For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ રીતે મ્યુચ્યુઅલ ફંડમાં કરો રોકાણ

કદાચ તમે નહીં જાણતા હો કે મ્યુચ્યુઅલ ફંડમાં તમે જુદી જુદી રીતે રોકાણ કરી શકો છો. મ્યુચ્યુઅલ ફંડ જુદા જુદા પ્રકારના હોય છે.

|
Google Oneindia Gujarati News

કદાચ તમે નહીં જાણતા હો કે મ્યુચ્યુઅલ ફંડમાં તમે જુદી જુદી રીતે રોકાણ કરી શકો છો. મ્યુચ્યુઅલ ફંડ જુદા જુદા પ્રકારના હોય છે. આ મ્યુચ્યુઅલ ફંડ જુદી જુદી પ્રકારની યોજના રજૂ કરે છે, જે તમારી જરૂરિયાત મુજબ યોગ્ય હોય છે. અહીં અમે તમને જણાવી રહ્યા છે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાની જુદી જુદી રીત.

મ્યુચ્યુઅલ ફંડ એજન્ટ

મ્યુચ્યુઅલ ફંડ એજન્ટ

તમે બધા એજન્ટ વિશે જાણતા હશો, કારણ કે એજન્ટ દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાની પરંપરા છે. તમે આવા જ કોઈ એજન્ટનો સંપર્ક કરી શકો છો, જે આ ક્ષેત્રમાં એક્સપર્ટ હોય. તમારે આ એજન્ટને એક્સ્ટ્રા કમિશન આપવાનું નથી. કારણ કે એજન્ટને મ્યુચ્યુઅલ ફંડ કંપની તરફથી પૈસા મળે જ છે. એજન્ટ તમને અલગ અલગ મ્યુચ્યુઅલ ફંડ વિશે માહિતી આપશે. કેટલાક એજન્ટ એવા પણ હોય છે, જેમની પાસે કેટલીક કંપનીઓની લિંક હોય છે, જેનાથી તેઓ લોગ ઈન કરી શકે છે. તો કયો મ્યુચ્યુઅલ ફંડ કેવું પર્ફોર્મ કરી રહ્યો છે, તે તમે પણ જોઈ શકો છો.

એએમસી (AMC) દ્વારા

એએમસી (AMC) દ્વારા

પરિસંપત્તિ પ્રબંધન કંપની એટલે કે એસ્ટેટ મેનેજમેન્ટ કંપની દ્વારા તમે સીધું જ રોકાણ કરી શકો છો. કેટલાક મ્યુચ્યુઅલ ફંડ એવા પણ છે, જે તમને ઓનલાઈન રોકાણ કરવાની સુવિધા આપે છે. તમે સીધા એએમસી ઓફિસ જઈને પણ રોકાણ કરી શકો છો. બીજી વખતથી તે મ્યુચ્યુઅલફંડની વેબસાઈટથી પણ રોકાણ કરી શકો છો. જો તમારે એએમસીની ઓફિસથી રોકાણ કરવું હોય, તો તમારે એ કંપનીની મુલાકાત લેવી પડશે. એએમસીમાં SIP દ્વારા રોકાણ કરવું ઉત્તમ વિકલ્પ છે.

AMFI વેબસાઈટના માધ્યમથી

AMFI વેબસાઈટના માધ્યમથી

તમે AMFIની વેબસાઈટ પણ વિઝિટ કરી શકો છો, અને અહીંથી પણ રોકાણ કરી શકો છો. AMFI પોતે જ એક મોટી મ્યુચ્યુઅલ ફંડ કંપની છે, જેના દેશભરમાં એજન્ટ છે. એઆરએન (ARN) આ કંપનીનો જ બીજો ઈન્વેસ્ટર ઝોન છે, જે AMFIનો રજિસ્ટર નંબર પ્રોવાઈડ કરાવે છે. આ નંબર પર ક્લીક કરવાથી તમે નવા સર્ચ પેજ પર પહોંચી સકો છો. જો તમે તમારી નજીકના એજન્ટ શોધવા ઈચ્છો છો તો તમારા વિસ્તારનો પિનકોડ ઈનપુટ કરીને સર્ચ કરો.

ડિમેટ અકાઉન્ટથી કરો રોકાણ

ડિમેટ અકાઉન્ટથી કરો રોકાણ

જો તમારી પાસે ડિમેટ અકાઉન્ટ છે, તો મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનું ઉત્તમ માધ્યમ છે. પરંતુ અહીં તમારે કમિશન આપવું પડશે. કેટલાક ચાર્જ પર્સેન્ટ બેઝ પર હોય છે તો કેટલાક સરખા શુલ્કના આધાર પર હોય છે. ડિમેટ અકાઉન્ટથી મ્યુચ્યુઅલ ફંડ ખરીદવા અને વેચવાનું કામ તમે એક જ જગ્યાએથી કરી શકો છો. જિયોજીત સિક્યોરિટીઝ, HDFC સિક્યોરિટીઝ, ICICI ડાયરેક્ટ, ઈન્ડિયા બુલ્સ, શેરખાન આ ક્ષેત્રના જાણીતા નામ છે.

વેબ પોર્ટલ દ્વારા

વેબ પોર્ટલ દ્વારા

એવા ઘણા વેબ પોર્ટલ છે, જે તમને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાની સુવિધા આપે છે. તમારે બસ આ પોર્ટલ પર અકાઉન્ટ બનાવવું પડશે, અને તેઓ તમામ ડોક્યુમેન્ટ્સ મોકલી આપશે. આ માટે તમારે 1 રૂપિયો પણ આપવાની જરૂર નથી. એએમસી દ્વારા તેમને કમિશન આપવામાં આવે છે. ફંડ્સ ઈન્ડિયા, ફંડ્સ સુપરમાર્ટ આવા સંખ્યાબંધ પોર્ટલ છે. પરંતુ ઈન્વેસ્ટ કરતા પહેલા એકવાર સલાહ જરૂર લો.

બેન્ક દ્વારા

બેન્ક દ્વારા

કેટલાક બેન્ક પણ મ્યુચ્યુઅલ ફંડના એજન્ટ હોય છે. તમારી આપપાસની બેન્કમાં જાવ, ત્યાં મ્યુચ્યુઅલ ફંડની તપાસ કરો. જો તેમનું કોઈ મ્યુચ્યુઅલ ફંડ સાથે ટાઈ અપ હોય તો બેન્ક દ્વારા પણ તમે રોકાણ કરી શકો છો.

English summary
different ways to invest in mutual funds.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X