ચોક્કસ આ બધુ તમે નહી જાણતા હોય તિબટીનો વિશે

Posted By:
Subscribe to Oneindia News

કર્નલ દુષ્યંત: તિબેટ સ્વતંત્ર રાજ્ય છિંગહાઇ તિબ્બત પર્વતમાળા પર સ્થિત છે. બર્ફીલી પર્વતમાળામાં રહેનાર લોકો વર્ષ દરમિયાન અનેક તહેવારોની ખુશી મનાવે છે. વર્ષની શરૂઆતથી માંડીને અંત સુધીમાં ત્રીસ જેટલા ઉત્સવ ઉજવવામાં આવે છે, જેમાં તિબેટીન પચાંગનું નવું વર્ષ, શ્વેતુન તહેવાર, વાંગક્વો તહેવાર, ચ્યાંગચીના વિસ્તારમાં દામા તહેવાર અને છયાંગથાંગ વિસ્તારમાં ઘોડાદોડ મહોત્સવ વગેરે સામેલ છે. તહેવારના દિવસોમાં તિબેટીયન લોકો જવનો દારૂ પીવે છે, નાચે ગાય છે. આ સાથે જ રંગારંગ આભૂષણથી પોતાને શણગારે છે, જેથી તહેવારમાં આનંદ માહોલ વધુ વધી જાય છે.

તિબ્બત સ્વતંત્ર રાજ્યનો રાજકીય, આર્થિક તથા સાંસ્કૃતિક કેન્દ્રના રૂપમાં લ્હાસાની સાંસ્કૃતિક પરંપરા અને વસ્ત્ર તથા આભૂષણનો ઇતિહાસ ખૂબ જૂનો છે. આ સાથે જ ખાંબગા લોકો, ગોંગબૂ લોકો, વેઇચાંગ લોકો, લોકા લોકો, આલી લોકો, ઉત્તર તિબેટીયન લોકો વગેરે લ્હાસામાં રહે છે, તેમની વિભિન્ન શૈલીવાળા વસ્ત્રો તથા આભૂષણ તેમની આગવી ઓળખ છે. ઐતિહાસિક વિકાસ, ભૌગોલિક પર્યાવરણ, જલવાયુ સ્થિતિ, સાંસ્કૃતિક પરંપરા, ધાર્મિક વિશ્વાસ અને રીતિ રિવાઝ વિવિધ હોવાથી જુદા જુદા વિસ્તારોમાં વસ્ત્રો તથા આભૂષણોની અલગ-અલગ શૈલી વિશેષતા હોય છે. સુંદર તથા રંગબેરંગી વસ્ત્રો તથા આભૂષણો પહેરનાર અને બર્ફીલા પર્વતો પર રહેતી તિબેટીયન પ્રજા બુદ્ધિમાન, ઇમાનદાર અને મહેનતું હોય છે.

તિબ્બટ સ્વતંત્ર પ્રદેશના છાંગતું પ્રિફેક્ચર ભૌગોલિક સ્થિતિ અનુઆર ખાંગછ્યુ વિસ્તારનો એક ભાગ છે, આ પ્રકારે અહીં તિબેટીયન લોકો ખાંગબાના નામે ઓળખાય છે. ખાંગબા પુરૂષ એકદમ સુગઠિત હોય છે અને મહિલાઓ સુંદર અને સુડોલ હોય છે, તેમનો સ્વભાવ એક સીધો સાદો અને ઉદાર હોય છે. આ પ્રમાણે દાગીના આભૂષણ માટે ખાંગબા લોકોની પસંદ પણ તેમના સ્વભાવ અનુરૂપ સોનું, ચાંદી સુલેમાની અને લીલા ફિરોજી પત્થર વગેરે હોય છે. ખાંબગા પુરૂષ પોતાના પગથી માંડીને માથા સુધી વિવિધ આભૂષણોથી શણગારે છે. તેમના માથા પર ઉનની ટોપી અથવા ચામડાની ટોપી, ગળામાં પરવાળા તથા ફિરોઝાના પત્થર, ખભા પર બુદ્ધ મૂર્તિ તથા બૌદ્ધ ધર્મની પવિત્ર સજાવટ, રૂમમાં બાંધેલી તિબેટીયન તલવાર ખાંગબા લોકોની મર્દાનગી વધારે છે.

છુપા

છુપા

હિન્દુઓમાં પરિણિત સ્ત્રીઓ લગ્ન બાદ જે પ્રકારે મંગળસૂત્ર અને માથામાં સિંદૂર પુરે છે તે પ્રમાણે તિબેટીયનોના રિવાઝ મુજબ સ્ત્રીઓ લગ્ન બાદ એક રશમી કાપડમાંથી તૈયાર કરવામાં આવેલા ખાસ પ્રકારનું વસ્ત્ર પન્દ્રોન પહેરે છે. પન્દ્રોન કમરના આગળ ભાગમાં પહેરવામાં આવે છે.

તિબેટીયન બૂટ

તિબેટીયન બૂટ

ખાંગબા પુરૂષોના બાળ સામાન્ય રીતે લાલ અથવા કાળા રેશમી દોરીથી શિરોભૂષણના રૂપમાં બાંધવામાં આવે છે, તેમના કાનમાં રત્નોની વાળની લટકતી હોય છે, આ ઉપરાંત અગ્નિ પાષાણ નામનું એક આભૂષણ પણ ખાંગબા પુરૂષ માટે અનિવાર્ય છે, જે ઝવેરાત ઉપરાંગ આગ ઉત્પન્ન કરવાનું પણ કામ કરે છે. ખાંગબા પુરૂષાના પગમાં પહેરવાના તિબેટીયન બૂટ વિશીષ્ટ આકર્ષણ હોય છે, જેનું તળિયું આખલાના ચામડામાંથી બનાવેલું હોય છે અને ઉપરના ભાગમાં રંગીન ઉન દોરાથી સિવીને બનાવવામાં આવે છે. ત્યાં લોકોનું જીવન ધની બનતાં હવે તિબેટીન બૂટ પહેલાં કરતાં વધુ રંગીલા અને સુંદર બનાવવામાં આવે છે જેથી તહેવારની ખુશીઓમાં ખૂબ વધારો થયો છે.

તિબ્બતી પોશાકની સાથે આભૂષણ

તિબ્બતી પોશાકની સાથે આભૂષણ

'એક તિબેટીયને જણાવ્યું હતું કે સામાન્ય હું સામાન્ય રીતે બધા આભૂષણો પહેરું છું. ખાસ કરીને તિબેટીયન પચાંગના નવા વર્ષના પ્રથમ દિવસે તિબત્તી પોશાક સાથે પરવાળા તથા લીલો ફિરોઝા પત્થરવાળા નેકલેસ પહેરું છું. આ બધુ પહેર્યા બાદ મારા કપડાં ચમકીલ અને સુંદર લાગે છે અને આનાથી તહેવારનો આનંદ વધી જાય છે. આજકાલ મેં પુત્ર નવા નવા ઝવેરાત ખરીદ્યાં છે. મને આશા છે કે મોટો થઇને તિબ્બતી પોશાકની સાથે આભૂષણ પહેરશે અને પોતાની મર્દાનગી બતાવશે.

તિબેટીયન વસ્ત્રો અને આભૂષણ

તિબેટીયન વસ્ત્રો અને આભૂષણ

ખાંગબા મહિલાના આભૂષણ એકદમ આકર્ષણ અને ચમકદાર હોય છે, જે અલગ-અલગ રીતે માથા ઉપર, ગળા અને કમર પર શણગારવવામાં આવે છે. ખાંગબા મહિલાઓના આભૂષણનો રંગ મોટા ભાગે લાલ, પીળો અને લીલો હોય છે. શિરોખરમાં બે પરવાળા વચ્ચે લીલો ફિરોઝા પત્થર રાખવામાં આવે છે અને માથાથી માંડીને કમર સુધી ફૂલનુમા અંબર અને લીલા ફિરોઝા પરોવેલી માળા પહેરવામાં આવે છે. ખાંગબા મહિલાઓને તિબેટીન જૂતા અને કમર પર નાનું તિબેટીયન ખંજર લટકાવવું પસંદ હોય છે.

તિબેટીયન વસ્ત્રો અને આભૂષણ

તિબેટીયન વસ્ત્રો અને આભૂષણ

એક તિબેટીયન મહિલાએ જણાવ્યું હતું કે આ બધા ઝવેરાત આભૂષણ મારા પિતાએ મારા માટે બનાવ્યા છે. મને લાલ મૂંગા, અને લીલો ફિરોઝા પત્થર ખૂબ પસંદ છે. તેના રંગો તાઝા ચમકીલા અને આકર્ષક હોય છે અને તેને સામાન્ય રીતે પહેરતી નથી. પરંતુ લગ્નના સમયે તિબ્બતી પોશાક સાથે આ આભૂષણોને પહેરી અને સુંદર દેખાઇશ.

તિબેટીયન વસ્ત્રો અને આભૂષણ

તિબેટીયન વસ્ત્રો અને આભૂષણ

હકિકતમાં આર્થિક વિકાસ ને જીવન સ્તરની પ્રગતિના લીધે ખાંગબા પુરૂષો અને ખાંગબા મહિલાઓના આભૂષણો અને ઝવેરાતના પ્રકાર અને ક્વોલિટી પણ વધુ સારી બની ગઇ છે. મહિલાઓના આભૂષણા રૂપમાં સકલ પરિવારની સંપત્તિ શુમાર હતી. પરંતુ આજે પુરૂષોના આભૂષણોના રૂપ-પ્રકાર વધુ થતા જાય છે અને તેમના કમરમાં પહેરવામાં આવતાં 'ચમાયા' નામના આભૂષણનો આકાર પણ મોટો થવા લાગ્યો છે. ખાંબગા લોકોના રંગબેરંગી આભૂષણોથી પિતામહ પેઢી દ્વારા જમા કરવામાં આવેલી સંપત્તિ જ નહી, તેમની પરંપરા પણ પ્રતિબિંબિત થાય છે.

તિબેટીયન વસ્ત્રો અને આભૂષણ

તિબેટીયન વસ્ત્રો અને આભૂષણ

તિબ્બત સ્વતંત્ર પ્રદેશમાં કાળા ઉનમાંથી સિલવામાં આવેલા 'કુશો' નામના કોલર વિનાના વસ્ત્રને પહેરવામાં આવે છે. કુશો હસ્તકળાથી બનાવવામાં આવેલું એક પ્રકારનું વસ્ત્ર છે. તેને કમરમાં આગળ અને પાછળના ભાગમાં રેશમી કપડાં વડે ઝરી લગાવવામાં આવે છે. કુશોના માથાના ભાગમાં ઉની ટોપી અને ટોપીના કિનારે ત્રિકોણ પંખાનુમા સોનેરી દોરા અને મૂંગ જડીત હાર લગાવવમાં આવે છે.

તિબેટીયન વસ્ત્રો અને આભૂષણ

તિબેટીયન વસ્ત્રો અને આભૂષણ

મનબા લોકોના વસ્ત્રો તથા આભૂષણોની સ્પષ્ટ સ્થાનિય વિશેષતા હોય છે, જેનો ઇતિહાસ સાતમો વર્ષ જૂનો છે. શરૂઆતથી માંડીને આજસુધી તેમના વસ્ત્રોના રૂપમાં કોઇ ફેરફાર કે પરિવર્તન થયું નથી, ના તો તેમનું સ્થાન બીજા પ્રકારના વસ્ત્રો લઇ શક્યા છે. તહેવારના દિવસોમાં 'કુશો' પહેરવાનું પસંદ કરવામાં આવે છે, પરંપરાગત અને પ્રાચીન શૈલીવાળા આ પ્રકારના કપડાં એકદમ સુંદર લાગે છે.

English summary
Some Intrestring Facts about Tibatians.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.