• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

રાજસ્થાનના આ 'સન સિટી'ની થઇ જાય એક યાત્રા તસવીરોમાં...

|

જોધપુર, જયપુર બાદ રાજસ્થાનનું બીજું સૌથી મોટું શહેર છે. અત્રે નોંધનીય છે કે પોતાની અનોખી વિશેષતાઓના કારણે આ શહેરને બે ઉપનામો 'સન સિટી' અને 'બ્લૂ સિટી'ના નામથી જ ઓળખવામાં આવે છે. આપને બતાવી દઇએ કે ઉપર બતાવવામાં આવેલા નામોમાં સન સિટી નામ જોધપુરમાં ચળકતા તડકાના હવામાનના કારણે આપવામાં આવ્યું છે. જ્યારે 'બ્લૂ સિટી' નામના શહેરના મેહરાનગઢ કિલ્લાની આસપાસ સ્થિત વાદળી રંગના ઘરોના કારણે આપવામાં આવેલ છે.

સ્થાનીય વ્યંજનો, શોપિંગ અને તહેવારો ઉપરાંત, જોધપુર જુના શાહી કિલ્લા, સુંદર મહેલો, બગીચાઓ, મંદિરો, અને હેરિટેજ હોટલો માટે પણ પ્રસિદ્ધ છે. આ પ્રવાસીઓ આકર્ષણ ઉપરાંત ઉમ્મેદ ભવન પેલેસ એક ઉલ્લેખનીય સ્મારક છે. આ સુંદર મહેલ ભારત- ઔપનિવેશિક સ્થાપત્ય શૈલી અને કળાનું એક આદર્શ ઉદાહરણ છે. આજે અમારા આ આર્ટિકલ દ્વારા અમે આપને બતાવીશું કે જોધપુર યાત્રા પર એવું શું છે કે જેને આપ ચોક્કસ જોવાનું પસંદ કરશો. એવા કયા કયા સ્થળ છે જેની યાત્રા આપ ચોક્કસ કરો.

  • ઉમ્મેદ ભવન પેલેસ

ઉમ્મેદ ભવન પેલેસનું નામ તેના સંસ્થાપક મહારાજા ઉમ્મેદ સિંહના નામથી રાખવામાં આવ્યું છે. ચિત્તર પહાડી પર હોવાના કારણે આ સુંદર મહેલ 'ચિત્તર પેલેસ'ના નામે પણ ઓળખાય છે. આ ભૌતિક-ઔપનિવેશિક સ્થાપત્ય શૈલી અને ડેકો-કલાનું એક આદર્શ ઉદાહરણ છે.

  • મેહરાનગઢ કિલ્લો

મેહરાનગઢ કિલ્લો એક બુલંદ પહાડી પર 150 મીટરની ઊંચાઇ પર સ્થિત છે. આ શાનદાર કિલ્લો રાવ જોધા દ્વારા ઇ.સ 1459માં બનાવવામાં આવ્યો હતો. આ કિલ્લો જોધપુર શહેરથી સડક માર્ગ દ્વારા પહોંચી શકાય છે. આ કિલ્લાના સાત ગેટ છે, જ્યાં આગંતુક બીજા યુદ્ધ દરમિયાન ગેટ પર કરવામાં આવેલા હુમલાના નિશાન જોઇ શકે છે.

  • કેવી રીતે આવશો

જોધપુર શહેરનું પોતાનું હવાઇ મથક અને રેલવે સ્ટેશન છે જે પ્રમુખ ભારતીય શહેરો સાથે જોડાયેલ છે. નવી દિલ્હીનું ઇંદિરા ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઇ મથક નજીકનું આંતરરાષ્ટ્રીય એરબેસ છે. પ્રવાસીઓ જયપુર, દિલ્હી, જેસલમેર, બીકાનેર, આગરા, અમદાવાદ, અજમેર, ઉદયપુર અને આગરાથી બસ દ્વારા પણ અત્રે આવે છે.

આ સન સિટીની યાત્રા કરો તસવીરોમાં...જેમાં છે ઘણા જોવાલાયક સ્થળો...

ઉમ્મેદ ભવન પેલેસ

ઉમ્મેદ ભવન પેલેસ

ઉમ્મેદ ભવન પેલેસનું નામ તેના સંસ્થાપક મહારાજા ઉમ્મેદ સિંહના નામથી રાખવામાં આવ્યું છે. ચિત્તર પહાડી પર હોવાના કારણે આ સુંદર મહેલ 'ચિત્તર પેલેસ'ના નામે પણ ઓળખાય છે. આ ભૌતિક-ઔપનિવેશિક સ્થાપત્ય શૈલી અને ડેકો-કલાનું એક આદર્શ ઉદાહરણ છે. ડેકો કલા સ્થાપત્ય શૈલી અત્રે હાવી છે અને તે 1920 અને 1930ના દાયકાની આસપાસની શૈલી છે. આપને બતાવી દઇએ કે સુંદર મહેલના વાસ્તુકાર હેનરી વોન હતા. આજ મહેલનો એક ભાગ હોટલમાં પરિવર્તિત કરી દેવામાં આવ્યો છે, જ્યારે બાકીના હિસ્સાને એસ સંગ્રહાલયના રૂપમાં રાખવામાં આવ્યો છે. ફોટો કર્ટસી- Ghirlandajo

મેહરાનગઢ કિલ્લો

મેહરાનગઢ કિલ્લો

મેહરાનગઢ કિલ્લો એક બુલંદ પહાડી પર 150 મીટરની ઊંચાઇ પર સ્થિત છે. આ શાનદાર કિલ્લો રાવ જોધા દ્વારા ઇ.સ 1459માં બનાવવામાં આવ્યો હતો. આ કિલ્લો જોધપુર શહેરથી સડક માર્ગ દ્વારા પહોંચી શકાય છે. આ કિલ્લાના સાત ગેટ છે, જ્યાં આગંતુક બીજા યુદ્ધ દરમિયાન ગેટ પર કરવામાં આવેલા હુમલાના નિશાન જોઇ શકે છે. કીરત સિંહ સોડા, એક યોદ્ધા જે એમ્બરની સેનાઓની વિરુદ્ધ કિલ્લાનું રક્ષણ કરતા પડી ગયો હતો. તેના સન્માનમાં તેના સન્માનમાં અત્રે એક છતરી બનાવવામાં આવી છે. છતરી એક ગુંબદના આકારનો મંડપ છે જે રાજપૂતોની સમૃદ્ધ સંસ્કૃતિમાં ગર્વ અને સન્માન વ્યક્ત કરવા માટે બનાવવામાં આવે છે, આજે જિલ્લાનો એક ભાગ સંગ્રહાલયમાં ફેરવી દેવાયો છે. આ સંગ્રહાલયમાં 14 કમરા છે જે હથિયારો, ઘરેણા અને વેશભૂષાઓથી સજ્જ છે. આ ઉપરાંત, પ્રવાસીઓ અત્રે મોતી મહેલ, ફુલ મહેલ, શીશા મહેલ, અને ઝાંકી મહેલ જેવા ચાર ઓરડાને પણ જોઇ શકે છે.

ફોટો કર્ટસી- Schwiki

જસવંત થાડા

જસવંત થાડા

જસવંત થાડા, મેહરાનગઢ કિલ્લા પરિસરની ડાબી બાજું સ્થિત છે. આ મહારાજા જસવંત સિંહ દ્વિતિય, જોધપુરના 33માં રાઠોડ શાસકનું આરસપહાણનું એક સુંદર સ્મારક છે. આ સ્મારક તેમના બેટા મહારાજા સરદાર સિંહ દ્વારા 19મી સદીમાં, બનાવવામાં આવ્યું હતું. તે પોતાની આરસપહાણની જટિલ નક્કાશિઓના કારણે 'મારવાડના તાજમહેલ'ના રૂપમાં પણ ઓળખાય છે. મુખ્ય સ્મારક એક મંદિરના આકારમાં બનાવવામાં આવ્યું હતું.

ફોટો કર્ટસી- Flying Pharmacist

બાલસમંદ તળાવ

બાલસમંદ તળાવ

બાલસમંદ તળાવ ઇસ 1159માં બાલાક રાવ પરિહાર દ્વારા નિર્મિત, જોધપુર-મંદૌર રોડ પર સ્થિત છે. પહેલા આ તળાવે મંદૌર માટે એક જળાશયના રૂપમાં કાર્ય કર્યું. આ એક લીલા ઉદ્યાનથી ઘેરાયેલ છે જ્યાં શિયાળ અને મોર મળી આવે છે. બાલસમંદ લેક પેલેસ તળાવમાં સ્થિત છે. આ મહેલે જોધપુરના શાહી પરિવારો માટે એક ગરમીના રાહત પામવાના સ્થાનના રૂપમાં સેવા કરી. પારંપરિક રાજપૂતાના સ્થાપત્ય શૈલીની સાથે, આ મહેલ જોધપુરના પ્રસિદ્ધ હેરિટેજ હોટલોમાંથી એક છે.

ફોટો કર્ટસી- Hector Garcia

કૈલાના તળાવ

કૈલાના તળાવ

મુખ્ય શહેર જોધપુરથી 8 કિમી દૂર સ્થિત કૈલાના તળાવ જોધપુરનું એક મહત્વપૂર્ણ આકર્ષણ છે. 84 વર્ગ કિમીમાં ફેલાયેલ આ તળાવથી જોધપુર અને આસપાસના ભાગોને પાણી મળે છે. આપને બતાવી દઇએ કે આ એક ખૂબ જ સુંદર સ્થાન છે જ્યાં આપને ઘણા પ્રવાસી પક્ષીઓ પણ મળી જશે.

ફોટો કર્ટસી- Archan Dave

ગણગૌર મહોત્સવ

ગણગૌર મહોત્સવ

દેશનોકમાં ઉજવવામાં આવનાર ગણગૌર મહોત્સવ આખા રાજસ્થાનમાં સૌથી રંગીન રૂપથી મનાવવામાં આવતો તહેવાર છે. આ લોકપ્રિય મેળા હિન્દુ દેવતા ગૌરી માતાના સન્માનમાં આયોજિત કરવામાં આવે છે. કહેવામાં આવે છે કે આ મોટાભાગે મહિલાઓ દ્વારા પોતાના પતિના કલ્યાણ માટે મનાવવામાં આવે છે. ગણગૌર મહોત્સવ માર્ચના મહીનામાં 18 દિવસો માટે આયોજિત કરવામાં આવે છે. ઉત્સવના એક ભાગ રૂપે મહિલાઓ દ્વારા મહેંદીનો ઉપયોગ કરવામાં આવે છે જેને પોતાના હાથ અને પગમાં લગાવવામાં આવે છે.

ફોટો કર્ટસી- Ggia

ઘંટા ઘર

ઘંટા ઘર

ઘંટા ઘર એક સુંદર ઘડિયાળ સ્તંભ છે જેને જોધપુરના સ્વર્ગીય સરદાર સિંહ દ્વારા નિર્મિત કરવવામાં આવી હતી. આ ટાવરની પાસે સ્થિત સદર બજાર લોકપ્રિય શોપિંગ ક્ષેત્ર છે. પ્રવાસીઓ રાજસ્થાની વસ્ત્રો, માટીની નાની મૂર્તિઓ, લઘુ ઊંટો અને હાથિયો, આરસપહાણની બનેલી વસ્તુઓ અને પારંપરિક ચાંદીના આભૂષણોને આ બજારથી યોગ્ય કિંમતમાં ખરીદી શકો છો.

ફોટો કર્ટસી- VD

રાવ જોધા ડેજર્ટ રૉક પાર્ક

રાવ જોધા ડેજર્ટ રૉક પાર્ક

જો આપ પ્રકૃતિ સાથે પ્રેમ કરતા હોવ તો આ સ્થળ પર ચોક્કસ આવો. આ પાર્કનું નિર્માણ 2006માં કરવામાં આવ્યું હતું. કહેવામાં આવે છે કે આ પાર્કનું ઉદ્દેશ્ય આર્દ્રભૂમિની પ્રાકૃતિક વનસ્પતિ અને પારિસ્થિતિકીને બહાલ કરવાનું હતું. આ પાર્કમાં આપ કેક્ટસના છોડવાને અલગ-અલગ રીતે જોઇ શકો છો.

ફોટો કર્ટસી- Nevil Zaveri

ભોજન અને શોપિંગ

ભોજન અને શોપિંગ

જોધપુર ખરીદદારો માટે એક રમણીય સ્થળ છે. શહેર ખરીદારીના લોકપ્રિય વિસ્તાર સૌજાતી ગેટ, સ્ટેશન રોડ, ત્રિપોલિયા બજાર, મોચી બજાર, નવી રોડ, અને ઘંટા ઘર છે. પ્રવાસીઓ આ બજારોથી સ્થાનીય હસ્તશિલ્પો, કાપડો, મસાલા, ઉપહારો, સાડીઓ, આભૂષણો, વગેરે ખરીદી શકે છે. આ ઉપરાંત આપ અત્રે આવીને પરંપરાગત રાજસ્થાની ભોજન પણ કરી શકો છો. જોધપુર આવનાર પ્રવાસી માખણવાડી લસ્સી, જે દહી અને ખાંડથી બને છે જેવા સ્થાનીય વ્યંજનનો સ્વાદ ચાખી શકે છે.

ફોટો કર્ટસી- Arian Zwegers

કેવી રીતે આવશો જોધપુર

કેવી રીતે આવશો જોધપુર

જોધપુર શહેરનું પોતાનું હવાઇ મથક અને રેલવે સ્ટેશન છે જે પ્રમુખ ભારતીય શહેરો સાથે જોડાયેલ છે. નવી દિલ્હીનું ઇંદિરા ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઇ મથક નજીકનું આંતરરાષ્ટ્રીય એરબેસ છે. પ્રવાસીઓ જયપુર, દિલ્હી, જેસલમેર, બીકાનેર, આગરા, અમદાવાદ, અજમેર, ઉદયપુર અને આગરાથી બસ દ્વારા પણ અત્રે આવે છે.

ફોટો કર્ટસી- Jean-Pierre Dalbera

English summary
Rajsthan's Sun City Jodhpur is a popular tourist destination in Rajasthan with its many forts, places.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more