For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એક મહિનામાં બે વાર પીરિયડ્ઝ આવ્યા તો શું ગભરાવવાની જરૂર છે?

જો તમે પોતાના પીરિયડ્ઝમાં આકસ્મિક ફેરફાર અનુભવતા હોય તો શું કરવુ તે જાણો..

|
Google Oneindia Gujarati News

બે પીરિયડ વચ્ચેનો સરેરાશ સમયગાલો 28 દિવસનો હોય છે પરંતુ આ 21થી 35 દિવસમાં આવતા પીરિયડને સામાન્ય જ માનવામાં આવે છે. દરેક મહિલાની પીરિયડ સાઈકલમાં ફરક હોય છે. પરંતુ જ્યારે કોઈ મહિલાને એક કે બે મહિનામાં માત્ર એક પીરિયડ્ઝ આવવા લાગે કે પછી એક મહિનામાં બે-ત્રણ વાર આવે તો તેને અનિયમિત પીરિયડ કહેવામાં આવે છે. આ એ મહિલા માટે બહુ સીરિયસ સમસ્યા છે. આ સમસ્યાથી આગળ જઈને નવપરિણીત યુવતીઓ મા નથી બની શકતી. વળી, બીજી પણ ઘણી આરોગ્યને લગતી સમસ્યાઓ સામે આવી શકે છે. બને તેટલુ જલ્દી આ સમસ્યાથી છૂટકારો મેળવવો જોઈએ. અમુક મહિલાઓમાં નિયમિત રીતે બે સપ્તાહનુ માસિક ચક્ર હોય છે જ્યારે અમુક મહિલાઓ માટે આ એક અસ્થાયી સમસ્યા છે. જો તમે પોતાના પીરિયડ્ઝમાં આકસ્મિક ફેરફાર અનુભવતા હોય તો બને તેટલુ જલ્દી પોતાના ડૉક્ટર કે ગાયનેકોલોજીસ્ટને મળો.

મહિનામાં 2 વાર પીરિયડ્ઝ આવવાના કારણ

મહિનામાં 2 વાર પીરિયડ્ઝ આવવાના કારણ

જો તમારો ફાઈબ્રોઈડ્ઝ, અલ્સર કે જલ્દી મેનોપૉઝનો પારિવારિક ઈતિહાત હોય તો આ બધી બાબતો એક મહિનામાં બે વાર પીરિયડ્ઝ આવવાનુ જોખમ વધારી શકે છે. સાથે જ જો મહિલાને અનિયમિત બ્લીડિંગનો ઈતિહાસ હોય તો તેના પીરિયડ્ઝને ટ્રેક કરવાથી કોઈ અન્ય સમસ્યાને વધુ ઝડપથી ઓળખવામાં મદદ મળી શકે છે. આનાથી તેના પીરિયડ્ઝની માહિતી ડૉક્ટર સાથે શેર કરવી પણ સરળ બનાવી શકે છે. વધુ અને સતત બ્લીડિંગનો સ્વાસ્થ્ય પ્રભાવ એનીમિયા રૂપે જોવા મળે છે જે તેના લોહીમાં આયર્નની ઉણપના કારણે હોય છે.

અલ્સર પણ હોઈ શકે છે કારણ

અલ્સર પણ હોઈ શકે છે કારણ

પીરિયડ્ઝ દરમિયાન અલ્સરની સમસ્યા ભારે બ્લીડિંગનુ કારણ બની શકે છે. આ બ્લીડિંગને ઘણી વાર ભૂલથી માસિક ચક્રનુ બ્લીડિંગ સમજવામાં આવે છે કારણકે આ એક નિયમિત સમય સુધી આવી શકે છે અને આમાં લોહીના ધક્કા પણ નીકળી શકે છે.

પ્રેગ્નેન્સી તો નથી

આપણને લાગે છે પ્રેગ્નેન્સીનો અર્થ છે પીરિયડ્ઝ અટકી જવા. પરંતુ પ્રેગ્નેન્ટ થયા બાદ વચ્ચે વચ્ચે બ્લીડિંગ થતી રહેવુ સામાન્ય વાત છે. ખાસ કરીને શરૂઆતના ત્રણ મહિનામાં. આ સેક્સ કે કસરત કર્યા બાદ થઈ જાય છે.

મિસકેરેજ તો નથી

મિસકેરેજ તો નથી

ગર્ભાશયમાં કોઈ કારણે ભ્રૂણ પોતાની જાતે અંત આવી ગયો હોય તેને ગર્ભપાત કહેવાય છે. લગભગ 15થી 18 ટકા ગર્ભાવસ્થા ગર્ભપાતમાં સમાપ્ત થઈ જાય છે. ગર્ભાવસ્થાના પહેલા ત્રિમાસિકમાં વજાઈનલ બ્લીડિંગનો અનુભવ થવો સામાન્ય વાત છે પરંતુ ગર્ભપાતનો એક સંકેત પણ હોઈ શકે છે. માટે ડૉક્ટરનો સંપર્ક કરવો જરૂરી છે.

વધુ સ્ટ્રેસ લેવો

જો કોઈ મહિલા વધુ તણાવમાં હોય ત્યારે પણ આની સીધી અસર પીરિયડઝ પર પડે છે. તણાવના કારણે લોહીમાં સ્ટ્રેસ હોર્મોન વધી જાય છે અને આ કારણે પીડિયડ બહુ લાંબા અથવા બહુ નાના હોઈ શકે છે. સન 2015મમાં મેડિકલ સ્ટુડન્ટ્સે 100 મહિલાઓ પર એક રિસર્ચ કર્યુ હતુ જેમાં જોયુ કે હાઈ સ્ટ્રેસ લેવલ ઈરરેગ્યુલર પીરિયડ્ઝ સાથે સીધી રીતે જોડાયેલુ છે. જો તમે સ્ટ્રેસમાં હોય તો હેવી બ્લીડિંગ થઈ શકે છે અથવા મહિનામાં બે વાર પીરિયડ્ઝ પણ આવી શકે છે.

સુશાંતના સુસાઈડના 20 દિવસ બાદ પણ અંકિતાના આંસુ નથી અટકી રહ્યાસુશાંતના સુસાઈડના 20 દિવસ બાદ પણ અંકિતાના આંસુ નથી અટકી રહ્યા

English summary
What causes two periods in one month? Is there any reason to worry?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X