For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટચસ્ક્રીન : હવે ગંદી નહીં થાય, આપને બિમાર નહીં કરે

|
Google Oneindia Gujarati News

આજકાલ દરેક વર્ગ અને દરેક શ્રેણીમાં ટચસ્ક્રીન ફોન અને ટેબલેટ લોકપ્રિય થઇ ગયા છે. જો કે ટચસ્ક્રીનની સાથે તમારે થોડી તકલીફ પણ વેઠવી પડે છે. પહેલી એ કે તે જલ્દી ગંદી થઇ જાય છે. બીજી એ કે તેની સ્ક્રીન પર ચોંટેલા જીવાણુંઓ ઇન્ફેક્શન (ચેપ) ફેલાવી આપને બીમાર પાડી શકે છે. આ કારણે દુનિયાભરના વિજ્ઞાનીઓ એવી ટેકનિક પર કામ કરી રહ્યા છે જેનાથી ટચસ્ક્રીન સાફ અને સુરક્ષિત બની રહે. જેમ કે ટચસ્ક્રીન સ્વયં જીવાણુંઓનો નાશ કરવા માટે સક્ષમ હોય. આવો જાણીએ ટચસ્ક્રીનને ગંદી થતી અટકાવવા વિશ્વમાં શું ઉપાયો થઇ રહ્યા છે...

ટચસ્ક્રીન સાફ રાખવાનો ઉપાય શું?

ટચસ્ક્રીન સાફ રાખવાનો ઉપાય શું?

ટચસ્ક્રીનને સાફ કરવા માટે સૌથી શ્રેષ્ઠ ઉપાય સોડિયમ હાઇપોક્લોરાઇટ (બ્લીચ) છે. જો કે નિયમિત રૂપથી બ્લીચ કરવું એ મોંઘા અને ચમકદાર ટચસ્ક્રીન ઉપકરણના હિતમાં નથી. આ કારણે ટચસ્ક્રીન સાફ રાખવાના અન્ય વિકલ્પો પણ શોધવામાં આવ્યા છે.

અન્ય ઉપાયો

અન્ય ઉપાયો

સિલિકોન પરત એક એવો ઉપાય છે જે હવે સામાન્ય રીતે આંગળીઓના નિશાન અને પદાર્થોને દૂર રાખવામાં અંશત: સફળ છે. આ સાથે જ સ્ક્રીન વધારે મજબૂત રહે અને વર્ષો વર્ષ ચાલે તે બાબતનું પણ ધ્યાન રાખે છે.

જાપાની કંપનીનો ઉપાય

જાપાની કંપનીનો ઉપાય

ઇલોક્ટ્રોનિક સામાન બનાવનારી જાપાનની કંપની ટોરેએ એક એવી પરત બનાવવામાં સફળતા મેળવી છે જે તેલ અને આંગળીઓ પર લાગેલા અન્ય પદાર્થોને 50 ટકા સુધી દૂર કરી શકવા માટે સક્ષમ છે. આ પરતને એક વાર ટચસ્ક્રીન પર લગાવ્યા બાદ તે પરત લાખો સૂક્ષ્મ ધારીઓ તરીકે સુકાઇ જાય છે. જેના કારણે ગંદકી છુપાઇ જાય છે અને ટચસ્ક્રીન સ્વચ્છ અને ચમકદાર લાગે છે.

ગોરિલ્લા ગ્લાસની ખાસિયત જાણો છો?

ગોરિલ્લા ગ્લાસની ખાસિયત જાણો છો?

આજ કાલ મોંઘા ટચસ્ક્રીન ફોનમાં ગોરિલ્લા ગ્લાસનો ઉપયોગ થાય છે. આ ગ્લાસ અંગે એવો ખ્યાલ છે કે તે સ્ક્રીનને મજબૂતી પ્રદાન કરે છે. આ સાથે વાસ્તવિકતા એ છે કે ગોરિલ્લા ગ્લાસની ચોથી આવૃત્તિ જે ટૂંક સમયમાં માર્કેટમાં આવશે તેમાં જીવાણુંઓ વિરોધી એક પરત લાગેલી હશે, જે જીવાણુંઓનો ખાત્મો બોલાવવા સક્ષમ હશે. આવનારા થોડા વર્ષોમાં તેનો ઉપયોગ શરૂ થશે.

માંસાહારી છોડમાંથી પ્રેરણા

માંસાહારી છોડમાંથી પ્રેરણા

હાર્વર્ડ યુનિવર્સિટીના સ્કૂલ ઓફ એન્જિનીયરિંગ અને એપ્લાઇડ સાયન્સના વિજ્ઞાનીઓએ આ દિશામાં કામ કર્યું છે. તેમણે એક માંસાહરી છોડ પિચરમાંથી પ્રેરણા લીધી છે. પિચર નામના છોડની સપાટી અત્યંત ચીકણી હોય છે. કારણ કે તેમાં સૂક્ષ્મ ગાંઠો હોય છે. જેમાં પાણી અટકી જાય છે. એવા જીવાણુંઓ જેઓ સરળતાથી સપાટી પર ચાલી શકે છે તેમને આવી સપાટી પર ટકવામાં મુશ્કેલી પડે છે. કારણ કે આ સપાટી અત્યંત ચિકણી હોય છે.

કેવી રીતે કામ કરશે ચિકાશની ટેકનિક?

કેવી રીતે કામ કરશે ચિકાશની ટેકનિક?

આ ચિકણાઇની નકલ કરીને તેમણે એવી ચિકણી પરત તૈયાર કરી છે જે શરીરમાંથી મળતા પદાર્થોથી બિલકુલ વિપરીત છે. આ અગે સંશોધન ચાલે છે. આ પરથી સ્પષ્ટ થાય છે કે આગામી સમયમાં ટચસ્ક્રીનને ગંદી કરવી અત્યંત મુશ્કેલ અને વાપરવી ખૂબ સરળ હશે.

English summary
Touch screen: Now will not dirty, will not ill you
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X