખુ લિસ્ટ

|
Google Oneindia Gujarati News

2008માં શરૂ થયેલી આઇપીએલની આ 10મી સીઝન છે. અત્યાર સુધીમાં આઇપીએલમાં 9 લોકોને ઓરેન્જ કેપના વિજેતા બનાવવામાં આવ્યા છે. ઓરેન્જ કેપ તેને આપવામાં આવે છે જેણે સીઝન દરમિયાન સૌથી વધુ સ્કોર કર્યા હોય. ત્યારે ગત 9 સીઝન દરમિયાન આ કેપ કોના ફાળે ગયો છે અને કેમ વિગતવાર જાણો અહીં...

virat kohli

વિરાટ કોહલી
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન તેવા વિરાટ કોહલીને રોયલ ચેલેન્ઝર્સ બેંગ્લોરથી રમતા ગત સીઝનના રોજ 4 સદી ફટકાડી હતી. અને 2016ની આ સીઝનમાં તેમણે 973 સ્કોર બનાવ્યા હતા. વિરાટ કોહલી આ હરિફાઇમાં અત્યાર સુધી સર્વાધિક સ્કોર બનાવ્યા છે.

ડેવિડ વોર્નેર
ડેવિડ વોર્નેર 2015માં ઓરેન્જ કેપ જીતી હતી. તે સમયે તેમણે 562 રન બનાવ્યા હતા. 14 મેચોમાં 562 રન બનાવી આ લિસ્ટમાં તે બીજા નંબરે આવ્યા છે. સનરાઇઝ હૈદરાબાદના કેપ્ટન તેવા ડેવિડે જ્યારે જ્યારે ટીમને એક સારા બેટ્સમેનની જરૂર વર્તાઇ છે ત્યારે ત્યારે પોતાની તરફથી શ્રેષ્ઠ પ્રદર્શન આપવાનો પ્રયાસ કર્યો છે.

ipl

રોબીન ઉથ્થપા
કોલકત્તા નાઇટ રાઇડ્સના રોબીન ઉથ્થપાએ વર્ષ 2014માં ઓરેન્જ કેપ જીત્યો હતો. તેમણે 16 મેચમાં 660 રન બનાવ્યા હતા. તેમના આ જ પ્રદર્શનના કારણે કેકેઆર તેમનું બીજી આઇપીએલ ટાઇટલ જીતી શકી હતી.

માઈકલ હસી
મિસ્ટર ક્રિકેટના નામે ઓળખાતા માઇકલ હસીએ વર્ષ 2013માં ઓરેન્જ કેપ જીત્યો હતો. ચેન્નઇ સુપર કિંગ્સ તરફથી રમતા આ ઓસ્ટ્રેલિયન બેટ્સમેને 17 મેચમાં 733 રન ફટકાર્યા હતા. જો કે તેમ છતાં કેએસકે મુંબઇ ઇન્ડિયન્સ સામેની છેલ્લી ફાઇનલ મેચ હારી ગઇ હતી.

ipl

ક્રિસ ગેઇલ
યુનિવર્સ બોસના હુલામણાં નામે ઓળખાતા ક્રિસ ગેઇલ 2012માં ઓરેન્જ કેપ મળ્યો હતો. રોયલ ચેલેન્ઝર્સ બેંગ્લોરથી રમતા તેમણે 15 મેચમાં 733 રન ફટકાર્યા હતા.

ક્રિસ ગેઇલ
જો કે આ પહેલા પણ એટલે કે વર્ષ 2011માં પણ ક્રિસ ગેઇલને ઓરેન્જ કેપ મળી હતી. જેમાં તેમણે 608 રન બનાવ્યા હતા. વળી આ વર્ષ જ ક્રિસે ટી-20 મેચ રમવાનું શરૂ કર્યું હતું. અને તેમની એન્ટ્રી સાથે જ તે વાત સાબિત થઇ ગઇ હતી કે તે કેટલા કામના ખેલાડી છે!

સચિન તેંડુલકર
સચિન તેંડુલકર પહેલા ભારતીય ખેલાડી હતા જેમને ઓરેન્જ કેપ વર્ષ 2010માં મળી હતી. મુંબઇ ઇન્ડિયન્સ તરફથી રમતા સચિને 15 મેચમાં 618 રન બનાવ્યા હતા.

મેથ્યુ હેડન
ઓસ્ટ્રેલિયાના જાણીતા ક્રિકેટર મેથ્યુ હેડને 2009માં ઓરેન્જ કપ જીત્યો હતો. ચેન્નઇ સુપર કિંગના ખેલાડી તેવા મેથ્યુએ 12 મેચમાં 572 રન કર્યા હતા.

ipl

શોન માર્શ
કિંગ્સ ઇલેવન પંજાબના ખેલાડી શોન માર્શ વર્ષ 2008માં પહેલો એરેન્જ કપ જીત્યો હતો. તેમણે 11 મેચમાં 616 રન લગાવ્યા હતા. અને તેમની આ બેટિંગના જ કારણે પંજાબ સેમીફાઇનલ સુધી આ હરિફાઇમાં પહોંચી શકી હતી.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
From Shaun Marsh winning the Orange Cap in 2008 to Virat Kohli winning it in 2016, here is a list of all the 9 Orange Cap winners in IPL.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X