For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું તમારી કુંડળીમાં છે એક સફળ બિઝનેસમેન બનવાનો યોગ?

વ્યક્તિના જન્મના યોગ પરથી તેના વ્યવસાય વિશે જાણી શકાય છે. જન્મ કુંડળીના અમુક યોગ તમને કામમાં સફળતા આપાવી શકે છે. કેવી રીતે ? એ માટે વધુ વાંચો અહીં

By Desk
|
Google Oneindia Gujarati News

પૈસા કમાવવાએ જીવનનું સૌથી મોટુ અને મહત્વનું કાર્ય છે. જે માટે આપણને નાનપણથી પૈસાનું મહત્વ અને જીવનની દિશા નક્કી કરવા માટેનું જ્ઞાન આપવામાં આવે છે. કેટલાક બાળકોને નોકરીમાં ઊંચા પદ સુધી પહોંચવું હોય છે તો કેટલાક સારા વેપારી બનવા માંગે છે. આજે આપણે વાત કરીશું વેપાર યોગની. જન્મકુંડળીમાં રહેલા ગ્રહોની સ્થિતિ પ્રમાણે સરળતાથી જાણી શકાય છે કે તમારુ બાળક મોટુ થઈ નોકરી કરશે કે બિઝનેસ. આવો જાણો કુંડળીમાં એવા કયા કયા જન્મ યોગ છે જે સફળ બિઝનેસ બનવા માટે જરૂરી છે. વેપારનો યોગ જોવા માટે જન્મકુંડળીમાં બુધની સ્થિતિ, દશમભાવ એટલે કે કર્મ સ્થાન અને એકાદશ એટલે કે આવકના સ્થાનનું અધ્યયન કરવું જોઈએ. દશમ સ્થાનમાં જે ગ્રહ સ્થિત હોય તેના ગુણ-સ્વભાવ અનુસાર વ્યક્તિનો વ્યવસાય હોય છે. જાણો દશમ ભાવમાં ગ્રહો પ્રમાણે કઈ સ્થિતિ બને છે.

દશમભાવમાં એકથી વધારે ગ્રહો

દશમભાવમાં એકથી વધારે ગ્રહો

જો દશમભાવમાં એકથી વધારે ગ્રહો હોય તો જે ગ્રહ સૌથી વધુ બળવાન હોય છે તેને અનુસાર વ્યક્તિનો વેપાર નક્કી થાય છે. જેમકે દશમભાવમાં શુક્ર હોય તો વ્યક્તિ કોસ્મેટિક્સ, સોદર્ય પ્રસાધન, જ્વેલરી વગેરે જેવા વેપાર સાથે જોડાય છે. જો દશમભાવમાં કોઈ ગ્રહ ન હોય તો દશમેશ એટલે કે દશમભાવનો સ્વામી અનુસાર વેપાર નક્કી થાય છે. જો દશમભાવમાં મંગળ હોય તો વ્યક્તિ પ્રોપર્ટી, રોકાણ વગેરે જેવા કામ કરી લાભ મેળવે છે. દશમ ભાવનો સ્વામી જે ગ્રહોની સાથે હોય છે તે પ્રમાણે વ્યક્તિ વેપાર કરે છે.

વેપાર પર અસર

વેપાર પર અસર

સૂર્યની સાથે જે ગ્રહ સ્થિત હોય તે પણ વેપાર પર અસર કરે છે. જેમકે સૂર્યની સાથે ગુરુ હોય તો વ્યક્તિ હોટલ બિઝનેસ, અનાજ વગેરે જેવા કામમાં જોડાય છે. એકાદશ ભાવ આવકનું સ્થાન છે. આ ભાવમાં રહેલા ગ્રહોની સ્થિતિ પ્રમાણે વેપાર નક્કી કરવામાં આવે છે.કુંડલી સપ્તમભાવ ભાગીદારીનો હોય છે. તેમાં મિત્ર ગ્રહ હોય તો પાર્ટનરશિપથી લાભ થાય છે. શત્રુ હોય તો પાર્ટનરશીપથી નુકશાન થાય છે. મિત્ર ગ્રહ સૂર્ય, ચંદ્ર, બુધ, ગુરુ હોય છે. શનિ, મંગળ, રાહુ, કેતુ પરસ્પર મિત્ર હોય છે.

વેપારમાં સફળ થવા શું કરશો?

વેપારમાં સફળ થવા શું કરશો?

જો તમે એક સફળ વેપારી બનવા ઈચ્છો છો તો જન્મકુંડળીમાં શુભ યોગ હોવું જરૂરી છે. સાથે જ કેટલાક ઉપાયો કરવાથી પણ તમે પોતાના વેપારમાં સફળતા મેળવી શકો છો. બુધ વેપારનો પ્રતિનિધિ ગ્રહ છે. તેથી બુધને મજબૂત કરવો જોઈએ. આ માટે ભગવાન ગણેશને પ્રસન્ન કરવા જોઈએ. દરેક બુધવારે ગણેશજીને 108 દુર્વા અને બેસનથી બનેલી મિઠાઈનો ભોગ લગાવવો જોઈએ.

કેટલીક ખાસ વાતો

કેટલીક ખાસ વાતો

  • બુધ યંત્ર પોતાના વેપારના સ્થાને સ્થાપિત કરો અને નિયમિત તેની પૂજા-અર્ચના કરો.
  • શ્રી યંત્રની પૂજા સર્વસુખ પ્રદાન કરે છે.
  • જન્મકુંડળી દેખાડી શક્ય હોય તો પન્ના ધારણ કરી શકાય છે.
  • મહેનત કરવાથી ક્યારેય પાછા પડશો નહિં.

English summary
Find your Profitable Business Yog in your Kundli in gujarati.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X