શું થાય જો વો્ટસએપમાં આ ફીચર આવી જાય તો

Posted By:
Subscribe to Oneindia News

19 બિલિયન ડોલરમાં ફેસબુક દ્વારા વોટ્સએપની ખરીદી કરવામાં આવ્યા બાદ બધાના મનમાં એક જ વાત આવી રહી છે કે, શું હવે વોટ્સએપમાં પણ ફેસબુકની જેમ એડ આવવા લાગશે અથવા તો પછી વોટ્સએપમાં નવા ફીચર આવશે. તો ચાલો તસવીરો થકી જાણીએ કેટલાક એવા ફીચર્સ અંગે જે જો વોટ્સએપમાં આવી જાય તો શું થાય.

લાઇક બટન
  

લાઇક બટન

આ સમયે વોટ્સએપમાં લાઇક બટન નથી, પરંતુ શું ભવિષ્યમાં વોટ્સએપમાં લાઇક બટન નહીં આવે, એ અંગે કંઇ કહી શકાય નહીં, બની શકે છે કે વો્ટસએપમાં પિંગના સ્થાને તેમણે લાઇક બટનનો પ્રયોગ કરવો પડે.

ટૈગિંગ
  

ટૈગિંગ

વોટ્સ એપમાં એક સાથે અનેક મિત્રોનું ગૃપ બનાવીને તને કોઇને પણ મેસેજ મોકલી શકો છો, વોટ્સ એપની લોકપ્રિયતાનું આ એક મોટું કારણ છે, પરંતુ જો વોટ્સએપમાં આ ફીચર લિમિટેડ કરી દેવામાં આવે અને મિત્રો ટેગ કરવાનું ઓપ્શન આપવામાં આવે તો.

રિકમંડેશન
  

રિકમંડેશન

ફેસબુકના કારણે વોટ્સએપમાં પણ જો રિકમંડ કરવાનું ઓપ્શન આપવામાં આવે તો કદાચ તેના પ્રત્યે લોકોનું આકર્ષક ઓછું થવા લાગે, કારણ કે હજુ તમે માત્ર એ જ લોકો સાથે વોટ્સએપમાં મેસેજ અને ફોટો, વીડિયો, શેર કરી શકો છો, જેમના નંબર તમારા ફોનમાં સેવ હોય.

ટ્રેંડિંગ હૈશટૈગ
  
 

ટ્રેંડિંગ હૈશટૈગ

'#' હૈશ ટૈગ લગાવવાની આદત આપણને ટ્વિટરે લગાવી પરંતુ હવે ગુગલ પ્લસ, ફેસબુકમાં હૈશ ટૈગ ઓપ્શન આવી ચૂક્યો છે. જેને જોઇને બની શકે છે વોટ્સએપમાં પણ '#' નું ઓપ્શન આવી જાય, જેમાં તમે તમારા બીજા મિત્રોને પણ હૈશ ટૈગ સાથે જોડી શકો.

English summary
5 features we never want whatsapp news
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.