For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PM મોદીની અપીલ પર આ એક્ટરે કહ્યુ - સમજદાર હિંદુસ્તાનનુ ખ્વાબ હતુ, વિચારુ છુ સળગાવી દઉ

રધાનમંત્રીની આ અપીલ પર બૉલિવુડની હસ્તીઓ પણ પોતાનુ મંતવ્ય જણાવી રહ્યા છે. એજાઝ ખાને શું કહ્યુ જાણો અહીં.

|
Google Oneindia Gujarati News

દેશમાં કોરોના વાયરસ(કોવિડ-19)ના વધતા કેસો દરમિયાન શુક્રવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓ સાથે એક વીડિયો સંદેશ શેર કર્યો છે. જેમાં પ્રધાનમંત્રીએ લોકોને 5 એપ્રિલ, રવિવારે રાતે નવ વાગે ઘરની બધી લાઈટો બંધ કરીને 9 મિનિટ માટે મિણબત્તી, દીવો, ટૉર્ચ કે મોબાઈલની ફ્લેશલાઈટ ચાલુ કરવાનો આગ્રહ કર્યો છે. પ્રધાનમંત્રીની આ અપીલ પર બૉલિવુડની હસ્તીઓ પણ પોતાનુ મંતવ્ય જણાવી રહ્યા છે.

‘મોદીજી આપણને બધાને બિગ બૉસ રમાડી રહ્યા છે'

‘મોદીજી આપણને બધાને બિગ બૉસ રમાડી રહ્યા છે'

આ બાબતે બૉલિવુડ અભિનેતા એજાઝ ખાને એક બાદ એક ટ્વિટ કરીને પોતાનુ મંતવ્ય વ્યક્ત કર્યુ છે. તેણે કહ્યુ કે પ્રધાનમંત્રી અઠવાડિયામાં એક વાર આવીને નવુ ટાસ્ક આપી જાય છે. એજાઝ ખાને ટ્વિટ કર્યુ, ‘મોદીજી આપણને સૌને બિગ બૉસ રમાડી રહ્યા છે... અઠવાડિયામાં એક વાર આવે છે અને નવુ ટાસ્ક આપીને જતા રહે છે.' ખાને પ્રધાનમંત્રીની અપીલનો વિરોધ કરીને કહ્યુ, ‘જે એક સુંદર, સમજદાર હિંદુસ્તાનનુ ખ્વાબ હતુ, વિચારુ છુ 9 વાગે સળગાવી દઉ.'

‘કોરોના એમ સમજશે કે ભારતમાં કોઈ નથી'

‘કોરોના એમ સમજશે કે ભારતમાં કોઈ નથી'

એક અન્ય ટ્વિટમાં એજાઝ ખાને કહ્યુ, ‘બધી લાઈટો જ્યારે બંધ થઈ જશે તો કોરોના સમજશે કે ભારતમાં હવે કોઈ નથી તો તે ભાગી જશે. આભાર મોદીજી. 135 કરોડ ભારતવાસીઓની સામૂહિક શક્તિનુ જ પરિણામ છે કે લોકો આજે જીવિત છે અને માનનીય મોદીજી તમે તો ભોજનની વ્યવસ્થા નથી કરાવી શકતા, ઈલાજ તો છોડી જ દો.'

પ્રધાનમંત્રીએ શું કહ્યુ હતુ?

પીએમ મોદીએ પોતાના વીડિયો મેસેજમાં કહ્યુ છે કે 5 એપ્રિલ એટલે કે આ રવિવારે રાતે નવ વાગે નવ મિનિટ માટે ઘરની બધી લાઈટો બંધ કરી દો અને દરવાજા પર ઉભા રહીને અથવા બાલકનીમાં દીવો પ્રગટાવો, મિણબત્તી સળગાવો અથવા કંઈ પણ પ્રકાશ કરો, આ શક્તિ દ્વારા આપણે એ સંદેશ આપવા ઈચ્છીએ છીએ કે દેશવાસી એકજૂટ છે. પીએમે કહ્યુ કે એકજૂટતાના દમ પર જ આ મહામારીને મ્હાત આપી શકાય તેમ છે.

આ પણ વાંચોઃ બીજાની પત્નીને ભગાડીને પુરુષ કરે છે લગ્ન, ચોંકાવનારી છે લવ મેરેજ પરંપરાઆ પણ વાંચોઃ બીજાની પત્નીને ભગાડીને પુરુષ કરે છે લગ્ન, ચોંકાવનારી છે લવ મેરેજ પરંપરા

English summary
ajaz khan tweets pm modi is like bigg boss gave us task every week on coronavirus
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X