For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોબ્રાપોસ્ટ સ્ટિંગ : એક્સિસ, HDFC, ICICIએ દંડ ચૂકવવો પડશે

|
Google Oneindia Gujarati News

rbi
મુંબઇ, 11 જૂન : નૉ યૉર કસ્ટમર (કેવાયસી)ના ધારાધોરણો તથા મની લોન્ડરિંગ વિરોધી માર્ગદર્શિકાઓનું ઉલ્લંઘન કરવા બદલ ભારતીય રીઝર્વ બેન્કે (આરબીઆઇ)એ એક્સિસ બેન્કને રૂપિયા પાંચ કરોડનો દંડ ફટકાર્યો છે, તો એચડીએફસી બેન્કને રૂપિયા 4.5 કરોડ અને આઈસીઆઈસીઆઈ બેન્કને રૂપિયા એક કરોડનો દંડ ફટકાર્યો છે.

આરબીઆઈએ ઓનલાઈન પોર્ટલ કોબ્રાપોસ્ટે સ્ટિંગ ઓપરેશન દ્વારા કરેલા ઘટસ્ફોટ બાદ આરોપોમાં પોતાની રીતે તપાસ કરીને ખાનગી ક્ષેત્રની આ ત્રણેય બેન્કોને દંડ કરવાનો નિર્ણય લીધો છે.

આરબીઆઈએ ત્રણેય બેન્કોની કોર્પોરેટ ઓફિસો તથા કેટલીક બ્રાન્ચમાં જઈને બુક્સ ઓફ એકાઉન્ટ્સ, ઈન્ટરનલ કન્ટ્રોલ, કોમ્પ્લાયન્સ સિસ્ટમ્સની ચકાસણી કર્યા બાદ તેમને કસુરવાર જાણી તેમને દંડ ફટકારવાનો નિર્ણય લીધો છે.

ઉલ્લેખનીય છે કે આરબીઆઇના વડા ડી સુબ્બારાવે થોડા દિવસ પહેલા જણાવ્યું હતું કે કોબ્રાપોસ્ટના સ્ટિંગમાં થોડી સચ્ચાઇ તો છે. જો સ્ટિંગમાં કરવામાં આવેલા ખુલાસાઓમાં તથ્ય જણાશે તો બેંકો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

English summary
Cobrapost sting : Axis, HDFC, ICICI have to pay fine
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X