For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડ્રગ્સ નાબૂદી અભિયાન માટે કોંગ્રેસ દ્વારા ટોલ ફ્રી હેલ્પલાઇન શરૂ કરી

યુવાનોના ભવિષ્યને રોળતા ડ્રગ્સના કારોબારને રોકવા અને ગુજરાતના યુવાધનને ડ્રગ્સના રવાડે ચડતાં બચાવવા માટે કોંગ્રેસ દ્વારા ટોલ ફ્રી હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. ગુજરાતના યુવાનોના ભવિષ્યને બચાવવા માટે અને ગુજરાતમાંથી ડ્રગ્સ

|
Google Oneindia Gujarati News

યુવાનોના ભવિષ્યને રોળતા ડ્રગ્સના કારોબારને રોકવા અને ગુજરાતના યુવાધનને ડ્રગ્સના રવાડે ચડતાં બચાવવા માટે કોંગ્રેસ દ્વારા ટોલ ફ્રી હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. ગુજરાતના યુવાનોના ભવિષ્યને બચાવવા માટે અને ગુજરાતમાંથી ડ્રગ્સને ઝાકારો આપવા માટે કોંગ્રેસ દ્વારા ડ્રગ્સ નાબુદી માટે rejectdrugsrejectbjp.in વેબસાઇટ તથા ટોલ ફ્રી નંબર 1800-120-7840 નું લોકાર્પણ કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાઈ ગુજરાતને ડ્રગ્સ મુક્ત ગુજરાત બનાવવા સંકલ્પ કરશે. ગંભિર અને ગુન્હાહિત નિષ્ફળતાઓને પગલે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાંની માંગ પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી.

Congress

કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે જણાવ્યું હતું કે, ભાજપ સરકારે ગુજરાતનું ભવિષ્ય એવા યુવાનોને ડ્રગ્સના હવાલે સોંપી દીધું છે. દેશમાં ડ્રગ્સનું સૌથી મોટું પ્રવેશદ્વાર ગુજરાત બની ગયુ છે. ગુજરાતને ડ્રાય સ્ટેટમાંથી ડ્રગ્સ સ્ટેટ કોણ બનાવી રહ્યું છે ? છેલ્લા છ મહિનાની અંદર જ ગુજરાતમાં ૨૫ હજાર કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે જેમાં શાસકો સાથે જોડાયેલા મોટા માથાઓની સામેલગીરીને સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે, એકમાત્ર મુન્દ્રા પોર્ટ પરથી રૂ. 25,000 કરોડના ડ્રગ્સ ઝડપાયું, ત્યારે સરકાર ડ્રગ્સના વેપારની તપાસ કેમ નથી કરતી? કેન્દ્રીય એજન્સીઓ ED, CBI, NCB ક્યાં છે? પરંતુ હવે આ ડ્રગ્સનો ધંધો માત્ર બંદરો પૂરતો જ સીમિત નથી, ગુજરાતમાં 3 મહિનામાં 4 ફેક્ટરીઓ ઝડપાઈ છે. હવે ડ્રગ્સ દૂર-દૂરના વિસ્તારોમાં પહોંચી રહ્યું છે, વડોદરા, ભરૂચ જેવા સ્થળોએ ફેક્ટરીઓમાં ડ્રગ્સ બનાવવામાં આવી રહ્યું છે.

ભાજપ સરકાર પર પ્રહાર કરતાં તેમણે જણાવ્યુ હતુ કે, સરકારની નીતિઓને લીધે “મેક ઈન ગુજરાત વાળા ડ્રગ્સ” નું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. આ કેટલું ખતરનાક થઈ રહ્યું છે. ડ્રગ્સ એ દેશ અને રાજ્યના ભવિષ્યને બરબાદ કરી રહ્યું છે. આપણે બધાએ જોયું છે કે એક સમયના ખૂબ જ વિકસિત રાજ્ય પંજાબના શું હાલ થયા અને કેવી રીતે ડ્રગ્સથી તેમના યુવાનોને ગુમાવ્યાં. શું આપણે ગુજરાતને ડ્રગ્સના ખપ્પરમાં હોમાતું રોકવા પ્રયાસ કરવા અપીલ કરી હતી.

English summary
Congress launched toll free helpline for drug eradication campaign
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X