For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતની 5G ટેકનોલૉજી સંપૂર્ણ સ્વદેશી, બીજા દેશો સાથે એને શેર કરવા માટે અમે તૈયારઃ નિર્મલા સીતારમણ

ભારતમાં 5G મોબાઈલ ઈન્ટરનેટ સેવાની શરુઆત થઈ ચૂકી છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યુ કે દેશની 5G ટેકનોલૉજી સંપૂર્ણપણે સ્વદેશી છે.

|
Google Oneindia Gujarati News

ભારતમાં 5G મોબાઈલ ઈન્ટરનેટ સેવાની શરુઆત થઈ ચૂકી છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યુ કે દેશની 5G ટેકનોલૉજી સંપૂર્ણપણે સ્વદેશી છે. જો કે દક્ષિણ કોરિયા જેવા દેશોમાંથી અમુક મહત્વના ભાગો આયાત કરવામાં આવ્યા છે. ભારત અન્ય દેશો સાથે પણ 5G ટેકનોલૉજી શેર કરવા માટે તૈયાર છે. વૉશિંગ્ટનમાં જૉન્સ હૉપકિન્સ સ્કૂલ ઑફ એડવાંન્ડ ઈન્ટરનેશનલ સ્ટડીઝમાં છાત્રોને સંબોધિત કરતી વખતે નિર્મલા સીતારમણે આ વાતો કહી.

Nirmala Sitharaman

નિર્મલા સીતારમણે કહ્યુ કે, 'ભારતમાં 5G ટેકનોલૉજી સંપૂર્ણપણે સ્વદેશી છે. અમે તેને બીજે ક્યાંયથી આયાત નથી કરી. આ સંપૂર્ણપણે ભારતનુ ઉત્પાદન છે. આખી કહાની હજુ સુધી લોકો સુધી પહોંચી નથી. અમે અમારા દેશમાં જે 5G લૉન્ચ કર્યુ છે તે સંપૂર્ણપણે સ્વદેશી અને સ્ટેન્ડઅલોન છે. તેના કેટલાક નોંધપાત્ર ભાગો કોરિયા જેવા દેશોમાંથી આવી શકે છે પરંતુ તે સિવાય ચોક્કસપણે કંઈપણ બીજા પાસેથી લેવામાં આવશે નહિ. ભારત અન્ય દેશો સાથે પણ 5જી ટેકનોલૉજી શેર કરવા માટે તૈયાર છે. જે પણ દેશ 5જી ટેકનોલૉજી ઈચ્છતા હોય, અમે તેની સાથે તેને શેર કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. આ અમારી ખુદની સંપૂર્ણ સ્વદેશી ટેકનિક છે.

હાલમાં માત્ર સીમિત શહેરોમાં 5જી લૉન્ચ કરનારી ખાનગી કંપનીઓનો હવાલો આપીને નાણામંત્રી સીતારમણે કહ્યુ કે દેશના મોટાભાગના લોકો 2024 સુધી 5જી ટેકનોલૉજીનો લાભ મળવા લાગશે. 5જી પર ભારતની ઉપલબ્ધિ પર અમને ગર્વ છે. ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ભારતમાં સુશાસન સ્થાપિત થઈ રહ્યુ છે, એક પરિવર્તન આવ્યુ છે. છેલ્લા બે વર્ષમાં તેને મોટા પાયે સ્વીકૃતિ મળી છે.'

તમને જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 1 ઓક્ટોબરના રોજ દેશમાં 5G ટેલિફોન સેવાઓ શરૂ કરી હતી, જે મોબાઈલ ફોન પર અલ્ટ્રા હાઈ સ્પીડ ઈન્ટરનેટના યુગની શરૂઆત હતી. પીએમ મોદીએ ઇન્ડિયન મોબાઇલ કોંગ્રેસ(IMC)2022માં પસંદગીના શહેરોમાં 5G સેવાઓ શરૂ કરી. ભારતી એરટેલે દિલ્હી, મુંબઈ, વારાણસી અને બેંગલુરુ સહિત આઠ શહેરોમાં 5G સેવા શરૂ કરી છે. આગામી કેટલાક વર્ષોમાં આ સેવાઓ ધીમે ધીમે સમગ્ર દેશમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે.

અલ્ટ્રા હાઈ-સ્પીડ ઈન્ટરનેટ સેવાઓ પ્રદાન કરવામાં સક્ષમ પાંચમી પેઢી અથવા 5G સેવા નવી આર્થિક તકો અને સામાજિક લાભો પ્રદાન કરે તેવી અપેક્ષા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણીએ જણાવ્યુ હતુ કે Jio 5G નેટવર્ક આવતા વર્ષે ડિસેમ્બર સુધીમાં ભારતના દરેક શહેર અને ગામડા સુધી પહોંચી જશે. મુકેશ અંબાણીએ એમ પણ કહ્યુ હતુ કે Jio 5G નેટવર્ક વિશ્વની સૌથી સસ્તી સેવા હશે.

English summary
India's 5G technology is completely indigenous: Finance minister Nirmala Sitharaman in Washington
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X