For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લોર્ડ્સમાં એકેય બોલ ફેંક્યા વિના જ સેમીફાઈનલની રેસથી બહાર થઈ જશે પાકિસ્તાન

લોર્ડ્સમાં એકેય બોલ ફેંક્યા વિના જ સેમીફાઈનલની રેસથી બહાર થઈ જશે પાકિસ્તાન

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ વર્લ્ડ કપ 2019ના 41મા લીગ મુકાબલામાં ઈંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ધમાકેદાર જીત નોંધાવી 27 વર્ષ બાદ વર્લ્ડ કપના સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. ઈંગ્લેન્ડે 36 વર્ષ બાદ વર્લ્ડ કપની કોઈ ગેમમાં કીવી ટીમને માત આપી છે. ઓસ્ટ્રેલિયા અને ભારત બાદ ઈંગ્લેન્ડ હાલની સીઝનમાં ટૉપ 4માં સ્થાન મેળવનાર ત્રીજી ટીમ બની ગઈ છે. કોણ હસે વર્લ્ડ કપના પોઈન્ટ ટેબલમાં જગ્યા મેળવનાર ચોથી ટીમ? શું પાકિસ્તાન માટે હજુ પણ સેમીફાઈનલમાં પહોંચવાની ઉમ્મીદ છે? શું ન્યૂઝીલેન્ડ બુધવારે મળેલ હાર બાદ હવે સેમીફાઈનલ મુકાબલો નહિ રમી શકે? જાણો શું છે 05 જુલાઈએ રોર્ડ્સમાં રમાનાર મેચનું અંકગણિત અને હવે પાકિસ્તાન-બાંગ્લાદેશના મુકાબલા બાદ કઈ ટીમ આગળ વધી શકશે.

પાકિસ્તાન માટે મુશ્કેલ છે ગણીત

પાકિસ્તાન માટે મુશ્કેલ છે ગણીત

ન્યૂઝીલેન્ડની ટીમે પહેલીવાર કોઈ વર્લ્ડ કપ મુકાબલામાં સતત 3 લીગ મુકાબલામાં હારી છે પરંતુ આ ટીમ હજુ પણ સેમીફાઈનલની રેસમાં પાકિસ્તાનથી આગળ છે. ન્યૂઝીલેન્ડ પાસે 9 મુકાબલામાં 11 અંક છે અને નેટ રન રેટ +0.175નો છે જ્યારે પાકિસ્તાનના 8 મુકાબલામાં 9 અંક છે અને નેટ રન રેટ -0.792નો છે. ક્રિકેટનો મક્કા કહેવાતા લોર્ડ્સ મેદાન પર જો કોઈ બિલકુલ અપ્રત્યાશિત કે અનહોની ન થાય તો મેચમાં એકપોણ બોલ ફેંક્યા વિના પાકિસ્તાન સેમીફાઈનલની રેસમાંથી બહાર થઈ જશે. તમે વિચારી રહ્યા હશો કે આવું કઈ રીતે થઈ શકે કે છે તો તમને આનું આખું ગણિત જણાવી દેશું.

બોલ ફેંક્યા વિના પાકિસ્તાન બહાર થઈ જશે

બોલ ફેંક્યા વિના પાકિસ્તાન બહાર થઈ જશે

જો લોર્ડ્સના મેદાન પર બાંગ્લાદેશની ટીમ ટ઼સ જીતી બેટિંગનો ફેસલો લે છે તો બાંગ્લાદેશના આ ફેસલાથી પાકિસ્તાનની ટીમ ઑટોમેટિક સેમીફાઈનલની રેસમાંથી બહાર થી જશે. મેચમાં બોલ ફેંક્યા વિના જ પાકિસ્તાનની ટીમ સેમીફાઈનલથી બહાર થઈ જશે કેમ કે પાકિસ્તાન માટે આ મેચમાં ન્યૂઝીલેન્ડથી સરી નેટ રનરેટ કરવા માટે કંઈપણ ચમત્કાર જેવું કંઈક કરવું પડશે. પાકિસ્તાન સામે ત્રણ એવા સમીકરણ હશે જે હાંસલ કરી તેઓ ન્યૂઝીલેન્ડના સેમીફાઈનલમાં પહોંચવાના રસ્તા પર કાંટા વિખેરી શકે છે.

પાકિસ્તાન શું ચમત્કાર કરશે

પાકિસ્તાન શું ચમત્કાર કરશે

પાકિસ્તાનની સેમીફાઈનલમાં જગ્યા બનાવવા માટે જે ત્રણ શરત છે તે કંઈક આવી પ્રહારની છે. પહેલી- પાકિસ્તાન પહેલા બેટિંગ કરતાં 350 રનનો ટાર્ગેટ હાંસલ કરે અને બાંગ્લાદેશને માત્ર 39 રન પર ઑલ આઉટ કરી દે. પાકિસ્તાનને પહેલી શરત મુજબ મેચમાં 311 રને જીત નોંધાવવી પડશે. બીજી શરતે પાકિસ્તાન 400 રનનો સ્કોર કરે અે બાંગ્લાદેશને 316 રને મેચ હરાવે. અને ત્રીજું પાકિસ્તાન 450 રનનો સ્કોર કરે અને બાંગ્લાદેશને 321 રનના અંતરે મેચ હરાવે. આ ત્રણ મોટા અસંભવ લક્ષ્ય છે. પાકિસ્તાન જો બાંગ્લાદેશ વિરુદ્ધ સામાન્ય રીતે પણ મેચ જીતી જાય છે તો હવે સેમીફાઈનલમાં નહિ પહોંચી શકે. કેમ કે 11 અંક થયા હોવા છતાં આ ટીમનો નેટ રન રેટ કીવી ટીમના મુકાબલે બહુ ઓછો છે.

આવી રીતે ટેબલ ટૉપર નક્કી થશે

આવી રીતે ટેબલ ટૉપર નક્કી થશે

લીગ ફેઝનો અંતિમ મુકાબલો 6 જુલાઈએ રમાશે, જો ઓસ્ટ્રેલિયા પોતાના અંતિમ મુકાબલામાં દક્ષિણ આફ્રિકાને હરાવી દે છે તો ટેબલ ટૉપર બની જશે અને તેમની પાસે 9 મુકાબલામાંથી 8માં જીત સાથે 16 અંક હશે. આ દિવસે ભારત અને શ્રીલંકાના લીગ મુકાબલામાં જો ટીમ ઈન્ડિયા શ્રીલંકાઈ ટીમને હરાવી દે છે અને ઓસ્ટ્રેલિયા દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ પોતાની મેચ હારી જાય છે તો ભારતીય ટીમ પાસે 8 મુકાબલામાં 7 જીત સાથે 15 પોઈન્ટ થઈ જશે અને ટીમ પોઈન્ટ ટેબલમાં શીર્ષ પર પહોંચી જશે.

શું સેમીફાઈનલમાં પહોંચશે પાકિસ્તાન? જાણો શું છે ગણીતશું સેમીફાઈનલમાં પહોંચશે પાકિસ્તાન? જાણો શું છે ગણીત

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
pakistan's chances to qualify in semifinal is very less
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X