For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મેઘરાજાની તોફાની બેટિંગ, માનવામાં ન આવે તો જુઓ તસવીરો

|
Google Oneindia Gujarati News

કહેવત છે કે "ભાદરવે મેધ ગરજે પણ વરસે નહીં" પણ લાગે છે જે રીતે સૌરાષ્ટ્ર સમેત દક્ષિણ ગુજરાતમાં મેધમહેર ચાલી રહી છે તે મુજબ તો "ભાદરવે મેધ ગરજે, વરસે અને ડૂબાડે પણ" તેવી કરી દેવી જોઇએ. હાલ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે જેણે ત્યાંનું સામાન્ય જન જીવન અસ્ત વ્યસ્ત કરી દીધું છે ક્યાંક નદીઓ જળબંબાકાર થઇ છે તો ક્યાંય રસ્તાઓ નદીઓ બની ગયા છે. ત્યારે ભર ભાદરવે મેઘરાજાની તોફાની બેટિંગ કેવી મુશ્કેલીઓ ઊભી કરી રહી છે તે જુઓ આ તસવીરોમાં...

ગુજરાતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીંગુજરાતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં

ડેમ થયો ઓવરફ્લો

ડેમ થયો ઓવરફ્લો

કોડીનારનો શીંગોદા ડેમ 61 ફુટ ની પૂર્ણ સપાટી થી ઓવરફ્લો થતા, ડેમનાં 2 દરવાજા ખોલાવામાં આવ્યા હતા. જેનાથી કોડીનારની શીંગવડા નદીમા ઘોડાપુર સર્જાયું હતું. જેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

અમરેલીમાં ત્રણ કલાકમાં 5 ઇંચ વરસાદ

અમરેલીમાં ત્રણ કલાકમાં 5 ઇંચ વરસાદ

અમરેલીમાં ત્રણ કલાકમાં પાંચ ઇંચ વરસાદ પડતા લીલીયાની નાવલી નદીના પૂર પાણી બજારની દુકાનો અને લોકોના ઘરોમાં ઘૂસ્યા હતાં. અતિશય વરસાદને કારણે નાવલી નદીમાં પૂર આવ્યુ હતું. જેણે અમરેલીના રસ્તાઓને નદી-નાળા બનાવી દીધા હતા.

પૂર કર્યું મોટુ નુક્શાન

પૂર કર્યું મોટુ નુક્શાન

અનેક વિસ્તારમાં ધૂંટણ સુધી પાણી આવતા સામાન્ય જનજીવન ખોરવાયું હતું. એટલું જ નહીં ઘર અને દુકાનોમાં પાણી ફરી વળતા મોટું નુક્શાન થયું હતું.

છેલ્લા ત્રણ દિવસથી વરસાદ

છેલ્લા ત્રણ દિવસથી વરસાદ

નોંધનીય છે કે બાબાપુર-વાંકીયા પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી મેઘ મહેર યથાવત છે. અનરાધાર વરસાદને પગલે વહીવટીતંત્ર પણ સાબદુ થઇ ગયું હતું. પણ તેમ છતાં લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.

ઉમરગામમાં રાતે પડ્યો ચાર ઈંચ વરસાદ

ઉમરગામમાં રાતે પડ્યો ચાર ઈંચ વરસાદ

ઉમરગામમાં એક જ રાતમાં ચાર ઈંચ જેટલો વરસાદ ખાબકતા અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. તો ભારે વરસાદને કારણે રેલવે ટ્રેક પર પાણી ભરાઈ જતા રેલ વ્યવહાર પ્રભાવિત થયો છે. અનેક ટ્રેનના ટાઈમ ટેબલ ખોરવાયા છે. તો કેટલીક શાળા અને કોલેજોમાં રજાની જાહેર કરવામાં આવી છે.

English summary
Heavy Rain in South Gujarat. Dam are overflow and river's water come into town. Read here more.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X