For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતના પૂર્વ મંત્રી ફકીરભાઇ વાધેલાનું નિધન

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

fakirbhai-vaghela
1 મે, ગાંધીનગર: રાજ્યના પૂર્વ સમાજકલ્યાણ મંત્રી ફકીરભાઇ વાઘેલાનું મંગળવારે મોડી સાંજે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં હ્યદય રોગના હુમલાથી અવસાન થયું હતું. તેઓ મૂળ રાપર તાલુકાના ભીમાસર નજીકના ભુટકિયા ગામના હતાં.

ફકીરભાઇ વાઘેલા સેક્ટર-૨માં આવેલા નિવાસ્થાને હતાં ત્યારે સાંજે તેમની તબિયત લથડી હતી. જેથી ગાંધીનગર સિવિલના ફિઝીશીયનને ઘરે બોલાવાયા હતાં. તેમણે ફકીરભાઇ વાધેલાને તપાસ્યા પછી સિવિલમાં આવીને ચેકઅપ કરાવવાની સલાહ આપી હતી.

ડોકટરે કહ્યું હતું કે હું ફકીરભાઇ વાઘેલાને સાથે લઇને સિવિલમાં આવ્યો હતો. તેઓ ચાલીને એક્સરે રૂમ સુધી ગયા હતાં. ત્યાં સુધીમાં સિવિલ સુપ્રિ.બી.બી પટેલ સહિ‌ત તબીબી સ્ટાફને ગોઠવી કરી દેવાયો હતો. ત્યારબાદ ફકીરભાઇ વાઘેલાનું બ્લડપ્રેશર માપવામાં આવ્યું હતું અને ઇન્જેક્શન આપી તેમને આઇસીયુ રૂમમાં લવાયા હતાં.

જ્યાં ઓક્સીજન શરૂ કરીને કાર્ડીયોગ્રામ લેવાની તૈયારી કરી રહ્યાં હતાં તે જ સમયે અચાનક શ્વાસોશ્વાસ વધી ગયો હતો અને વધુ સારવાર દરમિાયન જ મેસીવ હાર્ટ એટેક આવતાં તેમણે પ્રાણ ત્યાગ દીધા હતા. ફકીરભાઈ વાધેલાના અવસાનના સમચારથી ગાંધીનગરમાં રહેતા રાજકીય નેતાઓ તથા ફકીરભાઇના સગાં સંબંધીઓ હોસ્પિટલમાં દોડી આવ્યાં હતાં.

English summary
Former Gujarat Minister and BJP leader Fakirbhai Vaghela passed away after suffering a heart attack today in Gandhinagar, party sources said.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X