મહિનામાં 5 વખત જ ATMના મફત ઉપયોગની ભલામણ

Posted By:
Subscribe to Oneindia News

મુંબઇ, 7 જાન્યુઆરી: બેંકોની ભલામણને સ્વિકારી લેવામાં આવશે તો તે દિવસ દુર નથી કે જ્યારે તમે એટીએમનો અનલિમિટેડ ઉપયોગ મર્યાદિત કરી દેવામાં આવશે. ઇન્ડિયન બેંક્સ એસોશિએશન (IBA)એ આરબીઆઇને સલાહ આપી છે કે લોકો એમ મહિનામાં 5 વખત જ એટીએમનો મફત ઉપયોગ કરવા દેવામાં આવશે.

એસોશિએશનનું કહેવું છે કે જે બેંકમાં એકાઉન્ટ હોય, તેના એટીએમ યૂઝ પર પણ આ નિયમ લાગૂ કરવામાં આવશે. IBAએ આ સૂચન રાજ્ય સરકારોના તે આદેશ બાદ કર્યું છે, જેમાં બેંકોને પોતાના બધા એટીએમ બૂથો પર સિક્યોરિટી ગાર્ડ ગોઠવવાનું કહ્યું હતું. સરકારોએ બેગ્લોંરમાં એક એટીએમ બૂથમાં એક મહિલા બેંકર પર થયેલા હુમલા બાદ આ આદેશ આપ્યો હતો.

atm

જો કે હાલમં જે બેંકમાં એકાઉન્ટ હોય તેના એટીએમનો ઉપયોગ કરવામાં કોઇ પાબંધી નથી. બીજા બેંકોના એટીએમનો એક મહિનામાં પાંચવાર ફ્રી ઉપયોગ કરી શકાય છે. આઇબીએમના સીઇઓ એમ તંકાસલેએ કહ્યું હતું કે મોટાભાગના બેંક એકાઉન્ટ હોલ્ડર માટે 5 ટ્રાન્જેકશની લિમિટ પુરતી રહેશે. બેલેન્સ ઇન્કવાયરી માટે એસએમએસ સુવિધાજક પદ્ધતિ છે.

English summary
Account holders may end up paying the price of additional security at ATMs in the form of fewer free transactions.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.