ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી
Gujarat Weather: ગુજરાતમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. એકતરફ સૂર્યદેવ આકરા મિજાજમાં છે, તો બીજી તરફ હવામાન વિભાગે રાજ્યમાં કમોસમી વરસાદ (Unseasonal Rain) ને લઈને મહત્વની આગાહી કરી છે. આગામી 4 એપ્રિલ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા સેવાઈ રહી છે.

વડોદરા રાજ્યનું સૌથી ગરમ શહેર
રાજ્યમાં અત્યારે કાળઝાળ ગરમી પડી રહી છે, જેમાં 37 ડિગ્રી તાપમાન સાથે વડોદરા સૌથી ગરમ શહેર નોંધાયું છે. અન્ય શહેરોની સ્થિતિ જોઈએ તો:
- અમદાવાદ, અમરેલી, ગાંધીનગર: 36 ડિગ્રી
- રાજકોટ, સુરત, સુરેન્દ્રનગર: 35 ડિગ્રી
- ભુજ, ભાવનગર, કેશોદ: 34 ડિગ્રી
કયા જિલ્લાઓમાં ક્યારે પડશે વરસાદ?
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના વાતાવરણમાં પલટો આવશે. તારીખ મુજબ વરસાદની સંભાવના નીચે મુજબ છે:
2 એપ્રિલના રોજ
ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છ સહિત દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર થઈ શકે છે. જેમાં મુખ્યત્વે:
- કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા.
- સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગર.
- દક્ષિણ ગુજરાતમાં સુરત, નર્મદા, તાપી, નવસારી, ડાંગ, વલસાડ તેમજ દમણ અને દાદરાનગર હવેલી.
3 એપ્રિલના રોજ
આ દિવસે પણ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે:
- કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા.
- અમરેલી અને ભાવનગરમાં હળવા ઝાપટાની શક્યતા.
4 એપ્રિલના રોજ
ચોથા દિવસે પણ વરસાદનું જોર યથાવત રહી શકે છે:
- બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મહિસાગર.
- સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલીમાં વરસાદની આગાહી.
- વલસાડ અને દાદરાનગર હવેલીમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે.
ખેડૂતોમાં ચિંતાનો માહોલ
એપ્રિલ મહિનાની શરૂઆતમાં જ વરસાદની આ આગાહીને પગલે ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. ઉનાળુ પાક અને કેરીના પાકને આ કમોસમી વરસાદથી નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ગરમી અને ઉકળાટની વચ્ચે વરસાદ આવતા વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધશે, જેના કારણે લોકોએ બફારાનો સામનો કરવો પડી શકે છે.
નોંધ: હવામાનમાં થતા ફેરફારને ધ્યાનમાં રાખીને નાગરિકો અને ખાસ કરીને ખેડૂત મિત્રોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.
-
Dhurandhar 2 BO Collection Day 13: 1400 કરોડને પાર ‘ધુરંધર 2’, બોક્સ ઓફિસ પર 13માં દિવસે રચ્યો ઈતિહાસ -
Tsunami Warning: ઇન્ડોનેશિયામાં 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીનું એલર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત સરકારે ટુકડા ધારામાં મોટા ફેરફાર કર્યા, લઘુત્તમ 10 ગુંઠાનો એકસમાન નિયમ અમલમાં -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ












Click it and Unblock the Notifications
