swati sachdeva controversy : કોણ છે સ્ટેન્ડઅપ કોમેડિયન સ્વાતિ સચદેવા? જાણો કેમ વિવાદમાં છે?
swati sachdeva controversy : આજકાલ સ્ટેન્ડ-અપ કોમેડીના નામે ઘણા વિવાદો થઈ રહ્યાં છે. થોડા દિવસો પહેલા ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ શોમાં યૂટ્યુબર રણવીર અલ્હાબાદિયાએ અભદ્ર કોમેડી કરતા હંગામો સર્જાયો હતો.
તેને કોર્ટ અને સાયબર સેલમાં હાજરી આપવી પડી હતી. હવે આ વિવાદમાં નવા નામ તરીકે સ્ટેન્ડ-અપ કોમેડિયન સ્વાતિ સચદેવા (Swati Sachdeva) નું નામ જોડાયુ છે.

સ્વાતિ સચદેવાના સોશિયલ મીડિયામાં લાખો ફેન્સ છે. તેણી દિલ્હીની રહેવાસી છે અને તેમનો જન્મ 20 એપ્રિલ 1992ના રોજ પંજાબમાં થયો હતો. તેમની લિંકડઈન પ્રોફાઇલ અનુસાર, એમિટી યુનિવર્સિટીમાંથી એડ્વર્ટાઇઝિંગ અને માર્કેટિંગની ડિગ્રી મેળવી છે.
પોતાના કરિયર દરમિયાન તેણીએ માર્કેટિંગમાં નોકરી પણ કરી પરંતુ પછી ફ્રીલાન્સ કન્ટેન્ટ રાઇટર તરીકે કામ શરૂ કર્યું અને પછી સ્ટેન્ડ-અપ કોમેડી ક્ષેત્રમાં પ્રવેશ કર્યો.
સ્વાતિ સચદેવાનો એક કોમેડી વીડિયો હાલમાં ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે, જેમાં તે માતા સાથેની એક ઘટના વર્ણવે છે. આ વીડિયોમાં વાઇબ્રેટરને લઈને ઘણી વાતો છે. આ વીડિયો સામે આવ્યા બાદ કેટલાક લોકોને વાંધો પડ્યો છે.
સ્વાતિ સચદેવા લાંબા સમયથી સ્ટેન્ડ-અપ કોમેડી કરી રહ્યા છે. તેણીના ઇન્સ્ટાગ્રામ પર 11 લાખથી વધુ ફોલોઅર્સ છે અને તેમના YouTube ચેનલ પર 9.25 લાખથી વધુ સબ્સ્ક્રાઇબર્સ છે. ઈન્ટરનેટ પર ઉપલબ્ધ જાણકારી અનુસાર તેણીની કુલ સંપત્તિ અંદાજે 2-3 કરોડ રૂપિયા છે.
સ્વાતિ સચદેવાને ફેબ્રુઆરી 2020થી સપ્ટેમ્બર 2020 સુધી કોમેડી વેગન સાથે કામ કર્યું હતું. ત્યારબાદ તેણે નેટફ્લિક્સ માટે ફ્રીલાન્સ કન્ટેન્ટ લખવાનું શરૂ કર્યું. શરૂઆતમાં ફ્રીલાન્સ કન્ટેન્ટ રાઇટર તરીકે કારકિર્દી બનાવી પણ પછી સ્ટેન્ડ-અપ કોમેડી તરફ વળી. તેના શોમાં તેઓ સામાજિક મુદ્દાઓ, વ્યક્તિગત અનુભવો અને સમલૈંગિકતા જેવા વિષયોને લઈને ખુલ્લી વાતચીત કરે છે.
સ્વાતિ સચદેવાને અનેક સ્ટેન્ડ-અપ એક્ટ્સમાં સ્વીકાર્યું છે કે તે બાયસેક્સ્યુઅલ છે અને તેમની ગર્લફ્રેન્ડ પણ છે. જો કે, તેમની કોમેડી અંગે લોકોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળે છે. કેટલાક લોકો તેમને સ્ટ્રેટ-ફોરવર્ડ માને છે તો કેટલાક તેમે અશ્લિલ ગણાવે છે.
સ્વાતિ સચદેવા હાલમાં પોતાના વાઇરલ વીડિયોને કારણે ચર્ચામાં છે. તેની કોમેડી પર ઘણી ટિપ્પણીઓ થઈ રહી છે. જો કે, વાસ્તવમાં આ વિવાદ તેનો પ્રભાવ વધારશે કે પછી કરિયર માટે નુકસાનકારક સાબિત થશે તે આગામી સમયમાં જ ખબર પડશે.
-
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ -
Dhurandhar 2 BO Collection Day 3: ત્રીજા દિવસે રણવીર સિંહની 'ધુરંધર 2'એ મચાવી ધમાલ, કમાણીએ તોડ્યા રેકોર્ડ -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા











Click it and Unblock the Notifications
