For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતની નૂરજહાંએ કહ્યું, હું જીવું છું તો સુષ્માજીના કારણે...

સુષ્મા સ્વરાજના નિધનથી દેશભરમાં લોકો શોકમગ્ન છે. જુદા જુદા લોકો માટે સુષ્માના યોગદાનને યાદ કરાઈ રહ્યું છે.

|
Google Oneindia Gujarati News

સુષ્મા સ્વરાજના નિધનથી દેશભરમાં લોકો શોકમગ્ન છે. જુદા જુદા લોકો માટે સુષ્માના યોગદાનને યાદ કરાઈ રહ્યું છે. ત્યારે અમદાવાદની મુસ્લિમ મહિલા નૂરજહાં બાનો પણ તેમના નિધનથી દુઃખી છે. નરજહાંબાનોનું કહેવું છે કે સુષ્માજીના કારણે જ હું આજે જીવું છું, નહીં તો અરબના ઓમાનમાં જ મૃત્યુ પામતી. નૂરજહાંના કહેવા પ્રમાણે,'જ્યારે હું ત્યાં ફસાઈ ગઈ હતી, તો મેં તત્કાલીન વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે ટ્વિટ કર્યું હતું. મેં જાતે જ વતન વાપસી માટે તેમને મદદ માટે કહ્યું હતું. સુષ્માજીએ એક ટ્વિટના આધારે જ મને મદદ પહોંચાડી હતી. તેમના કારણે જ હું આજે પોતાના દેશમાં પરિવાર સાથે છું.'

'બ્યૂટીપાર્લરમાં નોકરીની લાલચ આપી ઓમાન બોલાવી હતી'

'બ્યૂટીપાર્લરમાં નોકરીની લાલચ આપી ઓમાન બોલાવી હતી'

નૂરજહાં બાનો અમદાવાદના શાહપુર વિસ્તારમાં રહે છે. તેમને ઓમાનમાં બ્યુટી પાર્લરમાં કામ કરવાની ઓફર મળી હતી. જો કે ત્યાં પહોંચ્યા બાદ તેને ખ્યાલ આવ્યો કે દગો થયો છે. ત્યાં એક સ્થાનિક વ્યક્તિએ તેને નોકરાણી બનવા કહ્યું. તેઓ હોમ સર્વિસનું દબાણ કરતા હતા. આવી સ્થિતિમાં નૂરજહાં અને બીજી એક હિન્દુસ્તાની મહિલાને ખૂબ હેરાન કરવામાં આવી.

જેલમાં નાખી, કોઈ કાયદાકીય મદદ ન મળી

જેલમાં નાખી, કોઈ કાયદાકીય મદદ ન મળી

શોષણથી દુઃખી બીજી મહિલાએ આત્મહત્યાની કોશિશ કરી. ત્યારે આ મામલે નૂરજહાંને જેલમાં નાખી દેવામાં આવી. નૂરજહાંને ત્યાં કોઈ કાયદાકીય મદદ ન મળી.

વિચારતી હતી જેલમાં જ મરી જઈશ

વિચારતી હતી જેલમાં જ મરી જઈશ

સંકટની સ્થિતિમાં હું અલ્લાહ પાસે દુવા માગતી હતી. મને લાગતું હતું કે જેલમાં જ મરી જઈશ. ત્યારે સંજોગોવશાત તેલંગાણાના શ્રીનિવાસ નામના વ્યક્તિએ કહ્યું કે જો તમે સુષ્માજીને ટ્વિટ કરીને મદદ માગશો તો નીકળી શકો છો. ત્યારે મેં ટ્વિટ કરીને સુષ્માજીને વીડિયો મોકલ્યો. જેને સુષ્માજીએ ગંભીરતાથી લઈને તાત્કાલિક ઓમાન સરકાર સાથે વાત કરી. બાદમાં હું જેલમાંથી છૂટીને પાછી ભારત આવી શકી.

આ મહિલાના પતિને પણ ચાંચિયાઓથી છોડાવાયા

આ મહિલાના પતિને પણ ચાંચિયાઓથી છોડાવાયા

વારાણસીની મહિલા કંચન ભારદ્વાજે પણ સુષ્મા સ્વરાજ સાથેની યાદ વહેંચી હતી. કંચન ભારદ્વાજ કહે છે કે 25 માર્ચ 2015ના રોજ મર્ચન્ટ નેવીના એન્જિનિયર સહિત પાંચ લોકોનું ચાંચિયાઓએ અપહરણ કર્યું હતું, તેમાં મારા પતિ એન્જિનિયર સંતોષ ભારદ્વાજ પણ હતા. અમે સુષ્માજી પાસે મદદ માગી. સુષ્માજીને જ્યારે આ વાતની માહિતી મળી ત્યારે તેમણે તાત્કાલિક ધ્યાન આપ્યું. છેલ્લે 45 દિવસ બાદ 11 મે 2016ના રોજ સુષ્માજીના પ્રયત્નો બાદ મારા પતિ છૂટ્યા. હવે લાગી રહ્યું છે કે જાણે મારી મોટી બહેન નથી રહી.

આ પણ વાંચો: સુષ્મા સ્વરાજની આ 5 હકીકતો વિશે તમે બિલકુલ નથી જાણતા

English summary
ahmedabadi noor jahan remembering sushma swaraj
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X