For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સોનિયાને બિમાર કહેવાની સજા : બે કોંગી નેતાઓ સસ્પેન્ડ

|
Google Oneindia Gujarati News

લખનૌ, 17 ઓક્ટોબર : ઉતર પ્રદેશના અલાહાબાદમાં કોંગ્રેસ અધ્યક્ષાને બિમાર ગણાવીને રાહુલ ગાંધી પરનો વધી ગયેલો બોજ હળવો કરવા માટે પ્રિયંકાએ રાજકારણમાં ઉતરવું જોઇએ તેવા હોર્ડિંગ લાગાવનારા કોંગ્રેસી નેતાઓને શાબાશીને બદલે સજા મળી છે. ઉત્તર પ્રદેશ કોંગ્રેસ કમિટીએ આ બાબતના હોર્ડિંગ લગાવનારા બે નેતાઓને સસ્પેન્ડ કરી દીધા છે.

મંગળવારે કોંગ્રેસના નેતાઓ દ્વારા 'મૈયા બીમાર, ભૈયા પર ભાર અબ પ્રિયંકા બનો ઉમેદવાર' એવું લખાણ ધરાવતાં પોસ્‍ટરો લગાવડાવ્યા હતા. આ પોસ્ટર્સના લખાણે ભારે ચર્ચા જગાવી હતી. જો કે આ પ્રકારના પ્રચારને પાર્ટી માટે નકારાત્મક ગણવામાં આવ્યું હતું. જેના પગલે પોસ્ટર્સ લગાવનારા બે કોંગ્રેસી નેતાઓને ગઇ કાલે સસ્‍પેન્‍ડ કરવામાં આવ્‍યાં હતાં અને તેમને આમ કરવા માટે કારણ બતાઓ નોટિસ પણ આપવામાં આવી હતી.

sonia-bimaar-poster

બીજી તરફ આ પોસ્‍ટરો ગઇ કાલે ઉતારી લેવામાં આવ્‍યાં હતાં. અલાહાબાદ જિલ્લા યુનિટના બે નેતા સેક્રેટરી હસીબ અહમદ અને શ્રીશચંદ્ર દુબે સામે પ્રદેશ કોંગ્રેસ પ્રેસિડન્‍ટ નિર્મલ ખત્રીએ આ પગલાં લીધાં હતાં. આ પોસ્‍ટરોમાં અલાહાબાદ નજીક આવેલા ફૂલપુરમાંથી પ્રિયંકા ગાંધીને ચૂંટણીમાં ઉતારવાની માગણી થઇ હતી.

આ પોસ્‍ટરોમાં એમ જણાવવામાં આવ્‍યું હતું કે રાહુલ ગાંધી પર ખૂબ જ ભાર છે અને સોનિયા ગાંધી બીમાર હોવાથી પ્રિયંકા ગાંધીએ ચૂંટણીમાં ઉતરવું જોઇએ. અગાઉ પણ આવાં પોસ્‍ટરો લાગ્‍યાં હતાં, પણ આ વખતે સોનિયા ગાંધીને બીમાર બતાવવામાં આવતાં આ કાર્યવાહી કરવામાં આવી હતી.

English summary
Congress acts on hoardings depicting Sonia Gandhi as ill
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X