For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તો ભારત ટેસ્ટ રેકિંગમાં ત્રીજા સ્થાને પહોંચી જશે

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

teamindia
દુબઇ, 14 નવેમ્બર: જો ભારતની ટીમ આગામી ચાર ટેસ્ટ મેચોની શ્રૃંખલામાં ઇગ્લેંડને 2-0 એટલે કે લાંબા અંતરેથી હરાવશે તો મેજબાન ભારતીય ટીમ આઇસીસી ટેસ્ટ રેકિંગમાં બે ક્રમની છલાંગ સાથે તે ત્રીજા સ્થાને પહોંચી જશે.

અમદાવાદમાં ગુરૂવારથી શરૂ થનાર શ્રૃંખલામાં ઇગ્લેંડની ટીમ ભારતને 3-0 એટલે લાંબા અંતરે હરાવશે તો તે તેનું સ્થાન ટકાવી રાખવામાં સફળતા મેળવશે.

ઇગ્લેંડની ટીમ ભારતમાં 1984-85થી પ્રથમ ટેસ્ટ શ્રૃંખલા જીતવાનો પ્રયત્ન કરી રહી છે, પરંતુ જો તે આમ કરવામાં સફળતા મેળવે છે તો તે પોતાનું તે સ્થાન પ્રાપ્ત કરી લેશે જે તેને ગત મહિને દક્ષિણ આફ્રિકામાં ગુમાવ્યું હતું.

જો કે એલિસ્ટયર કુકના નેતૃત્વવાળી ટીમ ઇગ્લેંડને ટીમનું ઉચ્ચ સ્થાન પાછું મેળવવામાં પ્રતિદ્રંદ્રી ટીમ ઓસ્ટ્રેલિયાના મદદ પર નિર્ભર રહેશે. ઓસ્ટ્રેલિયાઇ ટીમ દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ ત્રણ ટેસ્ટ મેચોની શ્રૃંખલા રમી રહી છે, જો ઓસ્ટ્રેલાઇ ટીમ દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ 1-0, 2-0 એટલે 2-1 થી જીતી જાય છે તો તે નંબર વન ટીમ બની જશે.

આઇસીસી દ્રારા જાહેર કરવામાં આવેલી જાહેરાત અનુસાર ઇગ્લેંડની ટીમ જો ભારતને 3-0 અથવા 4-0 ના અંતરથી હરાવે છે તો તે માઇકલ ક્લાર્કના નેતૃત્વવાળી ઓસ્ટ્રેલાઇ ટીમને પછાડી શકે છે. જો ઓસ્ટ્રેલિયા-દક્ષિણ આફ્રિકા શ્રૃંખલા 0-0 અથવા 1-1 થી બરાબર રહે છે તો ગ્રીમ સ્થિમની ટીમ તેનું સ્થાન ટકાવી રાખશે. જોકે ઇગ્લેંડની ટીમ પ્રોટિયાજને હટાવી શકે છે, જે તે ભારત સામે 3-0 અથવા 4-0 ના અંતરથી જીત મેળવે તો આ શક્ય બની શકે છે.

તો બીજી તરફ દક્ષિણ આફ્રિકા ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ 1-0 અથવા આનાથી વધુ લાંબા અંતર જીત મેળવે છે તો ઇગ્લેંડ બીજું સ્થાન પ્રાપ્ત કરવાની આશા રાખશે.

English summary
India have a chance to jump two places to third in the ICC Test Rankings if they win the series against England by 2-0 or better.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X