For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસના 77 ઉમેદવારોમાં કોણ નવું-જૂનું, સાથે જાતિનું સમીકરણ

કોંગ્રેસની 77 ઉમેદવારોની પહેલી લિસ્ટ મુજબ કોંગ્રેસે 12 કોળી પટેલ સમુદાયના લોકોને, 8 ઓબીસી અને સાત દલિતોને પોતાની ટિકિટ આપી છે. 77 ઉમેદવારોમાંથી 14 સીટો પર કોંગ્રેસને ઉમેદવારોને રિપીટ કર્યા છે.

|
Google Oneindia Gujarati News

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે રવિવારે 77 ઉમેદવારોની યાદી જાહેર કરી. જેમાં ભાજપની જેમ જ કોંગ્રેસ પર તેના જૂના અને વરિષ્ઠ નેતાઓને રિપીટ કર્યા છે. સાથે જ જાતિની દ્રષ્ટ્રિએ જોઇએ તો કોંગ્રેસે 23 વધુ પાટીદાર નેતાઓને આ ટિકિટ આપીને પાટીદારોને ખુશ કરવાના બનતા પ્રયાસો કર્યા છે. કોંગ્રેસની 77 ઉમેદવારોની પહેલી લિસ્ટ મુજબ કોંગ્રેસે 12 કોળી પટેલ સમુદાયના લોકોને, 8 ઓબીસી અને સાત દલિતોને પોતાની ટિકિટ આપી છે. 77 ઉમેદવારોમાંથી 14 સીટો પર કોંગ્રેસને ઉમેદવારોને રિપીટ કર્યા છે.

શક્તિસિંહ ગોહિલ

શક્તિસિંહ ગોહિલ

ઉલ્લેખનીય છે કે માંડવીની સીટથી લડી રહેલા શક્તિસિંહ ગોહિલને કોંગ્રેસમાં આવનારા સમયમાં મુખ્યમંત્રી પદ તરીકે પોતાની દાવેદારી પણ નોંધાવી શકે છે. તો બીજી તરફ ભાજપના મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે તેણે રાજકોટ પશ્ચિમથી ઇંદ્રનીલ રાજગુરુને ઊભા કર્યા છે. ઉલ્લેખનીય છે કે જ્યાં ભાજપ 182 સીટોમાંથી 106 સીટો પર પોતાના ઉમેદવાર ઉતારી ચૂકી છે. ત્યાં જ કોંગ્રેસનું આ પહેલું લિસ્ટ છે.

વફાદારીની ટિકિટ

વફાદારીની ટિકિટ

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે તેની પ્રથમ યાદીમાં સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની સીટ પર તેના ઉમેદવારોને રજૂ કર્યા છે. રાજ્યસભામાં વફાદારી બતાવનાર 12 ધારાસભ્યોને આ યાદીમાં રિપીટ કરવામાં આવ્યા છે. જેમાં અમરેલીના પરેશ ઘાનાણી, ડાંગના મંગળ ગામિત, પાલિતાણાંના પ્રવિણ રાઠોડ, વાંકાનેરના જાવેદ પિરઝાદા જેવા નેતાઓનો સમાવેશ થાય છે. જો કે ચાર પૂર્વ સાંસદોને પણ કોંગ્રેસે આ વખતે પહેલી વાર ધારાસભ્ય બનવાનો મોકો આપ્યો છે. જેમાં લિંબડીના સોમાભાઇ પટેલ, લાઠીના વિરજી ઠક્કર, મુહવાના તુષાર ચૌધરી અને જસદણના કુંવરજી બાવળિયાનો સમાવેશ થાય છે. વળી આ ઉમેદવારોમાં 3 લધુમતી કોમના ઉમેદવારો પણ કોંગ્રેસે સમાવેશ કર્યો છે.

હાર્યા તેમ છતાં જીત્યા

હાર્યા તેમ છતાં જીત્યા

વધુમાં કોંગ્રેસમાં 2012ની ચૂંટણીમાં હારેલા નેતાઓને પણ ફરીથી આ ઉમેદવારીમાં તક આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે શક્તિસિંહ ગોહિલ 2012માં ભાવનગર રૂરલથી હાર્યા હતા. જે બાદ તેમણે પેટા ચૂંટણીમાં કચ્છના અબડાસાથી જીત મેળવી હતી. અને હવે તે માંડવી પરથી લડશે. વધુમાં અંજારના વી.કે હુમ્બલ અને મોરબીના કાંતિ અમૃતિયા પણ 2012ની ચૂંટણી હાર્યા હતા તેમ છતાં પાર્ટીએ તેમને વધુ એક તક આપી છે. પોરબંદરમાં પણ 2012માં અર્જૂન મોઢવાડિયા હાર્યા હતા તેમ છતાં આ વખતે તેમને ફરી મોકો આપ્યો છે.

પાટીદાર ફેક્ટર

પાટીદાર ફેક્ટર

ઉલ્લેખનીય છે કે આ સમગ્ર યાદીમાં પાટીદારો બહુમતીમાં છે. ગુજરાતમાં હાલ પાટીદાર ફેક્ટર પર ભાજપ અને કોંગ્રેસ બન્ને દ્વારા ખાસ ભાર આપવામાં આવી રહ્યો છે. અને પાસ જોડે બે બેઠકો યોજ્યા પછી કોંગ્રેસે તેની આ યાદીમાં 2 પાસ નેતાઓનો સમાવેશ સાથે જ કુલ 23 પાટીદાર નેતાઓને ટિકિટ આપી છે. જો કે આમ છતાં સુરતના વારછામાં કોંગ્રેસને પાટીદારોનો વિરોધનો સામનો કરવો પડ્યો હતો.

English summary
Gujarat Elections Congress first list of candidates 23 Patels 12 Koli 8 OBC 7 from Dalits and 3 from Minority.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X