• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રેમડેસિવિર ન મળે તો ગભરાશો નહિ, તેના વિના પણ કોવિડ-19નો ઈલાજ સંભવ છે, જાણો શું કહે છે એક્સપર્ટ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દેશમાં કોરોના વાયરસની બીજી લહેરના ડર વચ્ચે એક વસ્તુ કે જેની માંગ સૌથી વધુ છે તે રેમડેસિવિર દવા છે. કોરોના વાયરસના કારણે ગંભીર સ્થિતિમાં પહોંચેલા દર્દીઓને અપાતી આ દવાની એટલી માંગ છે કે છેલ્લા અમુક દિવસોમાં તે બજારમાંથી ગાયબ જ થઈ ગઈ અને બ્લેકમાં મળવા લાગી. જરૂરિયાતમંદ લોકો આના માટે અનેક ગણી કિંમત આપી રહ્યા હતા. આના માટે ઘણા રાજ્યોમાં સરકારો સક્રિય થઈ અને આ દવાને એકઠી કરવાનુ શરૂ કરવામાં આવ્યુ પરંતુ તમે જાણીને ચોંકી જશો કે જે રેમડેસિવિર દવા માટે ચારે તરફ જે મારામારી ચાલી રહી છે તે કોવિડ સામેની એકમાત્ર દવા નથી.

રેમડેસિવિર એકમાત્ર દવા નથી

રેમડેસિવિર એકમાત્ર દવા નથી

રેમડેસિવિર ઑક્સિજન થેરેપી, વિટમિન સપ્લીમેન્ટ, સ્ટીરૉઈડ અને લોહી પાતળુ કરનારા ગુણોનુ એક મિશ્રણ છે જે કોરોનાના દર્દીઓને રિકવર કરવામાં મદદ કરી રહી છે પરંતુ તે એકમાત્ર દવા નથી. વાસ્તવમાં મહારાષ્ટ્રમાં કોવિડની સ્થિતિ પર નજર રાખી રહેલી ટાસ્ક ફોર્સે 12 એપ્રિલે એક બેઠકમાં સ્પષ્ટ કર્યુ છે કે રેમડેસિવિરનો ઉપયોગ કર્યા વિના પણ દર્દીઓને બચાવી શકાય છે. મહારાષ્ટ્રની સ્ટેટ ટાસ્ક ફોર્સના પ્રમુખ સંજય ઓકે 13 એપ્રિલે જાહેર કરેલ પોતાની લેખિત સલાહમાં કહ્યુ કે રેમડેસિવિરને મોટોપાયે પ્રીસ્ક્રાઈબ કરવામાં આવી રહી છે. આનાથી લોકોમાં એ ધારણા બની છે કે આ એન્ટી વાયરલ જીવન બચાવશે. વિશેષજ્ઞોનુ કહેવુ છે કે દર્દીઓ અને તેમના પરિવારજનોએ ડૉક્ટરો પર રેમડેસિવિર આપવા માટે દબાણ ન કરવુ જોઈએ. વિશેષજ્ઞોના જણાવ્યા મુજબ જ્યારે ઑક્સિજન થેરેપી, વિટામિન, સ્ટીરૉઈડ અને બ્લડ થિનરને જ્યારે મેડિકલ એક્સપર્ટના નિરીક્ષણ હેઠળ યોગ્ય રીતે આપવામાં આવે તો તે સારી રિકવરી આપે છે માટે લોકોએ રેમડેસિવિરની કમી પર ગભરાવુ ન જોઈએ.

રેમડેસિવિર એકલી કામ નથી કરતી

રેમડેસિવિર એકલી કામ નથી કરતી

સંક્રમક રોગ વિશેષજ્ઞ જણાવે છે કે રેમડેસિવિર સાવચેતીપૂર્વક અમુક દર્દીઓમાં માત્ર બિમારીના સમયને ઘટાડે છે. આ વિશે એ ધારણા બની ગઈ છે કે તે જીવન રક્ષક છે જેના કારણે તે જ્યારે દર્દીને નથી મળતી તો તે હતાશ અને પરેશાન થઈ જાય છે. દૂર્ભાગ્યથી ઘણા લોકોને બિનજરૂરી રીતે આ દવા પર રાખવામાં આવી રહ્યા છે. અહીં વધુ એક વાત સમજવાની જરૂર છે કે રેમડેસિવિર એકલી કામ નથી કરતી. તેની અસર ત્યારે થાય છે જ્યારે તેને ઑક્સજન થેરેપી, સ્ટીરૉઈડ અને બ્લડ થિનર સાથે આપવામાં આવે છે. રેમડેસિવિર વાયરલની અસરને ઘટાડે છે. વળી, બીજી દવાઓ વાયરસના કારણે થતા સોજાને ઘટાડે છે.

રેમડેસિવિરના આડેધડ ઉપયોગને રોકવાની જરૂર

રેમડેસિવિરના આડેધડ ઉપયોગને રોકવાની જરૂર

વાયરસના સંક્રમણના પ્રારંભિક તબક્કામાં રેમડેસિવિર નિશ્ચિત રીતે અસરકારક છે. આ રીતે ગંભીર રોગીઓ માટે ટોસીલિજુમાબ પણ વાયરસની અસરને ઘટાડવામાં મદદ કરે છે. જો કે વિશેષજ્ઞ આ દવાઓના આડેધડ ઉપયોગને સંપૂર્ણપણે હતોત્સાહિત કરવાની સલાહ આપે છે. ટાઈમ્સના સમાચાર અનુસાર રૂબી હાલ ક્લિનિકના ડૉક્ટર જિરપેનુ કહેવુ છે કે કોવિડના કારણે અમુક દર્દીઓના લોહીમાં શુગરનુ લેવલ વધી જાય છે કારણકે વાયરસ પેનક્રિયાટિક બીટાસેલને બદલે છે. આ ઉપરાંત ઈલાજમાં ઉપયોગમાં લેવાતી સ્ટીરૉઈડ પણ લોહીમાં ગ્લુકોઝને વધારવામાં સહાયક હોઈ શકે છે. માટે દર્દીઓ માટે પૂરતા હાઈડ્રેશન સાથે ઈન્સ્યુલીન ઈલાજના નિરીક્ષણની જરૂરી થઈ જાય છે.

કોરોના પરની સુઓમોટો PIL પર ગુજરાત હાઈકોર્ટે સરકારને ઝાટકીકોરોના પરની સુઓમોટો PIL પર ગુજરાત હાઈકોર્ટે સરકારને ઝાટકી

English summary
Remdesivir is not the only medicine for covid, we can treat without it, Know what expert says about it.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X