For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Fact Check: રસીકરણ અભિયાનના કારણે પેદા થઈ રહ્યા છે કોરોનાના નવા વેરિઅન્ટ, શું છે દાવાની સચ્ચાઈ?

રસીકરણના કારણે કોરોનાના નવા વેરિઅન્ટ પેદા થઈ રહ્યા છે જેના કારણે ઝડપથી સંક્રમણ ફેલાવા લાગ્યુ છે.જાણો, આ દાવાની સચ્ચાઈ.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દેશમાં કોરોનાના નવા કેસ છેલ્લા એક મહિનામાં ઘણા ઝડપથી વધી રહ્યા છે. કોરોના સંક્રમણના નવા કેસ હવે રોજના એક લાખના આંકડાને પાર કરી ચૂક્યા છે. રસીકરણ અભિયાન પણ છેલ્લા એક મહિનામાં જ જોર પકડી રહ્યુ છે અને નવા કેસ પણ આ દરમિયાન જ વધ્યા છે. વળી, કોરોનાના નવા વેરિઅંટ પણ મળવાની વાત સામે આવી છે. આ બધા વચ્ચે એક નવો દાવો પણ સોશિયલ મીડિયા પર કરવામાં આવી રહ્યો છે. જેમાં કહેવામાં આવી રહ્યુ છે કે રસીકરણના કારણે કોરોનાના નવા વેરિઅન્ટ પેદા થઈ રહ્યા છે જેના કારણે ઝડપથી સંક્રમણ ફેલાવા લાગ્યુ છે અને આ બહુ વધુ નુકશાન કરશે.

corona

કહેવામાં આવી રહ્યુ છે કે વર્તમાન રસીકરણ અભિયાનથી જે રીતે નવા વેરિઅન્ટ પેદા થશે તેનાથી દુનિયાની મોટી વસ્તી સંક્રમણની ચપેટમાં આવશે. વાસ્તવમાં બેલ્જિયમના ગીર્ટ વાંડેન બૉસચેના એક પત્રના આધારે એ દાવો કરવામાં આવી રહ્યો છે. પશુઓમાં બીમારીઓ માટે રિસર્ચ કરનાર ગીર્ટે કહ્યુ છે કે સામૂહિક રસીકરણ કાર્યક્રમ વાયરસના કરિયર તરીકે કામ કરી રહ્યુ છે.

આ દાવાની તપાસ કરતા જાણવા મળ્યુ છે કે આ વાતો તથ્યોથી પરે છે. રસીકરણના કારણે નવા વેરિઅન્ટ પેદા થવાના કોઈ પુરાવા નથી. હજુ સુધી કોઈ એવો વેરિઅન્ટ નથી જે રસીકરણ શરૂ થયા બાદ પેદા થયો હોય. મોટાભાગના મ્યુટન્ટ રસીકરણ અભિયાન શરૂ થતા પહેલાથી જ હાજર છે. આનાથી ઉલટુ આ વાતના પુરાવા મળ્યા છે કે રસીકરણ ટ્રાન્સમિશનને ઘટાડે છે. એવામાં એમ કહેવુ કે રસીકરણ અભિયાનથી દુનિયાની મોટી વસ્તી સંક્રમણની ચપેટમાં આવી જશે અને તે બરબાદીનુ કારણ બની જશે. એ એકદમ ખોટુ છે અને તે સંપૂર્ણપણે એક ડરનો માહોલ બનાવવાની કોશિશ લાગે છે.

કોરોના દર્દીઓ માટે કચરાના ટ્રકમાં મોકલાવ્યા 34 વેંટિલેટરકોરોના દર્દીઓ માટે કચરાના ટ્રકમાં મોકલાવ્યા 34 વેંટિલેટર

Fact Check

દાવો

રસીકરણ અભિયાનના કારણે પેદા થઈ રહ્યા છે કોરોનાના નવા વેરિઅન્ટ

નિષ્કર્ષ

દાવામાં સચ્ચાઈ નથી,રસીકરણથી કોરોનાના નવા વેરીઅન્ટ પેદા થવાના કોઈ પુરાવા નથી.

રેટિંગ

False
ફેક્ટ ચેક માટે તમારી રિક્વેસ્ટ મોકલો. [email protected] પર મેઈલ કરો
English summary
Fact check: Is the current corona vaccination drive creating new mutants? Know the truth.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X