ગોધરા કાંડ: નરેન્દ્ર મોદીને મળી ક્લિનચીટ, 3 IPSની ભુમીકા નકારાત્મક
ગુજરાતમાં 2002ના ગોધરાકાંડ બાદ ફાટી નીકળેલા તોફાનો પૂર્વઆયોજીત નહોતા. માત્ર અને માત્ર નરેન્દ્ર મોદીને બદનામ કરવાની કોંગ્રેસની ચાલ હતી. આ તોફાનોમાં રાજકીય આગેવાન અશોક ભટ્ટ, ભરત બારોટ અને હરેન પંડ્યાની પણ સંડોવણી નહોતી. આજે વિધાનસભામાં રજૂ થયેલા નાણાવટી પંચના અહેવાલ અંગેની વિગતો આપતા ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પત્રકારોને જણાવ્યું હતું કે, મોદી ટ્રેનમાં પુરાવાના નાશ કરવા ગયા હતા તે આરોપ ખોટા પૂરવાર થયા છે. આ તોફાનોમાં ત્રણ અધિકારીઓ આર.બી.શ્રી કુમાર, સંજીવ ભટ્ટ અને રાહુલ શર્માની નકારાત્મક ભૂમિકા હોવાનું પૂરવાર થયું છે.
ઉલ્લેખનિય છે કે, સાબરમતી એક્સપ્રેસ ટ્રેનનાં એસ-6 કોચને આગ લગાવવાના બનાવની તપાસ માટે રાજ્ય સરકારે જસ્ટિસ નાણાવટી અને જસ્ટિસ મહેતા તપાસ પંચની રચના કરી હતી. બુધવારે આજે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા આ તપાસ અહેવાલનો ભાગ બે રજૂ કર્યો છે. આ અંગે પ્રેસ કોન્ફરન્સ કરીને ગૃહ રાજ્યમંત્રીએ રિપોર્ટનાં અગત્યનાં મુદ્દાઓ જણાવ્યાં છે. તેમાં જણાવાયું છેકે ગોધરાકાંડ બાદની રમખાણો પૂર્વ આયોજીત ન હતી. આ કાંડમાં નરેન્દ્ર મોદી તથા બીજા કોઇપણ નેતાની ભુમીકા ન હતી. આ દિવસે સરકારે કોઇ પણ બંધની જાહેરાત આપી ન હતી.