For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પરિણીત પુરુષોએ લો ટેસ્ટોસ્ટેરોનની સારવાર કરતા પહેલા આ વાંચો, નહીંતર પસ્તાશો

લગ્ન પછી દરેક પુરૂષ ઈચ્છે છે કે તેની પત્ની સાથેના સંબંધો સારા બને, પરંતુ જો પુરુષમાં શારીરિક નબળાઈ હોય તો લગ્નજીવન દુઃખોથી ભરેલું બની જાય છે. પુરૂષ પ્રજનન ક્ષમતાની નબળાઈ એક મોટી સમસ્યા છે.

|
Google Oneindia Gujarati News

લગ્ન પછી દરેક પુરૂષ ઈચ્છે છે કે તેની પત્ની સાથેના સંબંધો સારા બને, પરંતુ જો પુરુષમાં શારીરિક નબળાઈ હોય તો લગ્નજીવન દુઃખોથી ભરેલું બની જાય છે. પુરૂષ પ્રજનન ક્ષમતાની નબળાઈ એક મોટી સમસ્યા છે, જેના કારણે પિતા બનવું મુશ્કેલ બની જાય છે. કેટલીકવાર લો ટેસ્ટોસ્ટેરોન તેની પાછળનું મુખ્ય કારણ છે, જેની સારવાર કરવી જરૂરી છે.

સમસ્યાઓનું કારણ બને છે ટેસ્ટોસ્ટેરોનની ઉણપ

સમસ્યાઓનું કારણ બને છે ટેસ્ટોસ્ટેરોનની ઉણપ

ટેસ્ટોસ્ટેરોન એક એવો પુરૂષ હોર્મોન છે કે, જો તેનું સ્તર શરીરમાં ઘટવા લાગે છે, તો શારીરિક વિકાસમાં ઘણી રીતે સમસ્યાઓ આવે છે. આમાટે જરૂરી છે કે, તમે યોગ્ય સમયે સારવાર કરાવો, પરંતુ તે પહેલા સારવારના જોખમને જાણવું પણ જરૂરી છે. નહીંતર તમારે નુકસાનસહન કરવું પડી શકે છે.

ટેસ્ટોસ્ટેરોનનું સ્તર કેમ ઘટે છે?

ટેસ્ટોસ્ટેરોનનું સ્તર કેમ ઘટે છે?

ટેસ્ટોસ્ટેરોનના લો લેવલની પાછળનું સૌથી મોટું કારણ આપણી રોજિંદી જીવનશૈલી છે, તેની ગડબડને કારણે સ્વાસ્થ્ય પર ઘણી ખરાબ અસરપડે છે.

સામાન્ય રીતે આવી સમસ્યાઓ 40 વર્ષની ઉંમર વટાવ્યા પછી આવે છે. પુરૂષો પર કૌટુંબિક જવાબદારીઓનો બોજ હોવાથી તેતણાવ અને ચિંતામાં વધારો કરે છે. જેના કારણે ટેસ્ટોસ્ટેરોન હોર્મોન ઘટવા લાગે છે.

જ્યારે શરીરમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોનની ઉણપ હોય છે, ત્યારે પ્રજનન ક્ષમતામાં ઘટાડો થાય છે, આ રક્ત પરિભ્રમણ, એકાગ્રતા, મૂડ અનેયાદશક્તિને અસર કરે છે. તેમજ પુરૂષો વધુ ચીડિયા અને ગુસ્સે થઈ જાય છે.

ટેસ્ટોસ્ટેરોન રિપ્લેસમેન્ટ જોખમી છે

ટેસ્ટોસ્ટેરોન રિપ્લેસમેન્ટ જોખમી છે

ડૉકટર્સના મતે, ટેસ્ટોસ્ટેરોનનું સ્તર ઓછું થયા પછી જે લોકો તેની સારવાર કરવાનો પ્રયાસ કરે છે, તેમના માટે આ પગલું સરળ નથી. જોટેસ્ટોસ્ટેરોન રિપ્લેસમેન્ટ કરવામાં આવે છે, જેના કારણે હાર્ટ એટેકનું જોખમ નોંધપાત્ર રીતે વધી જાય છે.

અમેરિકન યુરોલોજિકલ એસોસિએશન અનુસાર, વૃદ્ધત્વ સાથે ઓછા ટેસ્ટોસ્ટેરોનની સમસ્યા થવી સામાન્ય છે, પરંતુ તે વધુ સારું છે કે તમેટેસ્ટોસ્ટેરોન રિપ્લેસમેન્ટ થેરાપી ટાળો અને તંદુરસ્ત આહાર લેવાનું શરૂ કરો, કારણ કે કુદરતી અને આયુર્વેદિક પદ્ધતિઓ અપનાવવી એ વધુસારો વિકલ્પ છે.

English summary
Read this before married men take low testosterone treatment
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X