For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બ્લેક ફંગસ બાદ કોરોનાના ઠીક થયેલા દર્દીઓમાં જોવા મળી આ ગંભીર બીમારી!

ભારતમાં કોરોના મહામારી પુરી થવાનું નામ નથી લઈ રહી. એક તરફ વાયરસ મ્યુટેડ થઈ રહ્યો છે તો બીજી તરફ કોરોનાની દવાઓની આડઅસર ઘાતક બની રહી છે. બ્લેક ફંગસ બાદ હવે એક નવી બીમારીએ દેખા દીધી છે. હવે કોરોનાથી ઠીક થયેલા દર્દીઓમાં એવેસ

|
Google Oneindia Gujarati News

ભારતમાં કોરોના મહામારી પુરી થવાનું નામ નથી લઈ રહી. એક તરફ વાયરસ મ્યુટેડ થઈ રહ્યો છે તો બીજી તરફ કોરોનાની દવાઓની આડઅસર ઘાતક બની રહી છે. બ્લેક ફંગસ બાદ હવે એક નવી બીમારીએ દેખા દીધી છે. હવે કોરોનાથી ઠીક થયેલા દર્દીઓમાં એવેસ્કુલર નેક્રોસિસ એટલે કે બોન ડેડના કેસ જોવા મળ્યા છે. આ રોગના દર્દીઓના હાડકા ગળવા લાગે છે.

વધુ એક બીમારીનો ખતરો

વધુ એક બીમારીનો ખતરો

એક રિપોર્ટ મુજબ હાલમાં મુંબઈમાં એવેસ્કુલર નેક્રોસિસના ત્રણ કેસ જોવા મળ્યા છે. ડોક્ટરોને આશંકા છે કે આવનારા દિવસોમાં આ કેસમાં વધારો થઈ શકે છે. આ બીમારી માટે સ્ટીરોઈડ જવાબદાર હોવાનું પ્રાથમિક તારણ છે. કોરોનાના દર્દીઓને આપવામાં આવતી સ્ટીરોઈડની આ આડઅસર હોઈ શકે છે.

આ બીમારી માટે સ્ટીરોઈડ જવાબદાર હોવાનું પ્રાથમિક તારણ

મેડીકલ જર્નલ બીએમજેમાં એક કેસ સ્ટડી પણ પ્રકાશીત થયો છે

મેડીકલ જર્નલ બીએમજેમાં એક કેસ સ્ટડી પણ પ્રકાશીત થયો છે

આ રોગને લઈને મેડીકલ જર્નલ બીએમજેમાં એક કેસ સ્ટડી પણ પ્રકાશીત થયો છે. આ ઉપરાંત અન્ય ડોક્ટરોએ પણ આ રોગના અન્ય કેસ જોવામાં આવ્યા હોવાની પુષ્ઠી કરી છે. સ્ટડી મુજબ કોરોનાની સારવાર દરમિયાન કોર્ટિકોસ્ટીરોઈડના વધુ પડતા ઉપયોગને કારણે આ બિમારી ઉદભવી હોઈ શકે છે.

English summary
Avascular necrosis has been found in patients of covid 19
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X