બળાત્કાર બાદ આસારામના આશ્રમમાં થતું હતું યુવતીઓનું ગર્ભપાત
અમદાવાદ, 19 ઓક્ટોબર: સફેદ વસ્ત્ર પહેરીને પોતાને ભગવાનનું રૂપ માનનાર આસારમ બાપુ હવે ખરાબ રીતે ફસાઇ ચૂક્યા છે. રોજ નવાનવા આરોપોથી ઘેરાયેલા આસારામનું જેલમાંથી બહાર નીકળવાની શક્યતા હવે ઓછી દેખાઇ રહી છે. અમદાવાદ કોર્ટે આસારામના પોલીસ રિમાન્ડ વધારીને તેમને 22 ઓક્ટોબર સુધી જેલમાં રાખવાના આદેશ આપી દીધા છે.
અમદાવાદ પોલીસે તેમના પર ગંભીર ચાર્જ લગાવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર આસારામ પોતાના આશ્રમમાં યુવતીઓ પર બળાત્કાર ગુજાર્યા બાદ તેમનું ગર્ભપાત કરાવતા હતા. પોલીસના ચાર્જ અનુસાર વિવાદાસ્પદ ગુરુ આાસારામના આશ્રમમાં બળાત્કાર પીડિતાઓનું ગર્ભપાત કરાવવામાં આવતું હતું.
પોલીસ દ્વારા લગાવવામાં આવેલા આ ગંભીર આરોપ બાદ ગાંધીનગર કોર્ટે આસારામ પર કોઇ નરમી નહીં દાખવતા પોલીસ રિમાન્ડની સમયમર્યાદા વધારી દીધી છે. કોર્ટમાં રજૂઆત દરમિયાન ગુજરાત પોલીસે કડક શબ્દોમાં આસારામને જામીન આપવાનો વિરોધ નોંધાવ્યો. પોતાની ચાર્જશીટમાં પોલીસે જણાવ્યું કે આસારામના આશ્રમમાં યુવતીઓ પર બળાત્કાર થતો રહ્યો જ્યારે યુવતીઓ ગર્ભવતી થઇ જતી તો તેમનું ગર્ભપાત કરવામાં આવતું હતું.

ઉલ્લેખનીય છે કે 10 વર્ષો સુધી આસારામના આશ્રમમાં સાધિકાનું કામ કરનાર યુવતીએ આસારામ પર આરોપ લગાવતા કહ્યું હતું કે આસારામે તેનું લાંબા સમય સુધી શારિરીક શોષણ કર્યું. પહેલીવાર 2001માં આસારામે જબરદસ્તી તેની પર બળાત્કાર કર્યો. સુરતની બે બહેનોના આરોપ બાદ જ આસારામને પૂછપરછ માટે ગુજરાત લાવવામાં આવ્યા છે.












Click it and Unblock the Notifications
