નાની જગ્યામાં કાર પાર્ક કરવા માંગો છો તો ફોલો કરો આ ટિપ્સ

Posted By:
Subscribe to Oneindia News

કાર પાર્ક કરવી એક માથાકૂટ ભરેલું કામ છે. કારમાં પરિવાર સાથે સફર કરવી, અલગ અલગ જગ્યાએ જવું તો દરેકને ગમે છે પણ ક્યારેક કોઇ ભરચક જગ્યાએ પરિવાર સાથે ગયા હોવ અને પાર્કિંગ ઓલમોસ્ટ ફૂલ હોય ત્યારે પાર્કિંગ શોધવું, નાનકડી જગ્યામાં મહામહેનત ગાડી પાર્કિંગ કરવી તે કેટલું દુષ્કર બની શકે છે તે વાત ખાલી તે જ સમજી શકે છે જેને ગાડી ચલાવતા આવડતી હોય.

તેમાં કોઇ શક નથી કે ગાડી ચલાવવી અને તેમાંય ગાડીને ઠીક રીતે પાર્ક કરવી એક મહેનત માંગી લે તેવું કામ છે. તો જો તમે આવી જ કોઇ ભરચક જગ્યાએ ગયા હોવ અને નાનકડી કે સાંકડી જગ્યામાં તમારે તમારી ગાડી પાર્ક કરવી પડે તો નીચેની આ ટિપ્સ તમારી આ મુશ્કેલીને સરળ બનાવી શકે છે. તો શું છે આ ટીપ્સ વાંચો અહીં...

પાર્કિંગ ટિપ્સ

પાર્કિંગ ટિપ્સ

ખુલ્લી જગ્યામાં પાર્કિંગ કરવું સરળ છે પણ તમારું જજમેન્ટ કેવું સારું છે તે વાતની પોલ ત્યારે ખુલે છે જ્યારે નાની જગ્યામાં તમારે પાર્કિંગ કરવું પડે છે. તો શું કરશો વાંચો આગળની સ્લાઇડમાં....

યોગ્ય જગ્યાની પસંદગી

યોગ્ય જગ્યાની પસંદગી

તમારી કારની સાઇઝ અને જગ્યાનું માપ તોલ કરી પહેલા જ તે નિર્ણય લઇ લો કે તમારી ગાડી તે જગ્યામાં ફિટ આવી જશે કે નહીં. પછી ઇન્ડિકેટર દ્વારા અન્ય કાર ચાલકોને જણાવી દો કે તમે પાર્ક કરી રહ્યા છો.
હંમેશા યાદ રાખો પાર્કિંગ બાદ પણ આગળ અને પાછળ બે ફૂટની જગ્યા હોય તો જ તે નાનકડી જગ્યાએ પાર્કિંગ કરવાની જહેમત કરો.

ટિપ્સ 3

ટિપ્સ 3

તમને જ્યારે યોગ્ય જગ્યા મળી જાય ત્યારે પોતાની કાર તે જગ્યાથી આગળ ઊભી કરો. અન્ય કોઇ કાર હોય તો બન્ને વચ્ચેનું અંતર એક હાથની દૂરીએ છે કે નહીં તે ચકાશો. પાર્કિંગ વખતે અન્ય કારોથી પણ ટકરાવ ના થાય તેનું ખાસ ધ્યાન રાખો.

પાર્કિંગ ટિપ્સ

પાર્કિંગ ટિપ્સ

સમાતંર પાર્કિંગ માટેની સૌથી જરૂરી છે તે ખાલી સ્થળ પર તમારી કારની એન્ટ્રી કરવી. રિવર્સ ગિયર લગાવી, કારના સ્ટિયરિંગ વ્હીલને યોગ્ય સ્થિતિ મુજબ (ઉદા. તરીકે ડાબે કે જમણે સ્થિત મુજબ) વાળો. કારની ધીરે ધીરે પાછળ કરો અને ફૂટપાથથી 45 ડિગ્રીનો કોણ થતા સ્ટીયરિંગ વ્હીલને ફટાકની સીધુ કરો.

પાર્કિંગ ટિપ્સ

પાર્કિંગ ટિપ્સ

કારને 45 ડિગ્રના કોણ પર જ બ્રેક કરતા ધીરે ધીરે તે ખાલી પાર્કિંગની જગ્યામાં પ્રવેશો. જ્યારે મોટા ભાગનો વિસ્તાર કવર થઇ જાય ત્યારે ગાડીને સીધી કરો. આવુ ત્યારે કરો જ્યારે ફૂટપાટ તમારાથી એક ફીટની દૂરી પર હોય અને બીજી કાર પણ દૂરી પર હોય.

ગાડી સીધી કરો

ગાડી સીધી કરો

જ્યારે તમે ખાલી જગ્યામાં પોતાની કાર પૂર્ણ રીતે બેક કરી ચૂક્યા હોવ તો કારના સ્ટીયરિંગને ફરી સ્થિતિ મુજબ વાળી રિવર્સની પ્રક્રિયા પૂર્ણ કરો.
ટિપ્સ- પાર્કિંગ વખતે કારનો ડાબો રિયર વ્યૂ થોડા નીચે કરો જેથી તમને ફૂટપાથ દેખાય. જો તમે સાઇડ વોકને નથી જોઇ શકતા તો બની શકે તમે બહુ નજીક પહોંચી ગયા છો.

પાર્કિંગ ટિપ્સ

પાર્કિંગ ટિપ્સ

સમાતંર પાર્કિંગ કરી આગળ પાછળની કાર વચ્ચેનું અંતર યોગ્ય રીતે ચકાસી લો. અને બહાર નીકળીને પણ એક વાર જોઇ લો તમે કાર સીધી પાર્ક કરી છે કેમ.

પાર્કિંગ ટિપ્સ

પાર્કિંગ ટિપ્સ

પાર્કિગ લખીને સમજવાવું થોડું મુશ્કેલ છે. પણ પ્રેક્ટિસથી તમે પણ ધીમે ધીમે નાની જગ્યામાં પાર્ક કરતા શીખી જશો. જો તમે નવ શીખીયા હોવ તો નાની જગ્યાએ પાર્કિંગ કરવાનું હાલ પૂરતું રહેવા દો.

English summary
Read how to parallel park your car. Parallel parking is an important skill especially in the city.
Please Wait while comments are loading...