જ્યોર્જિયાના રસ્તા પર ગાડીમાં જોવા મળ્યું એલિયન!

Written By:
Subscribe to Oneindia News

આપણે સૌએ એલિયન વિશે સાંભળ્યું છે, બ્રાહ્માંડમાં આપણી પૃથ્વી સિવાય અન્ય ગ્રહો પર પણ જીવન હોવાના અનેક પુરાવા મળ્યાં છે. અન્ય ગ્રહ પર રહેતા જીવો વિશે વધુ માહિતી મેળવવાના અને તેમની તસવીર મેળવવાના અનેક પ્રયાસો અત્યાર સુધીમાં થયા છે. હજુ પણ ઘણા વૈજ્ઞાનિકો આ માટે સતત પ્રયત્નશીલ છે. એવામાં જ્યોર્જિયા દેશના રસ્તા પર પોલીસને અચાનક જ એક કારમાં અલિયન બેઠેલ જોવા મળતાં તે આશ્ચર્યચકિત રહી ગયા હતા.

કારમાં જોવા મળ્યું એલિયન

કારમાં જોવા મળ્યું એલિયન

જ્યોર્જિયાના અલ્ફરેટામાં ફરજ બજાવી રહેલ પોલીસ અધિકારી ડૉર્જ ગોર્ડને ઝડપથી પસાર થઇ રહેલ એક બાઇક સવારને થોભવાનો ઇશારો કર્યો. ત્યાર બાદ તેમની નજર પડી સિગ્નલની લાલ લાઇટ જોઇ થોભેલી એક ગાડી પર. તેમણે ગાડીની અંદર નજર કરી, તો તેમને ડ્રાઇવિંગ સીટ પર એલિયન બેઠેલ જોવા મળ્યું.

સીટ બેલ્ટ બાંધી બેઠું હતું એલિયન

સીટ બેલ્ટ બાંધી બેઠું હતું એલિયન

પોલીસ ઓફિસર આ જોઇને આશ્ચર્યચકિત થઇ ગયા. એલિયન ડ્રાઇવિંગ સીટ પર બેઠેલું હતું અને સામાન્ય માણસની માફક ટ્રાફિકના નિયમોનું પાલન કરતાં તેણે સીટ બેલ્ટ પણ બાંધ્યો હતો. પોલીસ ઓફિસરે તરત એલિયનની તસવીરો લેવા માંડી.

ફેસબૂક પર શેર કરી તસવીર

ફેસબૂક પર શેર કરી તસવીર

અલ્ફેરેટા ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક સેફ્ટી દ્વારા આમાંની કેટલીક તસવીરો ફેસબૂક પર પણ શેર કરવામાં આવી છે. 26 જૂનના રોજ આ તસવીર ફેસબૂક પર શેર કરવામાં આવી હતી. આની સાથે પોલીસ અધિકારીએ કેપ્શનમાં લખ્યું હતું કે, પોલીસ પેટ્રોલિંગ સમયે જોવા મળતી કેટલીક ચીજો. જો કે, ત્યાર બાદ તેમણે ખુલાસો કર્યો હતો કે આ કોઇ એલિયન નહીં, પરંતુ એક ડોલ છે.

70 વર્ષ પહેલાંની ઘટના

70 વર્ષ પહેલાંની ઘટના

નોંધનીય છે કે, રોસવેલમાં લગભગ 70 વર્ષ પહેલાં એક યૂએફઓ ક્રેશ થવાની ઘટના ઘટી હતી. આ કારણે જ 29 જૂન, 2017ના રોજ અહીં યૂએફઓ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. જે વિસ્તારમાં કારમાં એલિયન દેખાવાની ઘટના બની હતી તે અલ્ફરેટા રોસવેલથી માત્ર 6 મીલ દૂર આવેલું છે.

English summary
Police in Alpharetta, Georgia, were surprised to see a passenger from beyond when they made a routine traffic stop. Officers found a fake alien sitting in the car wearing a seat belt.
Please Wait while comments are loading...