For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'ચેમ્પિયન્સ' ફરી ફેઇલઃ શ્રીલંકા સામે 161 રનથી પરાજય

By Super
|
Google Oneindia Gujarati News

કિંગસ્ટન, 2 જૂલાઇઃ ટ્રાઇ સિરિઝમાં ભારતીયનું નબળું પ્રદર્શન યથાવત છે, પહેલા વેસ્ટ ઇન્ડિઝ અને હવે શ્રીલંકા સામે ભારતે પરાજયનો સામનો કરવો પડ્યો છે. મંગળવારે રમાયેલી ટ્રાઇ સિરિઝની મેચમાં પહેલા થરંગા અને જયવર્ધનેની ધમાકેદાર બેટિંગ અને બાદમાં બોલર્સના શાનદાર પ્રદર્શનના જોરે શ્રીલંકાએ ભારત સામે 161 રનથી વિજય મેળવ્યો છે. વિસ્ફોટક બેટિંગ બદલ થરંગાએ મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

શ્રીલંકાએ પ્રથમ બેટિંગ કરતા ભારત સામે 349 રનનો વિશાળ ટાર્ગેટ રાખ્યો હતો, જેના જવાબમાં ભારતની આખી ટીમ 44.5 ઓવરમાં માત્ર 187 રનમાં જ પેવેલિયન ભેગી થઇ ગઇ હતી. ભારત માટે સર્વાધિક રન રવિન્દ્ર જાડેજાએ બનાવ્યા હતા. રવિન્દ્ર જાડેજાએ 49 રનની ઇનિંગ રમી હતી, જ્યારે રૈનાએ 33 અને મુરલી વિજયે 30 રન બનાવ્યા હતા. શ્રીલંકા તરફથી રંગના હેરાથે સૌથી વધારે ત્રણ વિકેટ મેળવી હતી, જ્યારે મલિંગા અને સેનાનાયકને 2-2 વિકેટ મળી હતી.

ટ્રાઇ સિરિઝમાં આ ટીમ ઇન્ડિયાની સતત બીજી હાર છે. પહેલી મેચમાં વેસ્ટ ઇન્ડિઝ સામે 1 વિકેટથી પરાજયનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે શ્રીલંકાએ પહેલી મેચમાં વેસ્ટ ઇન્ડિઝ સામે મળેલી હારને પાછળ છોડીને ભારત સામે શાનદાર જીત નોંધાવી હતી. જેને લઇને પોઇન્ટ ટેબલમાં વેસ્ટ ઇન્ડિઝમાં બે મેચોમાં જીત સાથે 9 અંગ સાથે પહેલા ક્રમે છે અને શ્રીલંકા 2 મેચોમાંથી 1માં જીત સાથે 5 અંક સાથે બીજા નંબર પર છે.

શ્રીલંકા તરફથી મળેલા 349 રનના લક્ષ્યનો પીછો કરતા ભારતે પહેલી વિકેટ રોહિત શર્માના રૂપમાં ગુમાવી હતી. રોહિત શર્મા 5 રન બનાવી કુલસેકરાની ઓવરમાં આઉટ થઇ ગયો હતો. ત્યાર બાદ શિખર ધવન 24 રન બનાવી હેરાથનો શિકાર બન્યો. વિરાટ કોહલી 2 રન અને મુરલી વિજય 30 રન બનાવીને પેવેલિયન ભેગા થઇ ગયા હતા. દિનેશ કાર્તિકે 22 અને સુરેશ રૈનાએ 33 રન બનાવ્યા હતા.

ત્યારબાદ અશ્વિન 4 રન અને શમી 0 રન પર આઉટ થયા. ઇશાંત શર્માએ 2 રન બનાવ્યા હતા. જ્યારે રવિન્દ્ર જાડેજા લક્ષ્યની નજીક પહોંચવા મથી રહ્યો હતો. તેણે 49 રનની ઇનિંગ રમી હતી. જ્યારે ઉમેશ યાદવ આઉટ થતાની સાથે જ ભારતીય ઇનિંગનો અંત આવ્યો હતો અને શ્રીલંકાનો વિજય થયો હતો. શ્રીલંકાની બેટિંગની વાત કરવામાં આવે તો મહિલા જયવર્ધને અને ઉપુલ થરંગાએ પહેલી વિકેટ માટે રેકોર્ડ ભાગીદારી નોંધાવી હતી. તેમણે પહેલી વિકટ માટે 213 રનની ભાગીદારી નોંધાવી હતી. થરંગાએ 174 રનની અને જયવર્ધનેએ 107 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જેના જોરે શ્રીલંકાએ નિર્ધારિત 50 ઓવરમાં 348 રનનો વિશાળ લક્ષ્યાંક ભારત સમક્ષ મુક્યો હતો. ભારત તરફથી એકમાત્ર અશ્વિન વિકેટ મેળવવામાં સફળ રહ્યો હતો.

શ્રીલંકન બેટ્સમેન સામે ભારતીય બોલર નિઃસહાય

શ્રીલંકન બેટ્સમેન સામે ભારતીય બોલર નિઃસહાય

મંગળવારે રમાયેલી મેચમાં ભારતીય બોલર્સ શ્રીલંકન બેટ્સમેન સામે નિઃસહાય જાણઇ રહ્યાં હતા.

પહેલી વિકેટ માટે 213 રનની ભાગીદારી

પહેલી વિકેટ માટે 213 રનની ભાગીદારી

શ્રીલંકાના બેટ્સમેન મહિલા જયવર્ધને અને ઉપુલ થરંગાએ પહેલી વિકેટ માટે 213 રનની ભાગીદારી નોંધાવી હતી.

થંરગાના 174 રન

થંરગાના 174 રન

થંરગાએ કારકિર્દીની શાનદાર ઇનિંગ રમતા ભારત સામે 174 રનની ઇનિંગ રમી હતી. જે બદલ તેને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

સુકાનીમાં વિરાટ ફેઇલ, એકમાત્ર અશ્વિને લીધી વિકેટ

સુકાનીમાં વિરાટ ફેઇલ, એકમાત્ર અશ્વિને લીધી વિકેટ

વેસ્ટ ઇન્ડિઝ અને હવે શ્રીલંકા ટ્રાઇ સિરિઝમાં સુકાની તરીકે વિરાટ કોહલી નિષ્ફળ રહ્યો છે. જ્યારે શ્રીલંકા સામે અશ્વિન એકમાત્ર સફળ બોલર સાબિત થયો હતો અને તેણે એક વિકેટ લીધી હતી.

English summary
India, chasing a huge target of 349, were bowled out for 187 in 44.5 overs after Ravindra Jadeja remained unbeaten on 49 and Suresh Raina struck 33.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X