For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતના આ શહેરની રક્ષા કરે છે પર્વતો

|
Google Oneindia Gujarati News

મણિપુરની રાજધાની ઇમ્ફાલ, ઉત્તર પૂર્વીય ભારતમાં સંપૂર્ણપણે સમેટાયેલું એક નાનું અમથું શહેર છે. ઇમ્ફાલ દ્વીતિય વિશ્વ યુદ્ધ દરમિયાન સમાચારમાં આવ્યું હતું, જ્યારે જાપાનીઓએ ભારતમાં પ્રવેશ કર્યો અને ક્ષેત્ર ભરમાં યુદ્ધ છેડ્યું હતું. ઇમ્ફાલની લડાઇ અને કોહિમાની લડાઇનું દ્વિતીય વિશ્વ યુદ્ધના ઇતિહાસમાં ઘણો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, કારણ કે ત્યારે આ પહેલીવાર થયું હતું કે કોઇએ ક્રૂર જાપાની ફોજને એશિયન ધરતી પર હરાવ્યું હતું. અનેક લોકોએ વિચાર્યું કે ઇમ્ફાલ યુદ્ધથી ઘણું પ્રભાવિત થશે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે શહેર એક નવા ઉત્સાહ સાથે પુનર્નિર્મિત થયું.

ઇમ્ફાલમાં જોવા માટે અનેક પ્રવાસન સ્થળ છે. કાંગલા ફોર્ટ ઇમ્ફાલમાં સૌથી વધુ જોવાલાયક સ્થળોમાનું એક છે, અહીં 2004 સુધી આસામ રાઇફલ્સના નિયંત્રણ હેઠળ હતું. ત્યારબાદ વડાપ્રધાન ડો. મનમોહન સિંહએ ભૂમિને ઔપચારિક રીતે રાજ્ય સરકારને સોંપી દીધું હતું. કાંગલા એક મેઇતી શબ્દ છે, જેનો અર્થ છે, શુષ્ક ભૂમિ અને ઇમ્ફાલ નદીના તટ પર સ્થિત છે.

ઇમ્ફાલના ઇતિહાસની વાત કરવામાં આવે તો, બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન ખ્યાતિ મેળવી તે પહેલા 1826 બાદ ઇમ્ફાલ મણિપુરના સમ્રાટની રાજધાની હતી, પરંતુ આ ઉલ્લેખનીય છે કે યુદ્ધ પહેલા, 1891માં એંગ્લો મણિપુરી યુદ્ધ દરમિયાન, ઇમ્ફાલ અંગ્રેજોની નજરમાં આવ્યું હતું. બ્રિટિશોએ સ્થાનિક રાજાને હરાવી દીધા હતા અને 1947 સુધી ભારત આઝાદ થયો ત્યાં સુધી અંગ્રેજી શાસન આધિન હતું. એકવાર જ્યારે બ્રિટિશ ઇમ્ફાલમાં વસવા લાગ્યા, તેમણે શહેરના સામરિક સ્થાનનું મુલ્યાંકન શરૂ કરી દીધુ અને બ્રિટિશ શાસન દરમિયાન પર્યાપ્ત રીતે તેને સંસાધિત કરવામાં આવ્યું. જ્યાં જાપાનીઓએ ઇમ્ફાલ પર હુમલો કર્યો, ત્યારે બ્રિટિશના કારણે જ આ શહેર એ ખતરનાક સેનાને હરાવવામાં સમર્થ થઇ શક્યું, કારણ કે એ લોકોએ આ યુદ્ધ માટે શહેરને સંપૂર્ણ રીતે વિકસિત કરી દીધું હતું.

ઇમ્ફાલ નામ યમ્ફાલમાંથી લેવામાં આવ્યું છે, જેનો અર્થ છે, અનેક ગામોન ભૂમિ. મેદાનોથી પર્વતોનો મેળાપ કરાવવામાં આવે તો અંતહીન ક્ષિતિજ એક રહસ્યપૂર્ણ પ્રભાવ આપવામાં આવે છે. જ્યારે પણ જાઓ ઇમ્ફાલ હંમેશા એટલું જ સુંદર દેખાય છે. ઇમ્ફાલ આલીશાન દરેક પર્વતોથી ઘેરાયેલું હોય છે, જે એક કિલ્લાના રૂપમાં શહેરની રક્ષા કરે છે. અહીં ઇમ્ફાલ, સેકમઇ, ઇરિલ, થોબલ અને ખુગા જેવી રાજધાનીની આસપાસ પર્વતોની આરપાર થતી અનેક નદીઓ છે. કટહલના ઝાડ અને દેવદારના ઝાડ શહેરની સુંદરતાને અનેકગણી વધારીને તેને ચિન્હિત કરે છે. ઇમ્ફાલ અને કોઇ કારણે નહીં, પરંતુ માત્ર પોતાના વનીય સુંદરતા માટે જાણીતું છે.

ઇમ્ફાલ પ્રાચીન અવશેષો, મંદિરો, સ્મારકોથી ભરેલું હોય છે, જે પ્રવાસી અને ઇતિહાસકારોને સમાન રીતે આકર્ષિત કરે છે. યુદ્ધ સ્મારક ઇમ્ફાલનું એક પ્રમુખ પ્રવાસન આકર્ષણ છે. મેઇતી ઇમ્ફાલ ઘાટીમાં વસ્તી મુખ્ય જાતિ છે, જ્યારે અહીં અનેક અન્ય આદિવાસી સમુહ છે, જે અનેક પેઢીઓથી અહીં રહી રહ્યાં છે. બામન યા મણિપુરી બ્રાહ્મણ, પંગન, મણિપુરી મુસલમાન પણ શહેરના મુખ્ય રહેવાસી છે. કાઇબુર્સ, ટાંગખુલ્સ અને પાઇતેની પર્વતીય જનજાતિઓ પણ અહીં આવીને વસી છે. તો ચાલો તસવીરો થકી જોઇએ ઇમ્ફાલને.

પોલો ગ્રાઉન્ડ

પોલો ગ્રાઉન્ડ

ઇમ્ફાલમાં આવેલું પોલો ગ્રાઉન્ડ

ઇમા કિથેલ

ઇમા કિથેલ

ઇમ્ફાલમાં આવેલા ઇમા કિથેલનું બજાર

કાંગલા પેલેસ

કાંગલા પેલેસ

ઇમ્ફાલનો કાંગલા પેલેસ અને ડ્રેગન

કાંગલા કિલ્લો

કાંગલા કિલ્લો

ઇમ્ફાલના કાંગલા પેલેસનો કિલ્લો

કાંગલા પેલેસનો દ્વાર

કાંગલા પેલેસનો દ્વાર

ઇમ્ફાલમાં આવેલા કાંગલા પેલેસનો દ્વાર

વાંગ્ખે અને શ્રી ગોવિંદાજી મંદિર

વાંગ્ખે અને શ્રી ગોવિંદાજી મંદિર

ઇમ્ફાલમાં આવેલું વાંગ્ખે અને શ્રી ગોવિંદાજી મંદિર

શ્રી ગોવિંદાજી મંદિર

શ્રી ગોવિંદાજી મંદિર

ઇમ્ફાલમાં આવેલું શ્રી ગોવિંદાજી મંદિર

મંદિરની આસપાસ ઘંટીઓ

મંદિરની આસપાસ ઘંટીઓ

ઇમ્ફાલમાં આવેલા મંદિરની આસપાસની ઘંટીઓ

રાસલીલા

રાસલીલા

ઇમ્ફાલનો મણિપુરી ડાંસ

કૃષ્ણ-રાધા લવ સ્ટોરી

કૃષ્ણ-રાધા લવ સ્ટોરી

ઇમ્ફાલમાં કૃષ્ણ-રાધાની લવ સ્ટોરી

English summary
Imphal, the capital of Manipur is a tucked away small town in north east India. Imphal came to prominence during the Second World War when the Japanese entered India and waged war over the area.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X