જય હો ઉપર સેંસરની કાતર, મળ્યું યૂ/એ પ્રમાણપત્ર

Posted By:
Subscribe to Oneindia News

મુંબઈ, 20 જાન્યુઆરી : બૉલીવુડના મિસ્ટર દબંગની મોસ્ટ અવેટેડ ફિલ્મ જય હોની લોકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે. ફિલ્મનું પ્રમોશન જરદાર રીતે ચાલી રહ્યું છે. દરમિયાન જાણવા મળે છે કે જય હો ફિલ્મને નાનીસૂની કાપકૂપ બાદ યૂ/એ પ્રમાણપત્ર આપી દેવાયું છે.

salman
કેન્દ્રીય ફિલ્મ પ્રમાણન બોર્ડ દ્વારા જણાવવામાં આવ્યું છે કે સામાન્ય રીતે સલમાન ખાનની ફિલ્મો વગર કાપકૂપે યૂ પ્રમાણપત્ર સાથે પાસ થાય છે, પણ જય હો રાજકારણથી ભરપૂર રોમાંચક ફિલ્મ છે. હાલમાં ભારતીય રાજકારમમાં ભ્રષ્ટાચારની કટુ આલોચના કરનારા ઘણા સંવાદો આ ફિલ્મમાં છે. તેથી ફિલ્મમાં થોડીક કાતર ફેરવવી પડી છે. જય હો સેંસર બોર્ડ દ્વારા કાપકૂપ બાદ યૂ/એ પ્રમાણપત્ર સાથે પાસ થનાર સલમાન ખાનની પ્રથમ ફિલ્મ બની ગઈ છે. બીજી બાજુ સલમાન ખાન ફિલ્મના પ્રમોશન માટે નવા-નવા નુસ્ખાઓ અજમાવી રહ્યાં છે. તેમણે જય હો માટે એક નવો પ્રયોગ કર્યો છે અને હંગામા-જય હો ફ્રેંડ્સ-ઑફ-ફ્રેંડ્સ નામની એક સંગીત એપ્લિકેશન લૉન્ચ કરી છે.

સલમાન ખાને જણાવ્યું - જય હો સામાજિક અન્યાય વિરુદ્ધ ભારતીયોને સંગઠિત કરવા અંગેની ફિલ્મ છે. આ એપ્લિકેશન સમગ્ર વિશ્વમાં સંગીત સાથે મહોબ્બત કરનાર મિત્રો તથા સમુદાયોને એક-બીજા સાથે જોડવા માટેની સ્વીકૃતિ આપે છે. હું આ પહેલ પર મળનાર પ્રત્યાઘાતની રાહ જોઈ રહ્યો છું. આ એપ્લિકેશનની લિંક મેળવવા સંગીત પ્રેમીઓ 09223138888 પર મિસ્ડ કૉલ કરી શકે છે અથવા એસએમએસ હંગામા ટાઇપ કરી 54646 ઉપર મોકલી શકે છે. પ્રયોક્તાએ વધુ ત્રણ મિત્રો સાથે ફ્રેંડ્સ-ઑફ-ફ્રેંડ્સ શ્રેણી બનાવી તેને આગળ લઈ જવાની જરૂર છે. આ રીતે જેની ચેન સૌથી મોટી હશે, તેને સલમાન ખાન સાથે મળવાની તક મળશે.

English summary
Superstar Salman Khan's young fans, who form a sizeable slice of his mammoth fan-following, may need to be accompanied by adults to be able to see his latest film 'Jai Ho'.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.