For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લોર્ડ્સમાં ટીમ ઇન્ડિયાનો વિજય, શું કહે છે સચિન તેંડુલકર?

|
Google Oneindia Gujarati News

લંડન, 22 જુલાઇઃ લોર્ડ્સ ખાતે બીજી ટેસ્ટમાં ઇંગ્લેન્ડ સામે ભારતીય ક્રિકેટ ટીમે વિજય મેળવ્યા બાદ ટીમ ઇન્ડિયા પર શુભેચ્છાઓનો વરસાદ થઇ રહ્યો છે. જેમાં વિશ્વ ક્રિકેટમાં ગોડ ઓફ ક્રિકેટ તરીકે ઓળખાતા ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ સુકાની અને બેટિંગ લેજેન્ડ સચિન તેડુંલકર પણ બાકાત નથી. તેમણે કહ્યું છેકે, આ આખા દેશ માટે એક રિમાર્કેબલ વિજય અને મૂલ્યવાન દિવસ છે.

આ પણ વાંચોઃ- લોર્ડ્સમાં ભારતનો વિજય પાછળ આ રહ્યા સાત કારણો
આ પણ વાંચોઃ- લોર્ડ્સના 5 દિવસમાં વિશ્વ ક્રિકેટે જોયા ટીમ ઇન્ડિયાના પાંચ રત્નો
આ પણ વાંચોઃ- લોર્ડ્સ ટેસ્ટ સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ સિદ્ધિ
આ પણ વાંચોઃ- લોર્ડ્સમાં બચી લાજઃ 28 વર્ષ બાદ ભારતનો વિજય
આ પણ વાંચોઃ- નંબર 9 પર ચમકી રહ્યું છે ભારતનું ભાવી ક્રિકેટ
આ પણ વાંચોઃ- સૌરાષ્ટ્રવાસી રવિન્દ્ર જાડેજાની લોર્ડ્સમાં ‘તલવાર બાજી'

લોર્ડ્સ ખાતે ભારતે ઇંગ્લેન્ડને 95 રને પરાજય આપીને બીજી ટેસ્ટ જીતી લીધી હતી. આ ટેસ્ટમાં ભારત તરફથી ઇશાંત શર્માએ બીજી ઇનિંગમા સાત વિકેટ ઝડપીને ભારતનો વિજય આસાન બનાવી નાંખ્યો હતો. ભારત તરફથી યુવા ક્રિકેટર ભુવનેશ્વર કુમારે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. પાંચ ટેસ્ટ મેચોની શ્રેણીમાં ભારત 1-0થી આગળ છે. અત્રે ઉલ્લેખનીય છેકે આ 28 વર્ષ બાદ પહેલી વાર ભારત લોર્ડ્સમાં ટેસ્ટ જીત્યું છે, જ્યારે ત્રણ વર્ષ બાદ ભારત વિદેશી ધરતી પર ટેસ્ટ જીતવામાં સફળ રહ્યું હતું. તો ચાલો તસવીરો થકી જાણીએ કે ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરે લોર્ડ્સના વિજય અંગે શું કહ્યું છે.

ખરેખર ગૌરવપૂર્ણ બાબત

ખરેખર ગૌરવપૂર્ણ બાબત

આતંરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેનારા ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરે જણાવ્યું છેકે, આ ખરેખર એક ગૌરવપૂર્ણ બાબત છે અન ઇશાંત શર્માએ વખાણવા લાયક પ્રદર્શન કર્યું છે. ઇશાંત શર્માએ સાત વિકેટ ઝડપીને ભારતના વિજયને સુનિશ્ચિત કર્યો હતો.

દેશ માટે યાદગાર વિજય

દેશ માટે યાદગાર વિજય

સચિને કહ્યું છેકે આ દેશ માટે એક યાદગાર વિજય અને મૂલ્યવાન દિવસ છે. હું આ યુવા ટીમ પર ગર્વ કરું છું અને જે રીતે તેઓ આગળ વધ્યા છે તેનાથી તેઓ ક્યારેય પોતાના હાથમાંથી મેચ જવા દેશે નહીં. 28 વર્ષ ભારત લોર્ડ્સમાં આપણો પહેલો વિજય છે અને તે ખરેખર ખાસ છે.

ઇશાંતની બોલિંગથી ખુશ

ઇશાંતની બોલિંગથી ખુશ

સચિને કહ્યું કે, હું આખા દિવસની રમત જોઇ શક્યો નથી, પરંતુ મે કેટલીક મહત્વની પળોને ગુમાવી નહોતી. મે ઇશાંત શર્માનો સ્પેલ જોયો હતો. હું તેને લઇને ઘણો જ ખુશ છું. હું તેને વર્ષોથી ડેવલોપ થતો જોઇ રહ્યો છું. તેનામાં ઘણી જ પ્રતિભા છે અને તે ઘણું જ હાર્ડ વર્ક કરે છે. આપણે બધાએ તેનામાં વિશ્વાસ રાખ્યો અને લોર્ડ્સ ટેસ્ટમાં તે આપણા વિશ્વાસ પર ખરો ઉતર્યો છે.

ઇંગ્લેન્ડમાં વિજય મહત્વનો

ઇંગ્લેન્ડમાં વિજય મહત્વનો

સચિને કહ્યું કે, ઇંગ્લેન્ડમાં વિજય મેળવવોએ ઘણો જ ખાસ છે. મારી વાત કરું તો આ મેચના પાંચ દિવસ દરમિયાન આપણે અનેક પ્રતિભાશાળી ક્રિકેટર્સ જોયા. આ ઘટનાએ મને જ્હોનિસબર્ગ(2006) અને ડર્બન(2010)ના વિજયને યાદ અપાવી દીધો. આ બન્ને ગેમ્સમાં દરેક ખેલાડીએ ખાસ પ્રદર્શન કર્યું હતું.

English summary
Calling it a "remarkable win" and a "precious day" for the entire country, former captain and batting legend Sachin Tendulkar hailed the Indian team for winning the Lord's Test against England yesterday (July 21).
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X