માવઠા બાદ હવે ગુજરાત પર વાવાઝોડાનો ખતરો, હવામાનને લઈને મોટી આગાહી
ગુજરાતમાં હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં ભારે પલટો આવ્યો છે. પવન અને ગાજવીજ સાથે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ નોંધાયો છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસો માટે ગંભીર ચેતવણી આપી છે. તેમના મતે 17 મે પછી ગુજરાત પર વાવાઝોડાનું જોખમ વધી શકે છે.

અંબાલાલના મતે બંગાળના ઉપસાગરમાં 20 એપ્રિલથી 8 જૂન સુધી હલચલ રહેશે. આ સમયગાળા દરમિયાન સિસ્ટમ મજબૂત બની ખતરનાક વાવાઝોડાનું સ્વરૂપ લઈ શકે છે.
અરબ સાગરમાં પણ 17 મે બાદ પવનોની દિશામાં મોટો ફેરફાર જોવા મળશે. જેના કારણે 25 મે થી 4 જૂન વચ્ચે વરસાદની શક્યતા છે.
જૂન મહિનામાં 8 થી 20 તારીખ વચ્ચે ફરી એક વાર વાવાઝોડું સક્રિય થશે. આ સાથે જ જુલાઈમાં સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના સંકેતો દેખાઈ રહ્યા છે.
ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર હાલ દેશમાં પાંચ સિસ્ટમ કાર્યરત છે. જેના લીધે રાજ્યમાં કરા અને વાવાઝોડા સાથે વરસાદી માહોલ સર્જાયો છે.
22 માર્ચ પછી એક નવી હવામાન સિસ્ટમ સક્રિય થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. અપર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યના હવામાનમાં ફરી પલટો આવશે.
આ નવી સિસ્ટમની અસર ગુજરાત સાથે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પણ જોવા મળશે. આગામી દિવસોમાં ધૂળની ડમરીઓ સાથે છૂટોછવાયો વરસાદ પડી શકે છે.
25 માર્ચ પછી તાપમાનમાં ઘટાડો થશે અને વાદળછાયું વાતાવરણ રહેશે. રાજ્યના અનેક ભાગોમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના અંદાજે 72 જેટલા તાલુકાઓમાં મેઘમહેર જોવા મળી છે. જેમાં અમરેલીના બગસરામાં સૌથી વધુ 1.61 ઈંચ વરસાદ ખાબક્યો છે.
રાજકોટ, ચોટીલા અને ભેસાણ પંથકમાં પણ સવા ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને મોટું નુકસાન થવાની ભીતિ છે.
સૌરાષ્ટ્ર અને કચ્છના વિવિધ વિસ્તારોમાં હજુ પણ વાદળછાયું વાતાવરણ યથાવત છે. હવામાન વિભાગે આગામી કલાકોમાં પણ ભારે પવન ફૂંકાવાની શક્યતા દર્શાવી છે.
-
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન









Click it and Unblock the Notifications
