For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રક્ષાબંધનમાં થાળીને આ રીતે સજાવો, નહિતર પૂજા રહી જશે અધૂરી

ચાલો જાણીએ પૂજાની થાળીમાં કઈ વસ્તુઓ જરૂરી છે અને તેનુ મહત્વ શું છે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ રક્ષાબંધનનો તહેવાર ભાઈ-બહેનના પ્રેમનુ પ્રતીક છે. આ વખતે રક્ષાબંધન 11મી ઓગસ્ટે મનાવવામાં આવી રહી છે. આ દિવસે બહેનો તેમના ભાઈઓના કાંડા પર રાખડી બાંધે છે અને તેમના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે. ભાઈઓ પણ તેમની બહેનોને ભેટ આપતી વખતે તેમની બહેનોની રક્ષા કરવાનુ વચન આપે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રક્ષાબંધન પર ભાઈને રાખડી બાંધતા પહેલા તેની પૂજા કરવામાં આવે છે. તિલક વગેરે લગાવવામાં આવે છે. ચાલો જાણીએ પૂજાની થાળીમાં કઈ વસ્તુઓ જરૂરી છે અને તેનુ મહત્વ શું છે.

ચોખા

ચોખા

હિન્દુ ધર્મમાં પૂજાની થાળીમાં પણ અક્ષત એટલે કે ચોખાનુ વિશેષ મહત્વ જણાવવામાં આવ્યુ છે. કોઈપણ શુભ કાર્યમાં અક્ષતનો અવશ્ય સમાવેશ થાય છે. તેથી અક્ષતને રાખડીની થાળીમાં સામેલ કરવા જ જોઈએ. કહેવાય છે કે અક્ષત પૂર્ણતાનુ પ્રતીક છે અને તેનો ઉપયોગ કરવાથી ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય છે. તેથી તિલક કરતી વખતે તમારે અક્ષત લગાવવુ જોઈએ. કહેવાય છે કે અક્ષત લગાવવાથી ભાઈનુ આયુષ્ય લાંબુ થાય છે અને તે સમૃદ્ધ રહે છે.

દીવો પ્રગટાવી આરતી કરો

દીવો પ્રગટાવી આરતી કરો

કહેવાય છે કે રાખડીની પૂજા થાળીમાં દીવો પ્રગટાવ્યા પછી આરતી કરો. અગ્નિના દેવતા દીપમાં નિવાસ કરે છે જે કોઈપણ ધાર્મિક કાર્યમાં શુભ હોય છે. દીવો પ્રગટાવવાથી નકારાત્મકતા સમાપ્ત થાય છે. તેથી રાખડી બાંધ્યા પછી ભાઈની આરતી કરો. આમ કરવાથી ભાઈ પરની નકારાત્મક અસર ખતમ થઈ જશે.

કુમકુમ તિલક

કુમકુમ તિલક

રક્ષાબંધન પર ભાઈ માટે થાળી સજાવતી વખતે તેમાં કુમકુમનો સમાવેશ કરવો જોઈએ. સિંદૂર અથવા કુમકમને દેવી લક્ષ્મીનુ પ્રતrક માનવામાં આવે છે. તમારી થાળીમાં કુમકુમ અવશ્ય સામેલ કરો. ભાઈને સિંદૂરનું તિલક લગાવવાથી માતા લક્ષ્મીની કૃપા હંમેશા તેના પર બની રહે છે. સાથે જ પૈસાની પણ કમી નથી રહેતી.

ચંદનના તિલકથી મન થશે શાંત

ચંદનના તિલકથી મન થશે શાંત

જ્યોતિષમાં કહેવાયુ છે કે ભાઈના માથા પર ચંદન લગાવવાથી ભાઈનુ મન શાંત રહે છે. કપાળ પર ચંદન લગાવવાથી ભાઈને ભગવાન વિષ્ણુ અને ગણેશની કૃપા પ્રાપ્ત થાય છે. ચંદન લગાવવાથી મન શાંત રહે છે અને ભાઈઓ ધર્મ અને કર્મના માર્ગથી ભટકાતા નથી.

English summary
Raksha Bandhan: Keep these things in Rakhi thali for brother's puja
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X