For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બીજી ઇનિંગમાં શાનદાર બેટિંગ કરીશુઃ અશ્વિન

By Super
|
Google Oneindia Gujarati News

લંડન, 17 ઑગસ્ટઃ ઓફ સ્પિનર આર અશ્વિને સ્વીકાર્યુ કે ભારત માટે બીજો ખરાબ દિવસ રહ્યો પરંતુ તેણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ટીમના બેટ્સમેન ઇંગ્લેન્ડ વિરુદ્ધ પાંચમી અને અંતિમ ક્રિકેટ ટેસ્ટની બીજી ઇનિંગમાં સારું પ્રદર્શન કરીશું. બીજા દિવસે મેજબાન ટીમે ભારતની 148 રનની પહેલી ઇનિંગના જવાબમાં સાત વિકેટ ગુમાવીને 385 રન બનાલી લીધા અને 237 રનની સરસાઇ મેળવી લીધી છે.

અશ્વિને બીજા દિવસની રમત પૂર્ણ થયા બાદ પત્રકાર પરિષદમાં કહ્યું કે, આજે તડકો નીકળ્યો છે અને પીચ થોડી સપાટ થઇ હતી. અમે અમારું સર્વશ્રેષ્ઠ આપવા માટે પ્રયાસ કરતા રહ્યાં. અંતમાં ત્યાં માત્ર આત્મવિશ્વાસની વાત હોય છે અને એ ખેલનો આનંદ ઉઠાવવાનું પણ જેને આપણે આટલું પસંદ કરીએ છીએ.

તેણે કહ્યું કે, તેથી આજે અમે મેદાનમાં વાત કરી રહ્યાં હતા કે અમે બીજી ઇનિંગમાં સારું પ્રદર્શન કરી શકીએ છીએ. દરેકનો ખરાબ દિવસ હોય છે. આ અંગે વધુ જાણવા માટે તસવીરો પર ક્લિક કરો.

આ પણ વાંચોઃ- ઓવલમાં ભારતનું કંગાળ પ્રદર્શન યથાવતઃ જાણો રસપ્રદ વાતો
આ પણ વાંચોઃ- સુકાની ધોનીએ બનાવી નાંખ્યા આ રેકોર્ડ

ભારતીય ટીમ મેચમાં પુનરાગમન કરી શકે છે

ભારતીય ટીમ મેચમાં પુનરાગમન કરી શકે છે

અશ્વિને લંચ બાદના સત્રમાં બે વિકેટ હાંસલ કરી જેનાથી ઇંગ્લેન્ડની ઝડપથી વિકેટો પડી. તેનો સ્કોર એક વિકેટ પર 191 રનથી ચાર વિકેટ પર 204 રન થઇ ગયા અને એવું લાગી રહ્યું હતું કે ભારતીય ટીમ મેચમાં પુનરાગમન કરી શકે છે.

અશ્વિને 55 રન આપીને બે વિકેટ લીધી

અશ્વિને 55 રન આપીને બે વિકેટ લીધી

આ દરમિયાન અશ્વિને 2011-12 બાદ વિદેશમાં પહેલી ટેસ્ટ વિકેટ હાસલ કરી. આ પહેલા ડિસેમ્બરમાં જ્યારે ભારતે અહીંનો પ્રવાસ કર્યો હતો, ત્યારથી આ અહીં તેની આ ત્રીજી ટેસ્ટ છે. અશ્વિને 55 રન આપીને બે વિકેટ લીધી છે.

હું અંતિમ ઇલેવનની બહાર હતો

હું અંતિમ ઇલેવનની બહાર હતો

તેણે કહ્યું કે, હું અંતિમ ઇલેવનની બહાર હતો, મને મારી એક્શન પર થોડુક વધુ કામ કરવાની જરૂરત હતી. હું વધારે સાઇડ ઓન હાંસલ કરવાના પ્રયાસ કરી રહ્યો છું. હું પ્રયત્ન કરું છું કે જ્યાં સુધી સંભવ છે સંતુલિત રહું અને આ નાની-મોટી વસ્તુઓ પર કામ કરી રહ્યો છું.

મારી શરૂઆત સારી રહી નહોતી

મારી શરૂઆત સારી રહી નહોતી

તેણે કહ્યું કે, હું શક્ય તેટલો સર્વશ્રેષ્ઠ ક્રિકેટર થવાનો પ્રયાસ કરું છું. મારું સ્પેલ સારું રહ્યું, જોકે મારી શરૂઆત સારી રહી નહોતી.

English summary
Off-spinner Ravichandran Ashwin today conceded that India had a bad day in office but expressed confidence that his teams batsmen would do a better job in the second innings of the fifth and final cricket Test against England here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X