Astro Calendar: ઓક્ટોબર 2017 નું જ્યોતિષ કેલેન્ડર

Posted By:
Subscribe to Oneindia News

પં. અનુજ કે. શુક્લનું જ્યોતિષ કેલેન્ડર: ઘરમાં લાગેલા કેલેન્ડરમાં તમે તારીખ, દિવસ, તહેવાર કે રજાઓ વિશે જરૂર જોતા હશો. ક્યારેક તમને એવો પણ વિચાર આવશે કે એવું કોઈ કેલેન્ડર હોય જે આપણને બતાવે કે આજે આપણો દિવસ કેવો રહેશે. આ માટે અમે ખાસ તમારા માટે લાવ્યા છીએ જેને આધારે કયો દિવસ પ્રેમ માટે સારો છે, કયા દિવસે તમને ભાગ્યનો સાથ મળશે, કોઈ સારુ કામ કરવું હોય તો કયા દિવસે કરવું, કયા દિવસે તમને મુશ્કેલી આવી શકે છે વગેરે.

તો તમે તે માટે જ્યોતિષ કેલેન્ડર જોઈ શકો છો. આ કેલેન્ડર પંચાંગને આધારે તમારી રાશિ મુજબ તૈયાર કરવામાં આવ્યું છે. જ્યાં તમે ચંદ્ર રાશિને આધારે જાણી શકશો કે આ મહિને કયો દિવસ તમારા માટે શું લઈને આવી રહ્યો છે. અહીં કેટલાક ચિન્હો અને તેનો અર્થ દર્શાવવામાં આવ્યો છે. જે દિવસે કોઈ ચિન્હ ન હોય તે દિવસે માની લેવું કે તે દિવસ તમારા માટે સામાન્ય રહેશે. એ દિવસે કંઈપણ ખાસ રહેશે નહિં.

કેલેન્ડરમાં દર્શાવેલા ચિન્હોનો અર્થ-

હૃદય-આ દિવસ પ્રેમ પ્રસંગ માટે સારો સાબિત થશે.

વિજળી-આ દિવસે તમારા પર મુશ્કેલી આવી શકે છે.

મકાન-આ દિવસે તમે મકાન ખરીદી કે વેહેંચી શકો છો.

સ્માઈલ-આ દિવસ તમારા માટે ખુશીઓ લાવશે.

ઉદાસી-આ દિવસ તમારા માટે દુઃખ લઈને આવશે.

સ્ટાર-આ દિવસે તમને ભાગ્યનો સાથ મળશે.

સિક્કા-જે તિથિ પર સિક્કો દર્શાવેલો હોય તે દિવસે ધનલાભ થઈ શકે છે.

મેષ

મેષ

કૌટુંબિક વાતાવરણ સુખમય રહેશે. પ્રેમ માટે આ માસ શુભ છે. ઓક્ટોબર માસ તમારા માટે ધન, સુખ, આરોગ્ય, પ્રેમ અને ઉત્તમ ભાગ્ય લઈને આવ્યો છે. તહેવારોના આ સમયે તમે ખુશ રહેશો. નવું ઘર ખરીદવાના યોગ જણાઈ રહ્યા છે. 4, 12, 17 તારીખે તમારો ભાગ્યોદય જણાવે છે. આવનારી આ ખુશીઓને માણો.

વૃષભ

વૃષભ

કેટલીક વસ્તુઓ તમને માનસિક રીતે હેરાન કરી શકે છે, પણ ભાગ્ય સાથે રહેવાથી ઓછી તકલીફ થશે. આ માસ તમારી આર્થિક ઉન્નતિ દર્શાવી રહ્યો છે. અચાનક કેટલાક સ્ત્રોતો તરફથી ધનવર્ષા થઈ શકે છે. પ્રેમ અને લગ્ન જીવન માટે આ સમય રોમાંસ ભર્યો રહેશે.

મિથુન

મિથુન

મિથુન રાશિના જાતકો માટે ઓક્ટોબર માસ રોમાંચિત રહેશે. જેઓ જીવનમાં એકલા છે તેમના જીવનમાં કોઈ ખાસ વ્યક્તિનું આગમન થઈ શકે છે. અને જેઓ પહેલેથી કોઈ સંબંધમાં જોડાયેલા છે તેઓ જીવનમાં સાથે રહેવાના નિર્ણય લઈ શકે છે. જે માટે તૈયારી રાખજો. તમારુ ભાગ્ય બદલાઈ શકે છે.

કર્ક

કર્ક

કર્ક રાશિના જાતકોને ધન લાભનો યોગ છે. આવકનો નવો સ્ત્રોત તમારી સામે આવી શકે છે. જેનાથી તમને મોટો ફાયદો થશે. પ્રેમ જીવનની વાત આગળ વધશે. બંને સંબંધોમાં આગળ વધી શકો છો. પ્રેમી સાથે વારંવાર ડેટ પર જવાનું થશે, જેથી ખુશ રહેશો.

સિંહ

સિંહ

સિંહ રાશિના જાતકો કોઈ વાતથી ગભરાય નહિં તેમનું ભાગ્ય તેમની સાથે છે. દુશ્મનો તમારુ કંઈ જ કરી શકશે નહિં. ઈચ્છિત તમામ કામોની પૂર્તી થશે. નવી મિલકતની ખરીદી કે વેચાણ દ્વારા લાભ મેળવી શકો છો. જીવનમાં રોમાંસ વધશે.

કન્યા

કન્યા

કન્યા રાશિ માટે ઓક્ટોબર માસ મિશ્રિત રહેશે. ભાગ્યોનો સાથ છે નવું કંઈક શરૂ કરવાનું વિચારતા હોવ તેમની માટે આ સમય ઉત્તમ છે. પ્રેમની વાત આગળ વધારી શકો છો. તમારી લાગણીઓ વ્યક્ત કરો તમારો જરૂર સ્વીકાર થશે.

તુલા

તુલા

તુલા રાશિના જાતકો ધ્યાન રાખજો નાની નાની વસ્તુઓ તમને હેરાન કરી શકે છે. તેમ છતાં ભાગ્ય તમારી સાથે છે. તમારા ધારેલા કામો તમે પૂરાં કરી શકશો. લગ્નજીવનમાં પતિ-પત્ની વચ્ચે પ્રેમ વધશે અને સંબંધોમાં મજબૂતાઈ આવશે. પ્રેમી યુગલોને એકબીજાની સાથે રહેવાનો પૂરતો સમય મળી રહેશે.

વૃશ્ચિક

વૃશ્ચિક

વૃશ્ચિક રાશિના જાતકો માટે આ માસ ખુશીઓથી ભરેલો રહેશે. દૂર રહેતા સંબંધિઓ મહેમાન બનીને આવશે. તેમની સાથે તહેવારોનો આ સમય માણશો. પૈસાનો વરસાદ થઈ શકે છે. આવકમાં વધારો થશે. નવી નવી વસ્તુઓની ખરીદી કરશો.

ધન

ધન

ધન રાશિના જાતકોની આર્થિક સ્થિતિ ખૂબ જ સારી જણાઈ રહી છે. ધન વર્ષાનો યોગ જણાઈ રહ્યો છે. શક્ય છે કે તમે તમારા નાણાના યોગ્ય રોકાણ માટે ઘર ખરીદી શકો છો. કૌટુંબિક વાતાવરણ સુખમય રહેશે. આ સમય તમે તમારા સંતાનો અને પરિવારજનો સાથે વિતાવીને સુખ મેળવશો.

મકર

મકર

મકર રાશિના જાતકોના જીવનમાં નિરાશા વધી શકે છે, માટે સાવધાન રહેજો. વેપારીઓ માટે આ સમય આર્થિક લાભનો છે. નવા સોદા તમને મોટો ફાયદો કરાવશે. આર્થિક સ્થિતિ અત્યંત મજબૂત બનશે. પ્રેમી યુગલો એકબીજા સાથે પ્રવાસનું આયોજન કરી શકે છે.

કુંભ

કુંભ

કુટુંબીજનો સાથે સારો સમય વિતશે. તમાર માટે આ માસ શુભ છે. ભાગ્ય તમારી સાથે છે. નવી શરૂઆત કરવામાં વધુ વિચાર કરશો નહિં. નાણાકીય સ્થિતિ પણ તમારી ઘણી સારી રહેશે. અનેક સ્ત્રોતો દ્વારા ધનનું આગમન થતા તમારી મુશ્કેલીઓ હળવી થશે.

મીન

મીન

કોઈ વાતને લઈ સ્ટ્રેસ લેશો નહિં. આ તમારા માટે ખતરનાર સાબિત થઈ શકે છે. તમારા માટે આ શુભ છે. ભાગ્ય મજબૂત રહેવાથી તમારી મુશ્કેલીઓ ઓછી હેરાન કરશે. વેપારમાં ઉન્નતિના યોગ જણાઈ રહ્યા છે. પ્રેમનો એકરાર કરી શકો છે, સફળતા અવશ્ય મળશે.

English summary
Astro calendars show when the stars favour particular zodiac sign. Monthly horoscope for Aries, Taurus, Gemini, Cancer, Leo, Virgo, Libra, Scorpio, Sagittarius, Capricorn, Aquarius and Pisces.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.