For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત બન્યુ રોડ સેફ્ટી ઑથોરિટીની રચના કરનાર બીજુ રાજ્ય

ડિસેમ્બર, 2020માં એક્ઝીક્યુટીવ કમિટી મેમ્બરની નિમણૂક સાથે રોડ સેફ્ટી ઑથોરિટીની રચના કરવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ રાજ્ય વિધાસભામાં ગુજરાત રોડ સેફ્ટી ઑથૉરિટી (GujROSA)એક્ટ, 2018 લાગુ થયાના લગભગ 3 વર્ષ બાદ ડિસેમ્બર, 2020માં એક્ઝીક્યુટીવ કમિટી મેમ્બરની નિમણૂક સાથે રોડ સેફ્ટી ઑથોરિટીની રચના કરવામાં આવી છે. ગુજરાત કેડરના રિટાયર આઈએએસ અધિકારી એલ પી પડાલિયાને આ સમિતિના પહેલા હેડ નીમવામાં આવ્યા છે. કેરળ બાદ ગુજરાત ભારતનુ એવુ બીજુ રાજ્ય છે જેણે એવી સમિતિની રચના કરી છે જે સરકારના વિવિધ હથિયારો વચ્ચે એક પુલ સમાન કાર્ય કરશે.

traffic

આ એકમનો પ્રાથમિક હેતુ રોડ સેફ્ટીના 4E- એન્જિનિયરીંગ, એન્ફોર્સમેન્ટ, એજ્યુકેશન, એન્વાયરમેન્ટ & ઈમરજન્સી સેવા આપવાનો છે. આઈએએસ અધિકારી પડાલિયાએ જણાવ્યુ કે આ પ્રાધિકરણ સામૂહિક પ્રયાસો દ્વારા રાજ્યમાં રોડ ટ્રાફિક, અકસ્માત અને જાનહાનિ ઘટાડવા માટે પ્રતિબદ્ધ છે. નેશનલ ક્રાઈમ રેકૉર્ડ બ્યુરો(NCRB)ના ડેટા મુજબ વર્ષ 2019માં ગુજરાતમાં 16,503 અકસ્માતોમાં 7,428 લોકોના મોત થયા જ્યારે 15,976 લોકો ઘાયલ થયા હતા.

સમિતિના એક સભ્યએ જણાવ્યુ કે, આ એકમની રચના સાથે અમને આશા છે કે ગ્રામ્ય અને ગીચ ટ્રાફિકવાળા બંને વિસ્તારો તેમજ હાઈવે જ્યાં વધુ ટ્રાફિક હોય છે ત્યાં વધુ કો-ઑર્ડિનેશન અને સામજંસ્યપૂર્ણ યોજના લાગુ કરવામાં આવશે. નાગરિકો પણ તેમની સમસ્યાઓ માટે ડાયરેક્ટ જિલ્લા સ્તરની સમિતિ અથવા પ્રાધિકરણનો સંપર્ક કરી શકે છે. એક્ઝીક્ટીવ સમિતિમાં રહેલ અમિત ખત્રીએ જણાવ્યુ કે આ એકમના લગભગ બધા સંભવિત સ્ટેકહોલ્ડીંગ સેક્શનના સભ્ય સાથે રોડ સેફ્ટીના મુદ્દાઓ સમજવા હવે વધુ સરળ રહેશે. એક યુનિફોર્મ પૉલિસી પણ અમલમાં મૂકવામાં આવશે.

ગુજરાતને કેન્દ્ર સરકાર તરફથી સ્કૉલરશિપ માટે મળશે રૂ.180 કરોડગુજરાતને કેન્દ્ર સરકાર તરફથી સ્કૉલરશિપ માટે મળશે રૂ.180 કરોડ

English summary
Gujarat is the second state to make road safety authority
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X