For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પોતાની જાતે જ પાર્ક થઇ જાય છે વોલ્વોની આ શાનદાર કાર

|
Google Oneindia Gujarati News

પાર્કિંગ હાલના સમયમાં દરેક કાર ચાલક માટે એક મોટી સમસ્યા બની ગયું છે. ત્યારે તમે એવું ક્યાંય સાંભળ્યું છે કે, કોઇ કાર પોતાની જાતે જ પાર્કિંગનું સ્થાન શોધીને પાર્ક થઇ જાય. કદાચ આ વાંચીને તમને અજીબ લાગશે, પરંતુ આ સાચી વાત છે. ગત દિવસોમાં સ્વિડનની પ્રમુખ કાર નિર્માતા કંપની વોલ્વોએ ભારતીય બજારમાં પોતાની શાનદાર વી40 ક્રોસ કન્ટ્રીને રજૂ કરી હતી. આ કારમાં ઘણા બધા એવા ફીચર્સ સામેલ કરવામાં આવ્યા છે, જેમાંનું એક ફીચર આ પણ છે.

તમને જણાવી દઇએ કે વોલ્વો વિશ્વભરમાં પોતાની શાનદાર ટેક્નિક માટે જાણીતી છે. વોલ્વો હંમેસા એક વાજીબ કિંમતમાં તમને આધુનિક ફીચર્સ પ્રદાન કરે છે. વોલ્વોએ પોતાની આ કારમાં પાર્કિંગ પાઇલોટ નામનું એક ફીચર સામેલ કર્યું છે, જે કારમાં રસ્તાઓ પર મોજૂદ પાર્કિંગ સ્થળથી અવગત કરાવે છે અને કાર જાતે જ નિર્ધારિત સ્થળ પર પાર્ક થઇ જાય છે. તો ચાલો તસવીરોના માધ્યમથી આપણે આ ફીચર્સ અંગે જાણીએ.

જાણો પાર્કિંગ પાઇલોટ સિસ્ટમ અંગે

જાણો પાર્કિંગ પાઇલોટ સિસ્ટમ અંગે

નેકસ્ટ બટન પર ક્લિક કરો અને જાણો કેવી રીતે કામ કરે છે આ પાર્કિંગ પાઇલોટ સિસ્ટમ.

સેન્સરથી રાખવામાં આવે છે નજર

સેન્સરથી રાખવામાં આવે છે નજર

કંપની દ્વારા આ કારમાં એક એવી ડિવાઇસનો પ્રયોગ કરવામાં આવ્યો છે કે કારને રસ્તા પર ચલાવતી વખતે આસપાસની જગ્યાઓ પર સેન્સરથી નજર રાખવામાં આવે છે.

ડ્રાઇવ કરતી વખતે ઓન થઇ જાય છે ડિવાઇસ

ડ્રાઇવ કરતી વખતે ઓન થઇ જાય છે ડિવાઇસ

આ સેન્સર ચાલક દ્વારા ઓન કરવામાં આવ્યા બાદ એક્ટિવ થઇ જાય છે. જ્યારે ચાલકને આ કાર પાર્ક કરવાની હોય છે તો રસ્તા પર ડ્રાઇવ કરતી વખથે જ આ ડિવાઇસને ઓન કરી દેવામાં આવે છે.

સહેલાયથી જઇ જાય છે પાર્ક

સહેલાયથી જઇ જાય છે પાર્ક

આ ડિવાઇસ રસ્તા પર જોવા મળતા ખાલી સ્થાન પર કારને સહેલાયથી પાર્ક કરી તે શોધી નાંખે છે. એટલું જ નહીં આ ડિવાઇસ કારથી લગભગ 1.2 ગણી મોટી જગ્યા જ શોધે છે. જેથી તમારી કાર સહેલાયથી પાર્ક થઇ શકે. સાથે જ આ કારમાં રસ્તા પર વ્યક્તિ, કાર, બિલ્ડિંગ અથવા તો જાનવર વગેરેને પણ ડિટેક્ટ કરવાની ક્ષમતા છે.

સ્ટીયરિંગ વ્હીલ ઓટોમેટિક ફરે છે

સ્ટીયરિંગ વ્હીલ ઓટોમેટિક ફરે છે

આ સિસ્ટમ ઓન હોય ત્યારે ચાલકે માત્ર એક્સલેટર લેવાની જરૂર રહે છે. સ્ટીયરિંગ ઓટોમેટિક ફરવા લાગે છે.

English summary
Volvo V40 Cross Country parking pilot feature parks automatically. So how does Volvo V40 Cross Country parking pilot work. Watch how Volvo automatic parking pilot feature works in video.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X