For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ધોનીને ટીમ ઇન્ડિયાના સુકાની પદેથી હટાવોઃ માર્ટિન ક્રો

|
Google Oneindia Gujarati News

વેલિંગ્ટન, 14 ઑગસ્ટઃ ન્યુઝીલેન્ડના મહાન બેટ્સમેન માર્ટિન ક્રોએ ઇંગ્લેન્ડમાં ચાલી રહેલી ટેસ્ટ શ્રેણીમાં મહેન્દ્ર સિંહ ધોનીના 'તર્કહીન ' નેતૃત્વની ટીકા કરી છે અને તેમને લાગે છેકે ક્રિકેટના લાંબા ફોર્મેટમાં ભારત તેના નેતૃત્વ વગર પણ સારું પ્રદર્શન કરશે.

ક્રોએ એક ક્રિકેટ બેબસાઇટમાં લખ્યું છેકે, જો ધોની ટેસ્ટ ક્રિકેટના સુકાની પદેથી હટી જાય છે તો ભારતને તેમની અજીબ અને ક્યારેક વિચિત્ર રણનીતિઓની ખોટ સાલશે. તેમની પસંદગી ત્યારે તર્કહીન હોય છે, જ્યારે વિશેષજ્ઞોની પસંદગીમાં ઉચિત સંતુલન શોધવાનું હોય છે.

તેમણે વધુમાં લખ્યું છેકે, મેચની સ્થિતિની માંગને ધ્યાનમાં રાખી મેદાન પર વિકેટકીપ અને રણનીતિજ્ઞ રીતે તેમના નિર્ણયો પણ ક્યારેક અજીબ હોય છે. ઇશાંત શર્મા પાસે લોર્ડ્સમાં શોર્ટ બોલિંગ કરાવવી એ એક અપવાદ છે. વધુમાં વાંચવા માટે તસવીરો પર ક્લિક કરો.

આ પણ વાંચોઃ- પાંચમી ટેસ્ટ પહેલા અભ્યાસ મેચઃ ધોનીને શોધતી રહી નજર
આ પણ વાંચોઃ- ભારત વિ. ઇંગ્લેન્ડ પાંચમી ટેસ્ટ અંગે જાણવા જેવી વાતો
આ પણ વાંચોઃ- ... તો ઓવલમાં પણ ટીમ ઇન્ડિયાની હાર નિશ્ચિત છે ?

નિરાશાજનક રેકોર્ડની નજીક

નિરાશાજનક રેકોર્ડની નજીક

ભારતીય ટીમ ઇંગ્લેન્ડ વિરુદ્ધ પાંચ મેચોની શ્રેણીમાં 1-2થી પાછળ છે અને ધોનીના નેતૃત્વમાં વિદેશોમાં વધુ એક શ્રેણી ગુમાવવાની કગાર પર છે. આ વિકેટકીપર બેટ્મેસન આ પ્રકારે સ્ટીફન ફ્લેમિંગ અને બ્રાયન લારાના વિદેશોમાં મળેલી 16 હારના નિરાશાજનક રેકોર્ડની બરાબરીથી માત્ર ત્રણ હાર દૂર છે.

માત્ર વનડે માટે સારી છે ધોનીની રણનીતિ

માત્ર વનડે માટે સારી છે ધોનીની રણનીતિ

ન્યુઝીલેન્ડના પૂર્વ સુકાની ક્રોએ કહ્યું કે ધોનીની રણનીતિ માત્ર વનડે ક્રિકેટ માટે સારી છે અને તેમણે ટેસ્ટના બદલે આગામી વર્ષે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં થનારા વિશ્વકપમાં ભારતીય ટીમનો ખિતાબ જાળવી રાખવા પર ધ્યાન આપવું જોઇએ.

ધોની શા માટે વનડેમાં પ્રભાવશાળી સુકાની છે

ધોની શા માટે વનડેમાં પ્રભાવશાળી સુકાની છે

ક્રોએ કહ્યું કે, ધોનીએ પહેલા પણ કહ્યું છેકે ટેસ્ટ ક્રિકેટ તેમના માટે ઠીક નથી. તેનાથી ખબર પડે છેકે તે સીમિત ઓવરોમાં કેમ પ્રભાવશાલી સુકાની અને ખેલાડી છે.

તે ક્યાં સુધી ટેસ્ટ ખેલાડી બની રહેશે

તે ક્યાં સુધી ટેસ્ટ ખેલાડી બની રહેશે

તેમણે કહ્યું કે ટેસ્ટમાં એ સમાન નથી હોતુ અને પ્રશ્ન ઉઠે છેકે તે ટેસ્ટ ખેલાડી તરીકે કેટલા લાંબા સમય સુધી જારી રહી શકે છે. પ્રશ્ન એ છેકે તે સદી માટે ટેસ્ટ ટીમમાં રહેશે જે પ્રકારે તેંડુલકરે પોતાની બેવડી સદી માટે કર્યું હતું.

English summary
New Zealand batting great Martin Crowe has slammed the "illogical" captaincy of Mahendra Singh Dhoni in the ongoing Test series in England and feels India would be better off without his leadership in the longest format.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X