આ 10 બ્રાન્ડ ભારતીયોમાં છે સૌથી લોકપ્રિય

Posted By: Staff
Subscribe to Oneindia News

ભારતીય બજાર એક એવું બજાર છે કે જેમાં જો કોઇ કંપની પોતાની શાનદાર પ્રોડક્ટ રજુ કરે અને એ પ્રોડક્ટ ભારતીયોને અનુકુળ આવી જાય તો તેઓ એ પ્રોડક્ટ જ નહીં પરંતુ એ પ્રોડક્ટ જે કંપની દ્વારા બહાર પાડવામાં આવી છે, તેના પણ કાયલ થઇ જાય છે. જો કે, આ માત્ર ભારતમાં જ નથી થતું વિશ્વના અન્ય દેશોમાં પણ અનેક એવી કંપનીઓ છે, જે પોતાની પ્રોડક્ટ પ્રત્યેના સાતત્યપૂર્ણ પ્રદર્શનના કારણે જે તે દેશના લોકોની લોકપ્રિય બ્રાન્ડ બની ગઇ છે.

ભારતમાં પણ કંઇક આવું જ છે. ભારતમાં હજારો કંપનીઓ દ્વારા વિવિધ પ્રકારની પ્રોડક્ટ બહાર પાડવામાં આવે છે, પરંતુ આ હજારો કંપનીઓ ભારતીયોના દિલમાં પોતાનું સ્થાન જમાવવામા જોઇએ તેટલી સફળ થતી નથી, એમાની ઘણી ઓછી કંપનીઓ હશે કે જેમના નામ પર ભારતીય એ કંપની દ્વારા બહાર પાડવામાં આવેલી પ્રોડક્ટ પર વિશ્વાસ મુકીને એ પ્રોડક્ટને ખરીદી લે છે, આજે અમે અહીં આવી જ કેટલીક બ્રાન્ડ અંગે જણાવી રહ્યાં છીએ. તો ચાલો તસવીરો થકી જોઇએ એવી કેટલી બ્રાન્ડ છે કે જે ભારતીયોમાં સર્વાધિક લોકપ્રિય છે. 

બજાજ ઓટો

બજાજ ઓટો

બજાજ ઓટો કંપનીની શોધ 1930માં જમનાલાલ બજાજ દ્વરા કરવામાં આવી હતી. કંપની હાલ રાહુલ બજાજના નેતૃત્વમાં ચાલી રહી છે અને કંપની દ્વારા વિવિધ પ્રકારની ઓટો પ્રોડક્ટ બહાર પાડવામાં આવી રહી છે. કંપનીના પ્લાન્ટ્સ પુણે, મુંબઇ, ઉત્તરાખંડ, પટનાનગર વિગેરે સ્થળો પર છે.

સેમસંગ

સેમસંગ

હાલના સમયે ભારતીય બજારમાં જો કોઇ સૌથી લોકપ્રિય બ્રાન્ડ હોય તો તે છે સેમસંગ. સેમસંગે મોબાઇલ ફોન માર્કેટમાં તહેલકો મચાવતા એકથી એક શાનદાર મોબાઇલ રજુ કરીને નોકિયા જેવી વર્ષોથી પોતાનું વર્ચસ્વ જમાવીને બેસેલી કંપનીના પાયા હચમચાવી નાંખ્યા હતા. આ કંપની સાઉથ કોરિયાની છે.

મારુતી સુઝુકી

મારુતી સુઝુકી

જે રીતે મોબાઇલની દુનિયામાં ભારતીય બજારમાં નોકિયાનો સિક્કો પડે છે તેવી જ રીતે ઓટોમોબાઇલ વિશ્વમાં મારુતિ સુઝુકી પણ આવી જ એક બ્રાન્ડ છે, જેની કાર્સ સૌથી વધુ ભારતીયોને પસંદ પડે છે. કંપનીએ 2012માં ભારતમાં પોતાના વાહનોના વેચાણના આંકને 10 મિલિયન સુધી પહોંચાડ્યો હતો.

નોકિયા

નોકિયા

નોકિયા નામથી એકપણ ભારતીય અજાણ નહીં હોય, જ્યાં સુધી એન્ડ્રોઇડ મોબાઇલ ફોનનું માર્કેટ ના આવ્યું અને સેમસંગે માર્કેટ પોતાની પકડ જમાવી નહીં ત્યાં સુધી દરેક ભારતીય આ નામનો દિવાનો હતો. નોકિયાના મોબાઇલ મોટાભાગના ભારતીયોના હાથમાં જોવા મળતા હતા. નોકિયા 1998થી 2012 સુધી વિશ્વની સૌથી વધુ વેચાણ કરતી મોબાઇલ કંપની હતી.

લક્સ

લક્સ

લક્સનું ઉત્પાદન યુનિલિવર દ્વારા કરવામાં આવે છે. આ એક ગ્લોબલ બ્રાન્ડ છે, જે બાથ એડ્ડિટિવ્સ, શાવર જેલ્સ અને હેર શેંપુ જેવી પ્રોડક્ટનું ઉત્પાદન કરે છે. આ કંપનીનું સૌથી મોટું માર્કેટ સાઉથ આફ્રિકા, થાઇલેન્ડ, બ્રાઝીલ અને પાકિસ્તાન છે.

ટાટા સ્ટીલ

ટાટા સ્ટીલ

ટાટા સ્ટીલ એ ટાટા ગ્રુપની સબ્સિડરી કંપની છે. 2012માં કંપની સ્ટીલ પ્રોડ્યુસિંગ કરવામાં વિશ્વમાં 12માં ક્રમાંકે આવી હતી. આ કંપનીનું હેડક્વાર્ટર મુંબઇમાં છે.

ડેલ

ડેલ

ડેલ અમેરિકન મલ્ટીનેશનલ કોમ્યુટરન ટેક્નોલોજી કંપની છે, જેની શોધ માઇકલ ડેલ દ્વારા કરવામાં આવી હતી. 2012માં પીસી નિર્માણ કરવામાં આ કંપનીએ વિશ્વમા ત્રીજો ક્રમાંક હાંસલ કર્યો હતો. ભારતીયોમાં ડેલની પ્રોડક્ટ ઘણી જ લોકપ્રિય છે.

એલજી ઇલેક્ટ્રોનિક્સ

એલજી ઇલેક્ટ્રોનિક્સ

એલજી ઇલેક્ટ્રોનિક્સ એક સાઉથ કોરિયન કંપની છે. જે વિવિધ પ્રકારની પ્રોડક્ટ બનાવવા માટે જાણીતી છે, જેમાં હોમ એપ્લાયન્સ, એર કન્ડિસનિંગ, મોબાઇલ કોમ્યુનિકેશન અને એનર્જી સોલ્યુશન. 2012માં આ કંપનીએ પોતાની પ્રોડક્ટ વેંચવાની બાબતે વિશ્વમાં પાંચમો ક્રમાંક મેળવ્યો છે.

ગોદરેજ

ગોદરેજ

ગોદરેજની શોધ 1897માં આર્દેશિર ગોદરેજ અને પિરોજ્શા ગોદરેજે કરી હતી. ગોદરેજ અનેક ક્ષેત્રોમાં કાર્યરત છે, જેમાં રિયલ એસ્ટેટ, કન્ઝુમર પ્રોડક્ટ્સ અને ફર્નીચરથી લઇને એપ્લાયન્સ સુધીના તમામ ક્ષેત્રોમાં ગોદરેજનો સિક્કો પડે છે. જેનું હેડક્વારર્ટર મુંબઇમાં આવેલું છે.

સોની ઇલેક્ટ્રોનિક્સ

સોની ઇલેક્ટ્રોનિક્સ

સોની ઇલેક્ટ્રોનિક્સ એક અમેરિકન કંપની છે. જે સીડી, ડીવીડી, બ્લુ રે ડિસ્ક સહિતની ઓડિયો અને વીડિયો ઇલેક્ટ્રોનિક્સ આઇટમ પ્રોવાઇડ કરે છે.

English summary
Here is the list of Indians Most Favorite Brands
Please Wait while comments are loading...