For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સાહો હાઉસફુલ, ટિકિટની કિંમત 2000 સુધી પહોંચી

પ્રભાસની એક્શન ફિલ્મ સાહો રિલીઝ થઈ છે. શુક્રવારે એટલે કે પહેલા જ દિવસની રજૂઆત શરૂ થઈ ગઈ છે અને સાહો સાથે જોડાયેલા મોટા સમાચાર સામે આવી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

પ્રભાસની એક્શન ફિલ્મ સાહો રિલીઝ થઈ છે. શુક્રવારે એટલે કે પહેલા જ દિવસની રજૂઆત શરૂ થઈ ગઈ છે અને સાહો સાથે જોડાયેલા મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પ્રભાસના સ્ટારડમનો ફાયદો સાહોને મળી રહ્યો છે તેવું માનવામાં આવે છે. એટલા માટે હાઉસફુલ શૉ બહાર પ્રભાસને જોવા માટે લાઈનો લાગી છે.

ફિલ્મનું બજેટ 350 કરોડ છે. આવી સ્થિતિમાં, ઘણા દિવસોથી ચર્ચા થઈ રહી છે કે સાહોની ટિકિટની કિંમત વધારવામાં આવશે. તેવું થઇ રહેલું પણ સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. સ્થિતિ એવી છે કે ફિલ્મની ટિકિટ 2 હજાર રૂપિયા સુધી પણ પહોંચી ચુકી છે. પ્રભાસને આટલા ભાવે પણ જોવા ચાહકો તૈયાર છે. લોકોમાં ફિલ્મ માટે એટલો ક્રેઝ છે કે દિલ્હી અને મુંબઇના ઘણા થિયેટરોમાં શો હાઉસફૂલ ચાલી રહ્યા છે. હૈદરાબાદમાં ટિકિટ માટે લાંબી લાઈનો છે.

સોશ્યિલ મીડિયા પર સાહોનો જાદુ છવાયો

સોશ્યિલ મીડિયા પર સાહોનો જાદુ છવાયો

સોશ્યિલ મીડિયા પર સાહો માટે જોરદાર દીવાનગી જોવા મળી રહી છે. છેલ્લા ઘણા દિવસથી સાહો માટે ઘણા ટેગ ટ્રેન્ડ પણ થઇ રહ્યા છે. લોકો સોશ્યિલ મીડિયા પર આજે સાહો માટે શાનદાર પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે.

ટિકિટની કિંમત 2200

ટિકિટની કિંમત 2200

પ્રભાસ સિવાય શ્રદ્ધા કપૂર, નીલ નીતિન મુકેશ, જેકી શ્રોફ, મંદિરા બેદી, મહેશ માંજરેકર, ચંકી પાંડે જેવા ઘણા સક્ષમ કલાકારો આ ફિલ્મનો ભાગ છે. ફેન્સ રીવ્યુની રાહ જોયા વિના થિયેટરમાં ફિલ્મ જોવા માટે ગયા છે. આ જોતાં દિલ્હીના એક થિયેટરમાં ટિકિટની કિંમત 2200 કરવામાં આવી છે.

થિયેટરમાં સીટીઓ વાગી

થિયેટરમાં સીટીઓ વાગી

સાહોમાં પ્રભાસની એન્ટ્રી પર થિયેટરમાં સીટી વગાડવામાં આવી રહી છે. તેના દરેક ડાયલોગ પર લોકો તાળીઓ અને સીટીઓ વગાડી રહ્યા છે. ચાહકોમાં ક્રેઝ જોઇને નિર્માતાઓ ફિલ્મ માટે 400 કરોડના આંકને પાર કરવાની અપેક્ષા રાખી રહ્યા છે.

8 મિનિટ માટે 70 કરોડનો ખર્ચ

8 મિનિટ માટે 70 કરોડનો ખર્ચ

સાહોના એક્શન સીન્સ માટે સોશિયલ મીડિયા પર ફેન્સ ખુબ વખાણ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે સાહોમાં પ્રભાસના 8 મિનિટના એક્શન સીન માટે 70 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. દર્શકો સાહોને વર્ષની સૌથી મોટી એક્શન ફિલ્મ ગણાવી રહ્યા છે.

લગભગ 2 વર્ષ પછી વાપસી

લગભગ 2 વર્ષ પછી વાપસી

બાહુબલી 2 પછી, પ્રભાસ લગભગ 2.5 વર્ષ પછી સ્ક્રીન પર પાછા આવી રહ્યા છે. દરમિયાન, તેના ચાહકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. પ્રથમ દિવસે ફક્ત સાઉથમાં ફિલ્મ 30 કરોડ રૂપિયાની કમાણી કરે તેવી આશંકા વ્યકત કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: Saaho Twitter Reactions: રુંવાટા ઉભા કરી દેશે એક્શન સીન્સ

English summary
Saaho Housefull, ticket prices reached 2000 RS
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X