
હવે હું સંપૂર્ણ રીતે ફિટ અને રમવા માટે તૈયાર છું: ઇશાંત શર્મા
ઇશાંત શર્માએ જણાવ્યું હતું કે ઇજા બાદ વાપસી કરતાં પહેલાં તેમણે રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમીમાં ત્રણ મહિના સુધી સખત મહેનત કરી છે. ઇશાંત શર્માના જણાવ્યા અનુસાર આઇપીએલ પાંચમાં ન રમવા અંગેનો નિર્ણય મારો હતો, એનસીએમાં પ્રેક્ટિસ કરતાં મેં આઉટસ્વિંગ બોલીંગ કરતાં શીખી લીધું છે. પગની ઘૂંટીમાં ઇજામાંથી બહાર નીકાળવામાં મારા મિત્રો અને પરિવારે ઘણી મદદ કરી છે.
ફક્ત ટેસ્ટમેચમાં સમાવેશ કરવામાં આવનારા ઇશાંત શર્માએ કહ્યું હતું કે મને એ વાતથી જરા પણ હેરાનગતિ નથી કે મારો ફક્ત ટેસ્ટ મેચમાં સમાવેશ કરવામાં આવે છે. હું ત્રણ ફોર્મેટમાં રમવા માંગું છું. એનસીએમાં રિહેબિલિટેશન દરમિયાન ભારતના બોલિંગ કોચ જો ડેવિસની મદદથી તેમને આઉટ સ્વિંગર બોલીંગ શીખી લીધી છે. આ દરમિયાન ટીમના ઘણા ખેલાડીઓ જેમ કે વીવીએસ લક્ષ્મણ, વિરેન્દ્ર સહેવાગ, ગૌતમ ગંભીર અને ઝહીરખાન સાથે મારી વાત થતી હતી.
ભારતની ફ્લેટ વિકેટો અંગે ઇશાંતે કહ્યું હતું કે હું એક બોલર છું અને મારો પ્રયત્ન એ જ હોય છે કે હું પૂરી ક્ષમતા સાથે બોલીંગ કરું, ફ્લેટ વિકેટો અંગે હું ચિંતા કરતો નથી કારણ કે એમાં હું કશું કરી શકું તેમ નથી. હું ઇગ્લેંડ વિરૂદ્ધ ટીમમાં પુનરાગમન કરવા ઇચ્છું છું અને હાલમાં મારું ધ્યાન દિલીપ ટ્રોફી અને રણજી ટ્રોફી પર છે.