For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Vastu Tips : વધી રહ્યું છે દેવું? આ ઉપાયોથી મળશે છુટકારો

Vastu Tips : વાસ્તુ શાસ્ત્રમાં ધનના અવરોધ દૂર માટે ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે. જેમાં ઘણી એવી વસ્તુઓ એવી છે જેના કારણે ધનમાં ઘટાડો થાય છે અને દેવામાં વધારો થાય છે.

|
Google Oneindia Gujarati News

Vastu Tips : વાસ્તુ શાસ્ત્રમાં ધનના અવરોધ દૂર માટે ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે. જેમાં ઘણી એવી વસ્તુઓ એવી છે જેના કારણે ધનમાં ઘટાડો થાય છે અને દેવામાં વધારો થાય છે. આવા સમયે તમારે કેટલીક વાતોનું ધ્યાન રાખવાથી તમાને આ સમસ્યામાંથી છુટકારો મળશે.

Vastu Tips

તૂટેલા વાસણ માનવામાં આવે છે અશુભ

જો તમારા ઘરમાં તૂટેલા વાસણ હોય તો તેને તરત જ બહાર કાઢો. ઘણીવાર લોકો ઘરના માળીયા પર તૂટેલા વાસણ છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરની સમૃદ્ધિ માટે તૂટેલા વાસણ રાખવા અશુભ માનવામાં આવે છે.

ઘરમાં તૂટેલા વાસણો ન રાખવા જોઇએ. આના કારણે પણ દેવું વધી શકે છે. વાસ્તુ અનુસાર એવું માનવામાં આવે છે કે, ખાવાના વાસણો બિલકુલ તુટેલા ન હોવા જોઈએ. ઘણી વખત ઘરના સ્ટોર રૂમમાં તૂટેલા વાસણો રાખવામાં આવે છે. આવું કરવું વાસ્તુની દૃષ્ટિએ ખૂબ જ ખરાબ છે અને તમારા ખરાબ સમયને આમંત્રણ આપવા જેવું છે. તૂટેલું વાસણ એ ગરીબીની નિશાની છે.

ક્યારેય બંધ ઘડિયાળ ન રાખવી

દિવાલ પર લટકતી ઘડિયાળ દરેકના ઘરમાં હોય છે. વાસ્તુમાં ઘડિયાળ સંબંધિત ઘણા નિયમો જણાવવામાં આવ્યા છે. જો ઘરમાં કોઈ ઘડિયાળ બંધ પડેલી હોય અથવા કામ ન કરતી હોય, તો તે ઘર પણ નિર્જીવ બની જાય છે. રોગ હંમેશા ત્યાં રહે છે અને પૈસાની પણ તંગી રહે છે, તેથી ઘરની અંદર ક્યારેય બંધ ઘડિયાળ ન રાખવી જોઈએ.

તૂટેલો અરીસો ન રાખવો

તૂટેલો અરીસો પણ દેવાનું કારણ બની શકે છે. આવા કિસ્સામાં, તેને ઘરની બહાર ફેંકી દેવો જોઇએ. જો તમે બેડરૂમમાં ડ્રેસિંગ ટેબલ રાખો છો તો તેનો અરીસો બેડની સામે ન રાખવો જોઈએ. જો ઘરની અલમારીમાં અરીસો હોય તો તેને ઢાંકીને રાખવો. રૂમમાં કાટવાળો કે તૂટેલા કાચ ન લગાવવા જોઈએ.

તૂટેલા ફર્નીચર ઘરમાં ન રાખવા

તૂટેલા ફર્નીચરને ઘરમાં ન રાખવા જોઈએ, સ્ટોરમાં પણ તેને ન રાખવા જોઇએ. આ અશુભ માનવામાં આવે છે. જેના કારણે ઘરમાં નકારાત્મક ઉર્જા રહે છે. પરિવારના સભ્યોમાં માનસિક તણાવ રહે.

ઘરમાં ક્યારેય તૂટેલા ખાટલા ન હોવા જોઈએ. જેના કારણે વિવાહિત જીવનમાં મુશ્કેલીઓ આવે છે. ઘરમાં શાંતિ નથી રહેતી અને લક્ષ્મીજી નારાજ થઇ જાય છે.

English summary
Vastu Tips : Increasing debt? These remedies will get rid of it
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X