રિવરફ્રન્ટ બંધ, ધરોઇ ડેમનું પાણી પહોંચ્યું સાબરમતીમાં

Posted By:
Subscribe to Oneindia News

અમદાવાદ: ધરોઇ ડેમનું પાણી સાબરમતીમાં નાંખતા મંગળવાર સવારે સાબરમતી બે કાંઠે થઇ ગઇ હતી. અને બપોર સુધીમાં પાણીની લેવલ ભયજન સપાટીએ આવી જતા અમદાવાદમાં રિવરફ્રન્ટને બંધ કરવામાં આવ્યો હતો. ધરોડ ડેમમાંથી અંદાજે 1.25 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું હતું. જેના કારણે રિવરફ્રન્ટનો વોક વે પણ પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. સાથે જ સાવચેતીના પગલા રૂપે રિવરફ્રન્ટ ખાતે પોલીસ બંદોવસ્ત પણ મૂકવામાં આવ્યો છે. અને લોકોને સ્લેફી લેવાના ચક્કરમાં જાનનું જોખમ ન લેવાનું સૂચન પણ તંત્ર દ્વારા આપવામાં આવ્યું છે. વધુમાં મેયર ગૌતમ શાહે વાસણા બેરેજની મુલાકાત લઇને પણ પાણીની સ્થિતિ અંગે ચકાસણી કરી હતી.

riverfront water

ઉલ્લેખનીય છે કે ધરોઇ ડેમથી સવારે 5 વાગે પાણી છોડવામાં આવતા નદીના નીચાણવાળા વિસ્તારોમાં ન જવાની તંત્ર દ્વારા સલાહ આપવામાં આવી છે. સાથે જ વણઝારા, બાકરોલ અને ફતેહવાડી તથા ગ્યાસપુર જેવા વિસ્તારોમાં પણ નદી પાસે ન જવાની સલાહ આપવામાં આવી છે.

sabarmati river

સાથે જ શહેરના 54 જેટલા ભયજનક મકાનોની ફરિયાદમાંથી 49 ફરિયાદો પર તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ 5 દિવસના વરસાદમાં શહેરભરમાંથી 207 જેટલા ઝાડ પડવાની જાણકારી મળી છે. ત્યારે હવામાન ખાતા દ્વારા 27મી સુધી ભારે વરસાદની આગાહી રાજ્યભર માટે કરવામાં આવી છે.

English summary
Ahmedabad: Riverfront is closed. Dharoi dam water channeled into Sabarmati
Please Wait while comments are loading...