• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

એડવેંચરના શોખીનો માટે સ્વર્ગ સમાન છે ભારતના આ ટોપ 10 એડવેંચર સ્પોટ્સ

|

પ્રવાસનની દ્રષ્ટિએ વિશ્વના સૌથી પસંદગીના દેશમાં ભારતમાં એવું ઘણું બધું છે જેના કારણે દરેક વર્ષે અત્રે આવનારા વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં ઊછાળો થઇ રહ્યો છે. જ્યાં એક તરફ પોતાની વિવિધતા અને વિશેષતાથી ભારત સતત વિદેશિ પ્રવાસીઓને આકર્ષિત કરી રહ્યો છે, તો બીજી તરફ કંઇ અલગ કરવા અને એડવેંચરના શોખીનો માટે પણ ભારત મોખરાના સ્થાને આવે છે. ભારત પાસે એવા અઢળક એડવેંચર સ્પોટ છે જેના કારણે તે તેના શોખીનોને પોતાની તરફ આકર્ષિત કરતું રહ્યું છે.

 • એ જામનગર જ્યાં શ્રીકૃષ્ણએ મથુરાના યાદવોને કર્યા હતા પુન:સ્થાપિત

 • જુનાગઢના નવાબનું શાહી સ્થળ હતું ચોરવાડના દરિયા કિનારે...

 • દેશ-વિદેશના શ્રદ્ધાળુઓ ઊમટી પડે છે અહીં દ્વારકાધીશના દર્શનકાજે

 • ભારતના લોકપ્રિય અને અનોખા બ્રિઝ જુઓ એક્સક્લૂસિવ તસવીરોમાં
 • અત્રે નોંધનીય છે કે આજે ભારતમાં એવા ઘણા એડવેંચર સ્પોટ છે જેની કલ્પના એક રોમાંચ રસિયાઓએ કદાચ જ કરી હશે. તો આ ક્રમમાં અમે આજે અમારા આ આર્ટિકલ દ્વારા આપને ભારતના ટોપ 10 એડવેંચર સ્પોટ્સથી અવગત કરાવીશું, સાથે અમે આપને એ પણ જણાવીશું કે શું છે જે આપે અત્રે ચોક્કસ કરવું જોઇએ.

  સ્લાઇડરમાં તસવીરો સાથે મેળવો એડવેંચર સ્પોટ અંગેની તમામ માહિતી...

  લદ્દાખ

  લદ્દાખ

  ઇંડસ નદીના કિનારા પર વસેલું 'લદ્દાખ', જમ્મુ અને કાશ્મીર રાજ્યનું એક પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ છે. તેને લાસ્ટ સંગ્રીલા, લિટિલ તિબ્બત, મૂન લેંડ અથવા બ્રોકન મૂન વગેરે નામથી પણ ઓળખવામાં આવે છે. સુંદર તળાવો અને મઠ, મનને સમ્મોહિત કરી દેનાર પરિદ્રશ્ય અને પહાડો અત્રેના મુખ્ય આકર્ષણો છે. લદ્દાખ વિશ્વના બે પ્રમુખ પર્વત શ્રેણીઓ, કારાકોરમ અને હિમાલયની વચ્ચે સમુદ્રની સપાટીથી 3500 મીટરની ઉંચાઇ પર આવેલું છે. આ ઉપરાંત જાંસ્કર અને લદ્દાખની સમાનાંતર પર્વતમાળાઓ, લદ્દાખની ઘાટીને ચારેય તરફથી ઘેરે છે.

  સ્ટોક કાંગડી

  સ્ટોક કાંગડી

  લદ્દાખથી થોડાક જ અંતરે સ્થિત સ્ટોક કાંગડી એડવેંચરના શોખીનો માટે કોઇ સ્વર્ગથી ઓછું નથી. આ સ્થાનની સુંદરતા એવી છે જે કોઇપણ પ્રવાસીને મંત્રમુગ્ધ કરી શકે છે. જો આપને આ સ્થાનની સુંદરતાને ઓળખવી હોય તો આપ અત્રે આવીને પેરા ગ્લાઇડિંગનો આનંદ ચોક્કસ ઉઠાવો.

  સિક્કિમ

  સિક્કિમ

  કોઇ પ્રવાસન સ્થળ પર ફરવા જવું હંમેશા એક રોમાંચકારી અનુભવર હોય છે. સિક્કિમને ભારતના સુંદર શહેરોમાંથી એક માનવામાં આવે છે અને પ્રકૃતિના વરદાનથી ભરેલી આ જાદુઇ સ્થળ ઇમાલય પર્વત ક્ષેત્રમાં સ્થિત છે. આવી ઘણી જગ્યાઓમાં આ સ્થળ મહત્વપૂર્ણ સ્થાનો માટે જાણીતું છે અને એવું કહેવાય છે કે આપના જીવન દરમિયાન જો આપ અહીં ના આવ્યા તો આપે ઘણું બધું ગુમાવ્યું છે.

  બીર

  બીર

  બીર હિમાચલ પ્રદેશના પ્રવાસન સ્થળોમાં લોકપ્રીય સ્થળોમાંથી એક છે. આ શહેરની પ્રમુખ વસ્તી પડોશી દેશ તિબ્બતથી આવેલ શરણાર્થી છે. અધ્યયન કેન્દ્રો ઉપરાંત બીર સાહસિક રમતો માટેનું પણ સ્થળ છે. ભારતની પેરાગ્લાઇડિંગ રાજધાની કહેવાતા આ ક્ષેત્રમાં પેરાગ્લાઇડિંગના અનેક સ્થાન છે. દરવર્ષે અહીં પેરાગ્લાઇડિંગ પ્રી વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવે છે. આ ઉપરાંત આપ અહીં હેંગ ગ્લાઇડિંગની કોશીશ પણ કરી શકો છો.

  પશ્ચિમ બંગાળ

  પશ્ચિમ બંગાળ

  પાછલા ઘણા વર્ષોમાં પશ્ચિમ બંગાળના પ્રવાસન સ્તરમાં વધારો થયો છે, જે પારંપરિક અને આધુનિક સંસ્કૃતિનું મિશ્રણ દર્શાવે છે, તથા મોટી સંખ્યામાં પ્રવાસીઓને આકર્ષિત કરે છે. પશ્ચિમ બંગાળની ભૌગોલિક સ્થિતિ વિવિધ પ્રકૃતિની છે. આ રાજ્યના ઉત્તરી ભાગમાં હિમાલયની શ્રેણીયો છે જે ઉચ્ચતમ બિંદુને દર્શાવે છે તથા તે આસામ અને સિક્કિમની સીમાઓની સાથે જોડાયેલ છે.

  અંદમાન

  અંદમાન

  હંમેશા વ્યક્તિ એકાંતની તલાશમાં ઘણા સમુદ્ર તટો તરફ ખેંચાઇ આવે છે. શાંતિમાં માહ્લવા માટે અંડમાન અને નિકોબાર દ્વિપ એકદમ યોગ્ય સ્થાન છે. આ બંને દ્વિપ પોતાના સાફ અને સુંદર સમુદ્રી તટો માટે જાણીતા છે. અત્રે પ્રવાસીઓને સ્કૂબા ડાઇવિંગની તક મળે છે, જેને તેઓ પાણીની નીચે વસેલ જીવ અને અન્ય પ્રકારના સમુદ્રી છોડવાને જોવાનો લાહવો મળે છે.

  કામશેત, મહારાષ્ટ્ર

  કામશેત, મહારાષ્ટ્ર

  એડવેંચરના શોખીનો માટે મહારાષ્ટ્રનું કામશેત પણ કોઇ સ્વર્ગથી ઓછું નથી. જો આપ એડવેંચર રમતોના શોખીન હોવ તો આ સ્થાન આપના માટે છે. અત્રે આવીને આપ પેરાગ્લાઇડિંગ, ટ્રેકિંગ, બાઇકિંગ જેવી રમતોનો આનંદ લઇ શકે છે.

  ઋષિકેશ

  ઋષિકેશ

  ઋષિકેશને દેવભૂમિના નામથી પણ ઓળખવામાં આવે છે, તે દેહરાદૂન જિલ્લાનું એક પ્રમુખ તીર્થસ્થાન છે. ઋષિકેશમાં આપ વિશિષ્ઠ ગુફાની યાત્રા કરવાનું ના ચૂકતા. અત્રે આપ રિવર રાફ્ટિંગની મજા માણી શકો છો. આ ઉપરાંત આપ દોરડાથી પોતાને બાંધીને નદી પાર કરવાનો અનોખો અનુભવ પણ કરી શકો છો.

  નેત્રાની

  નેત્રાની

  જો આપ સમુદ્રની અંદરના જીવનને નજીકથી જોવા માટે ઇચ્છુક હોવ તો કર્ણાટક સ્થિત નેત્રાનીનો પ્રવાસ ચોક્કસ ખેડો. અમારો દાવો છે કે આપના દ્વારા કરવામાં આવેલી આ યાત્રા ખાસ બની રહેશે. અત્રે આપ સ્કૂબા ડાઇવિંગ કરવાની મજા માણી શકો છો.

  લક્ષદ્વીપ

  લક્ષદ્વીપ

  લક્ષદ્વીપ જે પહેલા લક્કાદીવસના નામથી ઓળખાતુ હતું, 39 દ્વીપો અને નાના દ્વીપોનો એક સમુહ છે, જે ઝડપથી એક પ્રવાસન આકર્ષણ બની ગયું છે. દ્વીપનો દરિયા કિનારો 132 કિલોમીટર લાંબો હોવાના કારણે આ સ્થળને વોટર સ્પોર્ટ માટે ઉત્તમ માનવામાં આવે છે. અત્રે આવનારાઓ માટે સ્કૂબા ડાઇવિંગ હંમેશા લોકપ્રિય પ્રવાસન પ્રવૃત્તિ રહી છે. આ સ્થળ અનુભવી મરજીવાઓ માટેનું મક્કા કહેવાય છે.

  હિમાચલ પ્રદેશના સુંદર-મનમોહક સરોવર તસવીરોમાં...

  હિમાચલ પ્રદેશના સુંદર-મનમોહક સરોવર તસવીરોમાં...

  હિમાચલ પ્રદેશના સુંદર-મનમોહક સરોવર તસવીરોમાં...

  English summary
  Check out the best adventure spots of India.
  ઝડપી સમાચાર અપડેટ
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more