For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

RBIના ગવર્નરનું એલાન, રેપો રેટમાં ઐતિહાસિક કટોતીથી ફાયદો થશે

RBIના ગવર્નરનું એલાન, રેપો રેટમાં ઐતિહાસિક કટોતીથી ફાયદો થશે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે મીડિયાને સંબોધિત કરતા રેપો રેટમાં 75 બેસિસ પોઈન્ટની કટોતી કરી છે, જે બાદ રેપો રેટ 5.15થી ઘટીને 4.2 ટકા થઈ ગયો છે. રિઝર્વ બેંકના આ નિર્ણયથી RBI ઓછા ઈન્ટરેસ્ટ રેટ પર બેંકોને લોન આપશે.જ્યારે રિઝર્વ રેપો રેટમાં 90 બેસિસ પોઈન્ટનો ઘટાડો થયો છે અને હવે આ ઘટીને 4.9 ટકાથી ઘટીને 4 ટકા થઈ ગયો છે. રેપો રેટમાં ઘઠાડાથી લોન સસ્તી થવાની સાથે જ ઈએમઆઈનો દર પણ ઘટી શકે છે.

rbi

કોરોના સામેની જંગમાં G-20 દેશ 5 ટ્રિલિયન ડૉલરની મદદ કરશે, બેઠકમાં મોદી પણ સામેલ થયાકોરોના સામેની જંગમાં G-20 દેશ 5 ટ્રિલિયન ડૉલરની મદદ કરશે, બેઠકમાં મોદી પણ સામેલ થયા

આ ઉપરાંત કેશ રિઝર્વ રેશિયોમાં 100 બેસિસ પોઈન્ટથી કટોતી કરવામાં આવી છે. શક્તિકાંત દાસે કહ્યું કે આ દુનિયાભર માટે મુશ્કેલીનો સમય છે અને કોરોના સંકટના કારણે દેશના કેટલાય ક્ષેત્રો પર અસર પડી છે. તેમણે કહ્યું કે કોરોનાના કારણે પેદા થયેલ આર્થિક સંકટ પર આરબીઆઈની જીણી નજર છે અને આ સંકટને ઘટાડવા માટે પણ જે પગલાં ઉઠાવવાં જરૂરી જણાશે તે ઉઠાવાશે.

પ્રેસ કોન્ફ્રન્સ દરમિયાન રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે બેંકોનો ગ્રોથ ઘટી રહ્યો છે. ફાઈનાનિશિયલ માર્કેટ અને માઈક્રો ઈકોનોમિક સપોર્ટ માટે લિક્વિડિટી જળવાઈ રહે અને આર્થિક સ્થિતિ સ્થિર રહે તે માટે આરબીઆઈ કામ કરી રહી છે. મોનિટરી પોલિસી કમિટી (MPC)એ નિર્ધારિત સમય કરતા વહેલી બેઠક યોજીને રેટ કટ માટે 4-2નો મત આપ્યો હતો. કોરોનાવાયરસને કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થા ધીમી પડી જતા ભારતને ફટકો પડી શકે છે. જેમાં ક્રુડના ઘટતા ભાવથી થોડી રાહત મળશે. વૈશ્વિક આર્થિક પ્રવૃત્તિ સ્થિર થઈ રહી છે જેના કારણે સંભાવના વધી છે કે વિશ્વનો મોટો ભાગ મંદીનો સામનો કરશે.

આ ઉપરાંત શક્તિકાંત દાસે ઘોષણા કરી કે કેશ રિઝર્વ રેશિયો 100 બીપીએસ ઘટાડીને 3 ટકા કરાશે. દૈનિક સીઆરઆર 90 ટકા ઘટાડીને 80 ટકા કરવામાં આવશે. જે 28 માર્ચ 2020થી અમલી બનશે. આ ઉપરાંત આરબીઆઈ પોલિસી રેટ સાથે જોડાયેલ ફ્લોટિંગ રેટ પર 1 લાખ કરોડ સુધીના ત્રણ વર્ષના કાર્યકાળના લોન્ગ ટર્મ ઓપરેશનની હરાજી કરશે. લોન ધારકો માટે પણ રિઝર્વ બેંકના ગવર્નરે રાહતના સમાચાર આપ્યા છે. લોન ચૂકવણીની ડ્યૂ ડેટમાં 3 મહિના સુધીની છુટ આપવામાં આવી છે.

English summary
RBI reduced repo rate and Reverse repo rate to fight coronavirus
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X